અમદાવાદઃ મહિલાએ પતિની લાંબી ઉમર માટે વટ સાવિત્રીનું વ્રત કરતી હોય છે. અમદાવાદની એક યુવતીએ પણ આ જ માન્યતા સાથે તેના પતિની લાંબી ઉંમર માટે વટ સાવિત્રીનું વ્રત કર્યું હતું. વ્રત રાખ્યું તે રાત્રિએ પત્નીએ તેના પતિને તેની સાથે સુવાનું કહેતા તેના પતિએ ચોખ્ખી ના પાડી દઇ બહાર સોફા પર જઇને સુઇ ગયો હતો. સવારે યુવતી ઉઠી ત્યારે તેના પતિના ફોનમાંથી અન્ય યુવતી સાથે કરેલું ચેટિંગ મળી આવ્યું હતું. જેથી તે બાબતની વાત તેણે તેની સાસુ અને સસરાને કરતા તેઓએ તને રાખવાની નથી બીજા લગ્ન કરાવવાના છે કહીને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. અવારનવાર શંકાઓ રાખનાર પતિએ પણ પત્નીને કાઢી મૂકતા આખરે યુવતીએ આ બાબતને લઇને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મૂળ વડોદરાની અને હાલ નરોડા ખાતે રહેતી 24 વર્ષીય યુવતી તેની દીકરી અને તેની માતા સાથે રહે છે. સાથે જ કઠવાડા જીઆઇડીસીમાં એક કંપનીમાં કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે નોકરી કરે છે. આ યુવતીના લગ્ન વર્ષ 2016 માં મહીસાગર ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. તેનો પતિ પ્રહલાદ નગર ખાતે આઇટી કંપનીમાં નોકરી કરતો હોવાથી બંને નરોડા ખાતે રહેતા હતા. વર્ષ 2019માં યુવતીએ દીકરીને જન્મ આપતા તેના સાસરીયાઓએ અમારે તો છોકરો જોઈતો હતો તે છોકરીને જન્મ આપ્યો છે. તેમ કહી મહેણા ટોણા મારવા લાગ્યા હતા અને દીકરીને સારી રીતે રાખતા નહોતા. દીકરીના જન્મ બાદ યુવતીના પતિને પગાર ઓછો હોવાથી પૈસા બાબતે તેની સાથે બોલાચાલી થતા યુવતીએ નોકરી શરૂ કરી હતી.
જ્યારે જ્યારે યુવતીને નોકરી પર તેનો પતિ મૂકવા આવે ત્યારે કોઈને કોઈ બાબતનું કારણ ઊભું કરી રસ્તામાં તેની સાથે બોલાચાલી કરી રસ્તામાં ઉતારી જતો રહેતો હતો. રાત્રે પણ જ્યારે યુવતી ઘરે જાય ત્યારે તેની સાથે તેનો પતિ બોલતો નહોતો. યુવતી તેના સાસુ સસરાને આ વાત કરે તો તેઓ પણ તેમના દીકરાનું ઉપરાણું લઈ યુવતી સાથે બોલાચાલી ઝઘડો કરતા અને માનસિક હેરાન પરેશાન કરતા હતા. થોડા સમય પહેલા યુવતીને નવું મકાન રાખવાનું હતું ત્યારે પણ પિયરમાંથી દહેજમાં કઈ લાવી નથી પાંચ લાખ રૂપિયા લઇ આવ અને મકાનમાં ભરી દેજે તેમ કરી તેની સાથે બોલા ચાલી કરતા યુવતીએ દાગીના ગીરવે મૂકી મકાન રાખ્યું હતું.
થોડા મહિના પહેલા વટ સાવિત્રીનું વ્રત હોવાથી યુવતી અને તેનો પતિ જાગતા હતા. ત્યારે યુવતીએ તેના પતિને તેની પાસે સૂવાનું કહેતા તેણે ચોખ્ખી ના પાડી દીધી હતી અને બહાર સોફા ઉપર જઈને તેનો પતિ સૂઈ ગયો હતો. સવારે યુવતી જાગી ત્યારે તેના પતિના મોબાઈલમાં તેણે કોઈ છોકરી સાથે કરેલું ચેકિંગ વાંચી લીધું હતું. જે બાબતે તેણે તેના પતિ સાથે વાત કરતા તેના પતિએ ઝઘડો કરી માર મારી ગાળો બોલી શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો.
સાસુ સસરાને યુવતીએ અન્ય યુવતી સાથેની ચેટિંગ બાબતની વાત કરતા તેઓએ પણ તને રાખવાની નથી બીજા લગ્ન કરવાના છે મારો છોકરો ગમે તે કરે તારે કાંઈ કહેવાનું નહીં. તેમ કહી તેની સાથે ઝઘડો કર્યો હતો. અવારનવાર યુવતીનો પતિ તું બીજા સાથે સંબંધો રાખે છે તેમ કહી તેની સાથે બોલા ચાલી કરી તને રાખવી નથી તું મારા ઘરે રહેવા આવી તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હતો.
" isDesktop="true" id="1303157" >
થોડા દિવસ પહેલા આ બધી બાબતોને લઈને તેના પતિએ તેની સાથે ઝઘડો કરી તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી સમગ્ર બાબતને લઈને યુવતીએ તેના પતિ સહિતના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.