Home /News /ahmedabad /

અમદાવાદ : તાંત્રિક વિધિના બહાને મહિલાને બોલાવી અશ્લીલ વીડિયો ઉતાર્યો, બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા!

અમદાવાદ : તાંત્રિક વિધિના બહાને મહિલાને બોલાવી અશ્લીલ વીડિયો ઉતાર્યો, બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા!

પ્રતિકાત્મક તસવીર

કોંલ્ડ્રીંક્સમાં કેફી પદાર્થ પીવડાવીને બીભત્સ વીડિયો બનાવ્યા અને તે વીડિયોના આધારે ફરિયાદી મહીલાને બ્લેક મેઇલ કરી અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા

અમદાવાદ : શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક મહીલાને તેની નજીકમાં આવેલ એક દુકાનદારને ત્યાં નોકરી કરતાં ઉત્તરપ્રદેશના દેવેન્દ્ર યાદવ સાથે સંપર્ક રાખવો ભારે પડ્યો છે. એકબીજા સાથે મોબાઇલ નંબરની આપલે કર્યા બાદ આરોપી દેવેન્દ્ર યાદવ અને મહીલા બંન્ને એકબીજાની નજીક આવ્યા હતાં. અને મહીલાએ આ આરોપીને તેની ઓફિસમાં કેટલીક સમસ્યાઓની જાણ કરી હતી. જેથી આરોપીએ મહીલાને કહેલ કે તમારા ઘરે ભુત પ્રેતનો છાયો છે. જો તમે કોઇ નિવારણ ના કર્યું હોય તો તમારી સાથે કોઇ અણબનાવ બની શકે છે. અને હું એક તાંત્રિક બાબાને ઓળખું છે. જેમની પાસે તમારે જવું પડશે. જેથી ફરિયાદી આરોપીની કહેલ જગ્યાએ પહોચતા જ આરોપીએ તેને કોલ્ડ્રીંક્સ પીવડાવીને રીક્ષામાં બેસાડી કોઇ જગ્યાએ લઇ ગયો હતો. અને ત્યારબાદ બે કલાક બાદ પરત તે જ જગ્યાએ મુકી ગયો હતો.

અશ્વીલ વીડિયો ડિલીટ કરવા 1 લાખની માંગણી કરી

જોકે બીજે દિવસે આરોપીએ મહીલાને બોલાવીને તેના અશ્લીલ વીડિયો તેમજ ફોટો બતાવ્યા હતાં. અને આ ફોટો, વીડિયો ડીલીટ કરવા માટે 1 લાખની માંગણી કરી હતી. ફરીયાદી મહીલાએ રૂપીયા આપ્યા બાદ આ વીડિયો ડીલીટ કરવા માટે જણાવતા જ આરોપીએ મહીલાને ધમકી આપી હતી કે તે વીડિયો ડીલીટ કરશે નહીં. તે જેમ કરે તેમ તેણે કરવાનું છે. નહીં તો આ વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ કરશે. એટલું જ નહીં ફરીયાદએ મહીલાને એ પણ ધમકી આપી હતી કે તેના માટે કોઇને મારી નાંખવું એ સામાન્ય બાબત છે. તેણે અગાઉ પણ મણીનગરમાં એક મર્ડર કર્યું છે. જો આ વાત તે કોઇને કહી દેશે તો તેના પતિ તેમજ દીકરાને પણ મરાવી નાંખશે.

મહિલા પાસેથી વીડિયો ડિલીટ કરવાના પૈસા માંગી તેને બ્લેકમેલ કરવામાં આવી હતી.


આ પણ વાંચો :  કોંગી ધારાસભ્યોની અપીલ : 'તમારા પ્રશ્નો વૉટ્સએપ પર મોકલો, અમે વિધાનસભામાં ઉઠાવીશું'

'મહિલાને બ્લેકમેઇલ કરી શારીરિક સંબંધ બાંધતો'

આમ આરોપી મહીલાને બ્લેકમેઇલ કરીને શારીરિક સંબંધ બાંધતો હતો. જ્યારે 22મી ડિસેમ્બરએ આરોપીએ મહીલાને ફોન કરી તેના ધરમાં રહેલ તમામ કિંમતી વસ્તુઓ લઇ આવવા માટે કહ્યું હતું. પરંતુ ફરીયાદએ ઇન્કાર કરી દેતા તેણે તેના મિત્રો સાહિલ યાદવ તથા કુલદીપ દ્વારા ફરિયાદી પર ફોન કરાવ્યો હતો. આરોપીના મિત્રોની ધમકી બાદ ફરિયાદી મહીલા 23મી ડિસેમ્બરએ જ્યારે આરોપી દેવેન્દ્રને મળવા માટે જાય છે ત્યારે આરોપી તેને પ્રસાદમાં કાંઇ ખવડાવીને એક ટ્રાવેલર્સમાં લઇ જાય છે. જ્યાં આરોપીએ ફરિયાદીનો મોબાઇલ અને પર્સ લઇ લીધો હતો. અને ધમકી આપી હતી કે જો તે કહે એમ નહી કરે તો તેના બે મિત્રો અમદાવાદમાં જ છે જે ફરિયાદીના પતિ અને દીકરાને ગોળી મારીને મારી નખાવશે.

દિલ્હી લઈ જઈ મહિલાને કોર્ટમાં કાગળો પર સહી કરાવી

ત્યારબાદ આરોપી મહીલાને દીલ્હીમાં આરોપીના કોઇ મિત્રને ત્યાં લઇ ગયો હતો. જ્યાં બેંકમાંથી ફરિયાદીના ખાતામાંથી રૂપીયા 30 હજાર ઉપાડી લીધા હતાં. અને 3જી જાન્યુઆરીએ મહીલાને શરબતમાં કોઇ કેફી પદાર્થ પીવડાવીને તેને કોર્ટમાં લઇ ગયો હતો અને કેટલાક કાગળો પર સહી કરાવી દીધી હતી. અને જણાવ્યું હતું કે તારા લગ્ન મારી સાથે થઇ ગયા છે.

આરોપીએ બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો.


આ પણ વાંચો :  ખેડબ્રહ્મા : આગંડિયા પેઢીના કર્મચારી પર ધોળાદિવસે ફાયરિંગ, ઘટનાસ્થળે જ મોત

'પોલીસને જાણ કરી તો પિતને પૂત્રને મારી નાંખીશ'

જોકે, આરોપી પર પોલીસના વારંવાર ફોન આવતા આરોપી મહીલાને નાહરગઢ બેંકમાં લઇ ગયો હતો. જ્યાં ફરીથી તેણે મહીલાના બેંકમાંથી 30 હજાર ઉપાડ્યાં હતાં. અને ત્યાંથી આરોપી મહીલાને ઉત્તરપ્રદેશ તેના ઘરે લઇ ગયો. જ્યાં પણ તેની સાથે તે વારંવાર શારિરક સંબંધ બાંધતો હતો. જોકે આરોપી પર પોલીસના ફોન આવતા જ તેઓ અમદાવાદ આવવા માટે નીકળ્યા હતાં. આ વખતે પણ આરોપીએ મહીલાને ધમકી આપી હતી કે તે કહે તે પ્રમાણે પોલીસને સમગ્ર બાબતની જાણ કરે. અને જો તે તેમ નહી કરે તો તેના પતિ અને પુત્રને મારી નાંખશે.

આ પણ વાંચો :  મોડાસા : યુવતીના હત્યા કેસમાં મોટો ખુલાસો, આરોપી બિમલે પીડિતાને 13 દિવસમાં 214 ફોન કર્યા હતા

પતિએ હેબીયર્સ કોપર્સ દાખલ કરી

12મી જાન્યુઆરી અમદાવાદ આવ્યા બાદ મહીલાએ આરોપીએ કહેલ કહાની જ પોલીસને કહી હતી. પરંતુ ત્યારબાદ તેના પરિવારજનો દ્વારા મહીલાને હિંમત આપતા તેણે સમગ્ર ઘટનાની જાણ તેણે તેના પતિએ દાખલ કરેલ હેબીયર્સ કોપર્સ અંગેની મુદ્ત દરમિયાન કોર્ટમાં કરી હતી. જેથી પોલીસે આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
First published:

Tags: BLACKMAIL, Woman, અમદાવાદ

આગામી સમાચાર