Home /News /ahmedabad /અમદાવાદ: પતિ સવારે ચાર વાગે ગર્લફ્રેન્ડ સાથે કરતો હતો ચેટિંગ, અચાનક પત્ની જાગી ગઇ અને...

અમદાવાદ: પતિ સવારે ચાર વાગે ગર્લફ્રેન્ડ સાથે કરતો હતો ચેટિંગ, અચાનક પત્ની જાગી ગઇ અને...

વેજલપુર પોલીસ સ્ટેશન

Ahmedabad News: વહેલી સવારે મહિલા જાગી જતા તેનો પતિ કોઈ સ્ત્રી સાથે મોબાઇલમાં ચેટિંગ કરતો હતો. જેથી મહિલાએ તેને સ્ત્રી સાથે આડા સંબંધ રાખવાની ના પાડતા જ તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: લગ્નના ત્રણેક વર્ષ સુધી સારી રીતે રાખ્યા બાદ પતિને અન્ય સ્ત્રી સાથે સબંધ હોવાની પત્નીને જાણ થઈ. પત્નીએ પતિને પરસ્ત્રી સાથેના સબંધ રાખવાની ના પાડતા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. એટલું જ નહિ, પિયરમાંથી પૈસા લાવવા માટે દબાણ કરવા લાગ્યો. પત્ની એ પરસ્ત્રી સાથે ચેટિંગ કરવાની ના પાડતા પતિ એ ધમકી આપી કે, હવે પછી જો મને મોબાઈલમાં ચેટિંગ નહિ કરવા બાબતે કહીશ તો હું તને છૂટાછેડા આપી દઈશ, કાતો તને મારી નાંખીશ.

જુહાપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, લગ્નના ત્રણેક વર્ષ સુધી તેના પતિએ તેને સારી રીતે રાખેલ. બાદમાં વર્ષ 2015માં મહિલા પ્રેગનેન્ટ હતી તે દરમિયાન તેના પતિને કોઈ સ્ત્રી સાથે આડા સંબંધ હોવાની તેને જાણ થઈ હતી.  મહિલાએ તેના પતિને કોઈ સ્ત્રી સાથે સંબંધ નહીં રાખવા સમજાવવા છતાં તેનો પતિ માન્યો ન હતો. તે મહિલાને બોલાવતો પણ ન હતો.

આ પણ વાંચો: મોરબીનો રાજવી પરિવાર આવ્યો પીડિતોની વ્હારે

એટલું જ નહીં, અવાર નવાર પિયરમાંથી પૈસા પણ મંગાવતો હતો. જો મહિલા પૈસા ન લાવે તો તેની સાથે બોલાચાલી, ઝઘડો કરીને ગડદા પાટુનો માર મારતો અને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. ગઈકાલે વહેલી સવારે મહિલા જાગી જતા તેનો પતિ કોઈ સ્ત્રી સાથે મોબાઇલમાં ચેટિંગ કરતો હતો. જેથી મહિલાએ તેને સ્ત્રી સાથે આડા સંબંધ રાખવાની ના પાડતા જ તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો.  જે બાદ બોલા ચાલી ઝઘડો કરી મહિલાને ગદડા પાટુનો માર માર્યો હતો અને રૂમમાં પડેલા કાતર ફેરવતા મહિલાને આંગળી પર વાગી ગઇ હતી.
" isDesktop="true" id="1277747" >

જે બાદમાં તેણે ધમકી આપી કે, હવે પછી જો મને મોબાઈલમાં ચેટિંગ નહિ કરવા બાબતે કહીશ તો હું તને છૂટાછેડા આપી દઈશ. નહીં તો તને મારી નાંખીશ.



આમ પતિએ માર મારતા મહિલાએ આ બાબતની જાણ તેના માતાને કરી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Married woman, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन