Home /News /ahmedabad /અમદાવાદ: જીમમાંથી આવતી પરિણીતાને પતિ સાથે રસ્તા પર જ થયુ દંગલ, ફિલ્મી સીન જોવા લોકોનાં ટોળેટોળા

અમદાવાદ: જીમમાંથી આવતી પરિણીતાને પતિ સાથે રસ્તા પર જ થયુ દંગલ, ફિલ્મી સીન જોવા લોકોનાં ટોળેટોળા

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન

39 વર્ષીય યુવતી તેની ત્રણ વર્ષની દીકરી સાથે રહે છે અને સોફ્ટવેર એન્જિનિયર તરીકે એક કંપનીમાં કામ કરે છે. તેના લગ્ન વર્ષ 2018 માં મૂળ હરિયાણાના એક યુવક સાથે થયા હતા.

અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ તેના પતિ સામે માનસિક શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. લગ્નના થોડા સમય બાદ પતિએ આ યુવતીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં, તેને માર પણ મારતો હતો. યુવતીને ગર્ભ રહ્યો ત્યારે પણ પતિ ત્રાસ આપતો હતો. જેથી યુવતીએ કોર્ટમાં ભરણ પોષણની અરજી કરી હતી. આ દરમિયાન યુવતી ગઈકાલે જીમમાંથી નીકળી ત્યારે તેનો પતિ ત્યાં આવી ગયો અને રોડ પર જ બબાલ કરી રોડ પર પત્નીને પાડી દઈ માર માર્યો હતો. લોકો ત્યાં આ સીન જોતા રહી ગયા અને લોકો ભેગા થઈ જતા યુવતીનો પતિ ફરાર થઈ ગયો હતો.

શહેરના થલતેજ વિસ્તારમાં રહેતી 39 વર્ષીય યુવતી તેની ત્રણ વર્ષની દીકરી સાથે રહે છે અને સોફ્ટવેર એન્જિનિયર તરીકે એક કંપનીમાં કામ કરે છે. તેના લગ્ન વર્ષ 2018 માં મૂળ હરિયાણાના એક યુવક સાથે થયા હતા. આ યુવતીનો પતિ હેર સલૂનમાં નોકરી કરતો હતો. આ યુવતીની સાસુ હરિયાણા ખાતે તેના દિયર સાથે રહે છે અને સસરા મરણ ગયેલ છે. આ યુવતીનો બીજો દિયર અમદાવાદમાં જ રહેતો હોવાથી તેનો પતિ હાલ તેઓની સાથે જ રહે છે.

લગ્ન બાદ આ યુવતી થલતેજ ખાતે તેના પતિ સાથે રહેવા ગઈ હતી. આશરે છ મહિના સુધી પતિ પત્ની સારી રીતે રહ્યા હતા અને બંને દિયર હરિયાણાથી અમદાવાદ આવીને સાથે રહેતા હતા. લગ્નના છ મહિના બાદ આ યુવતીને તેના પતિ સાથે નાના-મોટા ઝઘડા અને બોલાચાલી થતી હતી. યુવતીનો પતિ હંમેશા શંકા કોઈ શંકા કરતો રહેતો હતો અને તેના કારણે ઝઘડા કરી માર મારતો હતો.

આ પણ વાંચો: પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે

વર્ષ 2019 માં યુવતીને ગર્ભ રહેતા તેને એમ હતું કે, કદાચ હવે તેનો પતિ તેની સાર સંભાળ રાખશે. પરંતુ પ્રેગનેન્સી દરમિયાન પણ તેનો પતિ અવારનવાર બોલાચાલી કરીને ઝઘડો કરી માર મારતો હતો. આ આ યુવતીને ગર્ભ રહ્યો ત્યારે તેની સાસુ પણ અમદાવાદ તેની સાથે રહેવા આવી હતી. પરંતુ આઠમો મહિનો હોવાથી તે પિયર જઈ શકે તેમ ન હોવાથી સાસરે જ રહી હતી. ત્યારે તેના પતિમાં થોડો સુધારો આવી જશે તેવું તને લાગ્યું હતું. પરંતુ કોઈ સુધારો તેના પતિમાં આવ્યો નહોતો. થોડા સમય બાદ પતિના શારીરિક માનસિક ત્રાસ અને મારપીટ કરવાના કારણે યુવતીએ નામદાર કોર્ટમાં તેના વિરુદ્ધ ભરણપોષણ માટે અરજી કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ ‘ડિફેન્સ એક્સપો’ની શરૂઆત

ગઈકાલે આ યુવતી રાત્રે બોડકદેવ ખાતે જીમમાંથી ઘરે જવા નીકળી ત્યારે બાજુમાં આવેલી દુકાને નાસ્તો કરવા જતી હતી. ત્યારે તેનો પતિ અચાનક આવ્યો અને તેના વાળ પકડી જમીન પર પાડી દઈ મારવા લાગ્યો હતો. બાદમાં યુવતીનો પતિ મારી નાખવાની ધમકી આપતો હતો તે દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ જતા તે ભાગી ગયો હતો. બાદમાં યુવતીને સારવાર અર્થે ખસેડાતા પોલીસને જાણ કરી હતી. સમગ્ર બાબતને લઈને વસ્ત્રાપુર પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત