Home /News /ahmedabad /અમદાવાદ: 'મારે હવે જીવવું નથી, હું મરી જઈશ,' પતિના મેસેજથી લાગી આવતા પત્નીએ ઝેરી દવા ગટગટાવી

અમદાવાદ: 'મારે હવે જીવવું નથી, હું મરી જઈશ,' પતિના મેસેજથી લાગી આવતા પત્નીએ ઝેરી દવા ગટગટાવી

પતિના મેસેજથી લાગી આવતા પત્નીએ ઝેરી દવા ગટગટાવી

Ahmedabad News: પતિ વિના હું પણ જીવીને શું કરીશ તેવો વિચાર કરીને પત્નીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

અમદાવાદ: વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને પતિએ પત્નીને મેસેજ કર્યો કે મારાથી લીધેલા રૂપિયાના હપ્તા અને ઊંચું વ્યાજ તેમ જ પેનલ્ટીઓ હું હવે ભરી શકું તેમ નથી અને હું કંટાળી ગયેલ છું, મારે હવે જીવવું નથી. હું મરી જઈશ ઘરે આવવાનો નથી, બાદમાં ફોન સ્વીચ ઓફ કરી દેતા પતિ વિના હું પણ જીવીને શું કરીશ તેવો વિચાર કરીને પત્નીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, છેલ્લા કેટલાક સમયથી તેના પતિનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી તેઓ સતત ટેન્શનમાં રહેતા હતા. આ દરમિયાન તેમનો સંપર્ક હકાભાઇ નામના એક વ્યક્તિ સાથે થયો હતો. જેમણે કહ્યું હતું કે, તારે પૈસાની જરૂર હોય તો મને જાણ કરજે અને વ્યાજથી તેને અપાવીશ. ફરિયાદીના પતિને ધંધામાં રોકાણ કરવું હોય તેમણે ઓળખીતા મુન્નાભાઈ મેહુલભાઈ અને અમિતભાઈ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જે ઊંચા વ્યાજે આપેલા નાણા માટે તેઓ પઠાણી ઉઘરાણી કરતા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: ગાંજાની લત બાદ ગાંજાનો વેપાર શરૂ કરનાર ઝડપાયો

એટલું જ નહીં, આરોપીઓએ ગાળાગાળી કરી અને પૈસા આપી દેજો નહીં તો જાનથી ખતમ કરી નાખીશું તેવી ધમકી આપી હતી. તેમજ કાનાભાઈએ જણાવ્યું હતું કે, તારી બહુચરાજી જવા લીધેલી ફોરવીલ ગાડી મારી પાસે છે. તેમાં ઇંગ્લિશ દારૂ ભરીને તને કેસમાં ફસાવી દઈશ. તારા મકાનના કાગળો લઈ આપી જજે તો તને બીજા પૈસા અપાવી દઈએ. બાકીના પૈસા દસેક દિવસમાં ભરી દેવા માટે જણાવ્યું હતું.

જેથી સતત ચિંતામાં રહેતા ફરિયાદીના પતિએ 10 સપ્ટેમ્બરે તેઓને મેસેજ કર્યો હતો અને કહ્યું હતું કે મારાથી લીધેલા રૂપિયાના હપ્તા અને ઊંચું વ્યાજ તેમ જ પેનલ્ટીઓ હું હવે ભરી શકું તેમ નથી અને હું કંટાળી ગયેલ છું. મારે હવે જીવવું નથી. હું મરી જઈશ. ઘરે આવવાનો નથી. બાદમાં ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જોકે, વ્યાજખોરોના ત્રાસથી તેના પતિ ઘરે આવ્યા ન હતા. આ બાબતો મનમાં લાગી આવતા પતિ વિના હું પણ જીવીને શું કરીશ તેવો વિચાર આવતા ફરિયાદીએ ઘરમાં પડેલ ઉંદર મારવાના પાવડરને ગ્લાસમાં લઈ ઓગાળીને પી ગઇ હતી. જોકે, તેમના સાસુ જોઈ જતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે હાલમાં ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन