અમદાવાદ : શહેરમાં (Ahmedabad rain) ભારે વરસાદ વરસતા ઓગણેજમાં નિર્માણાઘીન બિલ્ડીંગની દીવાલ (wall collapsed in Ahmedabad) ધસી પડી છે. જેમાં પાંચ શ્રમિકો દટાયા હતા. આ ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત લોકો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ પાંચ શ્રમિકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા છે. પાંચ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ લોકોના મોત નીપજ્યા છે. આ નિર્માણાઘીન બિલ્ડીંગની એક દીવાલ ઘરાશાયી થતા આ દૂર્ઘટના ઘટી છે.
ઘટનાસ્થળની તસવીર
શ્રમિકો વરસાદથી બચવા માટે દીવાલનો સહારો લીધો હતો. જે બાદ ધોધમાર વરસાદને કારણે આ દીવાલ ધરાશાયી થઇ હતી.
આ શ્રમિકોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
નોંધનીય છે કે, અમદાવાદમાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આંકડા પ્રમાણે, કલાકમાં સરેરાશ એક ઇંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં વરસાદી આંકડા પ્રમાણે સરેરાશ છેલ્લા બે કલાકમાં (સવારે 8થી 10 સુધીમાં) એક ઇંચ જેટલો વરસાદ વરસ્ચો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સરેરાશ સૌથી વધુ 40 એમએમ વરસાદ નોંધાયો છે. જેમાં ચાંદખેડા અને ઉસ્માનપુરામાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ટાગોર કન્ટ્રોલ અને રાણીપમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે સાયન્સ સિટીમાં 45 એમએમ, ચાંદલોડિયામાં 52 એમએમ વરસાદ નોંધાયો છે. પૂર્વ વિસ્તારની વાત કરીએ તો વિરાટનગરમાં પણ 41 એમએમ વરસાદ નોંધાયો છે. શહેરના ઉત્તર વિસ્તારોમાં મેમકોમાં 28 એમએમ વરસાદ નોંધાયો છે. જ્યારે મણિનગરમાં પણ 30 એમએમ વરસાદ નોંધાયો છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર