અમદાવાદઃ ગુરૂવારે સીએમ અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાંથી પસાર થવાના હોવાથી ટ્રાફિક પોલીસ બંદોબસ્તમાં હાજર હતી. તે સમયે રોડ બ્લોક કર્યો હોવાથી ત્યાં એક વાહનચાલક આવ્યો હતો. જેણે રોડ કેમ બંધ છે, તેમ પૂછતા પોલીસે તેને સીએમ પસાર થવાના છે તેવો જવાબ આપ્યો હતો. જેથી વાહનચાલકે બીજાને કેમ જવા દો છો, તેમ કહી ઘર્ષણ શરૂ કર્યુ હતું. બાદમાં આ વાહનચાલકે હું વકીલ છું, મારા પિતા એક્સ કોર્પોરેટર છે. મારૂં કોઇ કાંઇ ઉખાડી નહીં લે. તારા પીઆઇ પણ મને કંઇ કરી નહીં શકે, તેમ કહી ટ્રાફિક પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી. જેથી ટ્રાફિક પોલીસકર્મીએ કંટ્રોલમાં મેસેજ કરતાં જ વાડજ પોલીસ આવી હતી. વાડજ પોલીસે આ મામલે ટ્રાફિક પોલીસકર્મીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
શું છે સમગ્ર ઘટના?
શહેરના બી ડીવીઝન ટ્રાફિક પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા મહેશભાઇ ક્સતુરજી ગુરૂવારે સીએમના બંદોબસ્તમાં હતા. તેઓ વાડજ સ્મશાન આગળ રિવરફ્રન્ટ ખાતે બંદોબસ્તમાં હાજર હતા. ત્યારે તેઓ ત્યાં ટ્રાફિક નિયમન કરતા હતા ત્યારે એક ભાઇ એક્ટિવા લઇને ત્યાં આવ્યો હતો. જેણે આ ટ્રાફિક પોલીસકર્મીને રસ્તો કેમ બંધ છે તેવું પૂછતા ટ્રાફિક પોલીસે સીએમ નીકળવાના હોવાથી બંદોબસ્ત ચાલુ હોવાથી રસ્તો બંધ છે, તેમ કહી તેને બીજા રસ્તેથી જવાનું કહ્યું હતું. બસ આ જ વાતને લઇને વાહનચાલકે બીજા લોકોને કેમ જવા દો છો, કહીને બોલાચાલી કરવા લાગ્યા હતા. બાદમાં હું વકીલ છું, મારા પિતા એક્સ કોર્પોરેટર છે. મારૂં કોઇ કાંઇ ઉખાડી નહીં લે. તારા પીઆઇ પણ મને કંઇ કરી નહીં શકે, તેમ કહી ટ્રાફિક પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી.
સમજાવ્યા બાદ પણ વાહનચાલક ફરજમાં દખલગીરી કરતો રહ્યો
ટ્રાફિક પોલીસે આ વાહન ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ ન્રુપ બોડકીયા જણાવ્યું હતું. ટ્રાફિક પોલીસે ઘણું સમજાવ્યા બાદ પણ આ વાહનચાલક ફરજમાં દખલગીરી કરતો હોવાથી ટ્રાફિક પોલીસકર્મીએ કંટ્રોલ મેસેજ કરતા વાડજ પોલીસ આવી પહોંચી હતી. વાડજ પોલીસે આ મામલે ટ્રાફિક પોલીસ કર્મીની ફરિયાદ નોંધી ફરજમાં રૂકાવટ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.