Home /News /ahmedabad /અમદાવાદ: મતદાન જાગૃતિ અભિયાન ફળ્યું, અભિયાનને મળ્યું ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

અમદાવાદ: મતદાન જાગૃતિ અભિયાન ફળ્યું, અભિયાનને મળ્યું ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

આ અભિયાનને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે

Voting awareness campaign: અમદાવાદ કલેક્ટર કચેરી અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરાયેલા સિગ્નેચર કેમ્પેઈનમાં 3 લાખ 50 હજારથી વધુ લોકો જોડાયા

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ લોકશાહીના આ અવસરમાં હુ અચુક મતદાન કરીશ અંતર્ગત યોજાયેલા સિગ્નેચર કેમ્પેઈન ફળ્યું છે. આ અભિયાનને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. અમદાવાદની દરેક જાહેર જગ્યાઓ પર અમદાવાદ કલેક્ટર કચેરી અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરાયેલા સિગ્નેચર કેમ્પેઈનમાં 3 લાખ 50 હજારથી વધુ લોકો જોડાતા આ રેકોર્ડ સર્જાયો છે.

મતદાન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઈનનો રેકોર્ડ સર્જાયો

રાજ્યમાં આગામી ડિસમ્બરમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા સિસ્ટેમેટિક વોટર્સ અવેરનેસ કેમ્પેઈન અંતર્ગત મતદાન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઈનનો રેકોર્ડ સર્જાયો છે. અમદાવાદ કલેક્ટર ધવલ પટેલ અને ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. હિમાંશુ પંડ્યાના નામે આ રેકોર્ડ જાહેર કરાયો છે. આ સિગ્નેચર કેમ્પેઈન અંતર્ગત રાણીપ એસટી બસ સ્ટેન્ડ, મોલ, કાલુપર રેલ્વે સ્ટેશન, ગુરુકુળ મેટ્ર્રો સ્ટેશન, કાંકરિયા લેક, અટલબ્રિજ, રિવરફ્રન્ટ, ગુજરાત યુનિવર્સિટી, વહીવટી કચેરી અને અનુસ્નાતક ભવનો યુનિવર્સિટી ગ્રંથાલય, જિલ્લા કલેકટર વહીવટીય કચેરી અમદાવાદ, જિલ્લા શિક્ષણા અધિકારી કચેરી, વિવિધ શાળાઓ, કોલેજો સહિતની સંસ્થાઓમાં આ મહાઅભિયાન ચલાવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: વિરમગામ બેઠક બની વધુ રસપ્રદ: હાર્દિક હાર્દિક v/s હાર્દિક વચ્ચે ખરાખરીનો જંગ

200 યુવાનોની અદભુત કામગીરી

આ કામગીરીમાં યુથ નોડલ ઓફિસર ડો.યોગેશ પારેખના સંકલનમાં 200 યુવાનો 150 સ્ટેન્ડીઓ સાથે સમગ્ર અમદાવાદમાં યુવા મતદારો સાથે નાગરિકોને પણ આવરી લીધા હતા. આ અભિયાન અંતર્ગત ગત 7 નવેમ્બરના રોજ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ માટે અરજી કરવામાં આવી હતી. જે દિવસે સિગ્નેચર કેમ્પેઈન ચાલી રહ્યું હતું, તે દિવસે 10 ટીમ નિર્ણાયકોની દરેક જગ્યાએ નિરીક્ષણ કરી રહી હતી. સિગ્નેચર કેમ્પેઈનના બીજા દિવસે એક લિંક મોકલી તેના પર 6 અલગ-અલગ પ્રકારના દસ્તાવેજ અપલોડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ બે દિવસ આ દસ્તાવેજોનું વેરિફીકેશન કરાયા બાદ 18 નવેમ્બરના રોજ સાંજે રેકોર્ડ ડિક્લેર કરવામાં આવ્યો હતો. ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડની ઈમેલથી રેકોર્ડ થયાની જાણકારી આપવામાં આવી છે. જેનું સર્ટીફીકેશન આગામી સપ્તાહમાં આપવામાં આવશે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Gujarat Assembly Election 2022

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन