Home /News /ahmedabad /અમદાવાદ: હત્યાની કોશિશનો વીડીયો વાયરલ, પતંગ લેવા નીચે ઉતરેલા યુવક પર તૂટી પડ્યા

અમદાવાદ: હત્યાની કોશિશનો વીડીયો વાયરલ, પતંગ લેવા નીચે ઉતરેલા યુવક પર તૂટી પડ્યા

વીડિયો વાયરલ થતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી

Ahmedabad Crime: મેઘાણીનગર વિસ્તારમાં હત્યાની કોશિશનો વીડિયો થયો વાયરલ, રૂપિયાની લેતીદેતી મામલે બન્યો બનાવ

અમદાવાદ: શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક બનાવવાનો વીડિયો વાયરલ થતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. આ બનાવ 14 જાન્યુઆરીના રોજનું હોવાનું સામે આવ્યું છે. ત્રણ જેટલા લોકો એક યુવકને ક્રૂરતાપૂર્વક માર મારી રહ્યા હતા. આરોપીઓ દ્વારા પહેલા યુવક ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ તેને ઢોર માર મારવામાં આવ્યો હતો.

રૂપિયાને લઈ માથાકૂટ ચાલી રહી હતી

આ ઘટનામાં ઘાયલ યુવકને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે ઘટનાની ગંભીરતા જોઈને તાત્કાલિક ધોરણે આઇપીસીની 307 સહિત અન્ય કલમો લગાવી ફરિયાદ દાખલ કરી છે. આ મામલે પોલીસે ત્રણ લોકોને પકડી પાડ્યા છે. જેમાંથી એક કિશોર હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અને ભોગ બનનાર વચ્ચે રૂપિયાને લઈ માથાકૂટ ચાલી રહી હતી.


આ પણ વાંચો: ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરનારા ચેતજો

મળતી માહિતી પ્રમાણે, ભોગ બનનાર આકાશે પોતાનું વાહન એક મહિના પહેલા આરોપીને ચલાવવા માટે આપેલું પરંતુ આરોપીએ વાહનને નુકસાન પહોંચાડ્યું હતું. તે વાહનના નુકસાન પેટે રૂપિયાની માંગણી કરી હતી. રૂપિયાની માંગણી કરી ત્યારે બન્ને વચ્ચે બબાલ થઇ હતી પરંતુ આકાશના મિત્રે વચ્ચે પડીને બબાલને શાંત કરાવી હતી.

પતંગ લેવા માટે નીચે ઉતર્યો ને આરોપીઓ તૂટી પડ્યા

જોકે, 14 જાન્યુઆરીના રોજ ફરિયાદી પોતાના મિત્રો સાથે પતંગ ઉડાવવા માટે ગયો હતો અને પતંગ લેવા માટે નીચે આવ્યો ત્યારે આરોપીઓએ ભેગા મળીને આકાશની ઉપર છરી વડે હુમલો કરીને તેને ખૂબ માર માર્યો હતો. જેનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઇ હતી. ન્યૂઝ18 ગુજરાતી વીડિયોની પુષ્ટી કરતું નથી. મહત્વનું છે કે, મેઘાણીનગર પોલીસ દ્વારા તાત્કાલિક ઘટનાની નોંધ લઈને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને જેમાં 2 આરોપીઓ જેલમાં તો એક આરોપી રિમાન્ડ હોમમાં હોવાનુ સામે આવ્યું છે. જોકે, આ વીડિયો સામે આવતા એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે આરોપીઓને હવે કોઈ બીક ના હોય તેવું લાગી રહ્યું છે. આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन