Home /News /ahmedabad /અમદાવાદ: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં વાહન પાર્કિંગની નહીં રહે સમસ્યા, જાણો આયોજન

અમદાવાદ: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં વાહન પાર્કિંગની નહીં રહે સમસ્યા, જાણો આયોજન

બીએપીએસના સ્વયંસેવકો દ્વારા વાહન પાર્કિંગની અદભૂત વ્યવસ્થા કરવામાં આવી છે.

Pramukh Swami Shatabdi Mohotsav: મહોત્સવમાં આવનારા લોકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને જ બીએપીએસના સ્વયંસેવકો દ્વારા વાહન પાર્કિંગની અદભૂત વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદ: બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા આગામી 14 ડિસેમ્બરથી યોજનારા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ શરુ થવા જઈ રહ્યો છે. એક મહિના સુધી ચાલનારા મહોત્સવમાં લાખો હરિભક્તો ઉમટવાના છે, ત્યારે સૌથી મોટો સવાલ એ થાય કે મહોત્સવમાં વાહન પાર્કિંગની વ્યવસ્થા કેવી હશે? મહોત્સવમાં આવનારા લોકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને જ બીએપીએસના સ્વયંસેવકો દ્વારા વાહન પાર્કિંગની અદભૂત વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે આવનારા લોકોને કોઈ પણ પ્રકારની અગવડ નહીં પડે.

વાહન પાર્કિંગ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ વસુલવામાં નહીં આવે

અમદાવાદના એસપી રીંગ રોડ પર 600 એકરમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને લઈને સ્વામીનારાયણનગર તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્વામીનારાયણનગરમાં પ્રવેશ માટે સાત પ્રવેશ દ્વાર બનાવામાં આવ્યા છે. જેમાં એક મુખ્ય પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે. જેનું નામ સંત દ્વાર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મુખ્ય પ્રવેશ દ્વારની બંને બાજુએ ત્રણ-ત્રણ પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યા છે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આવનારા લોકો માટે દરેક પ્રવેશ દ્વાર પાસે વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વાહન પાર્કિંગ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ વસુલવામાં નહીં આવે.

એટલું જ નહીં, મહોત્સવમાં તૈયાર કરાયેલા અલગ-અલગ પ્રદર્શન નીહાળવા માટે પણ કોઈપણ પ્રકારનો ચાર્જ રાખવામાં આવ્યો નથી. મહોત્સવમાં રાખવામાં આવેલ દરેક વસ્તુમાં કોઈને કોઈ મેસેજ આપવામાં આવ્યો છે. એટલે કે આ મહોત્સવમાં આવનારા લોકો મહોત્સવમાં આવીને કોઈને કોઈ પ્રેરણા લઈને જાય તે જ એક ઉદેશ આ મહોત્સવનો છે.

આ પણ વાંચો: ગુજરાતીઓ સાચવજો: આવતા પાંચ દિવસ કાતિલ ઠંડી સાથે અનેક વિસ્તારોમાં થશે માવઠું

1100થી વધુ સુશિક્ષિત સંતો, 70 હજાર સ્વયંસેવકો આપી રહ્યાં છે સેવા

મહત્વનું છે કે, બીએપીએસ સંસ્થા દ્વારા છેલ્લા એક વર્ષથી આ મહોત્સવને લઈને તૈયારીઓ ચાલી રહી હતી. આ મહોત્સવમાં 1100થી વધુ સુશિક્ષિત સંતો, 70 હજાર સ્વયંસેવકો રાત દિવસ સેવા આપી રહ્યાં છે. ત્યારે આ મહોત્સવ માટે 45 જેટલા વિભાગ દ્વારા આ મહોત્સવને સફળ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Gujarat News

विज्ञापन
विज्ञापन