Home /News /ahmedabad /

Live Video: અમદાવાદમાં પડ્યો હતો 15 ફૂટનો મસમોટો ભૂવો, આ અંગે મ્યુનિસિપલ કમિશનરે શું કહ્યુ?

Live Video: અમદાવાદમાં પડ્યો હતો 15 ફૂટનો મસમોટો ભૂવો, આ અંગે મ્યુનિસિપલ કમિશનરે શું કહ્યુ?

જુઓ લાઇવ વીડિચો

Ahmedabad viral news: 15 ફૂટ ઊંડો આ ભૂવો પડતા વાહનચાલકોની મુશ્કેલી વધી છે. લોકોમાં ભય ફેલાયો છે કે, જો વાહન ચલાવતા અચાનક ભૂવો પડી જાય તો જીવનું જોખમ નડી શકે છે.

    અમદાવાદ : શહેરમાં રવિવારે ધોધમાર વરસેલા વરસાદ (Ahmedabad rain) બાદ અનેકવાર રસ્તાઓ પર ભૂવા (pits on road) પડતા આપણે જોયા છે. પરંતુ આ વખતે વસ્ત્રાલમાં (Vastral pit live video) મસમોટો ભૂવો પડ્યો છે.

    શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં મેટ્રોના 129 નંબરના પીલર પાસે મોટો ભૂવો પડ્યો છે. 15 ફૂટ ઊંડો આ ભૂવો પડતા વાહનચાલકોની મુશ્કેલી વધી છે. લોકોમાં ભય ફેલાયો છે કે, જો વાહન ચલાવતા અચાનક ભૂવો પડી જાય તો જીવનું જોખમ નડી શકે છે. હાલ આ ભુવો પડ્યો તેનો વીડિયો સામે આવ્યો છે. જે જોઇને તમે અવાક થઇ જશો.



    આ અંગે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર, લોચન સેહરાએ જણાવ્યુ હતુ કે, આજે અમે જે પણ કંપનીઓ કામ કરી રહી છે તેમને સૂચના આપી દેવામાં આવી છે કે, ડબલ શિફ્ટમાં પણ કામ કરીને કામ પુરૂં કરે. ભાર વરસાદ થાય તો કોઇપણ પ્રકારનું નુકસાન થઇ શકે છે.એટલે અત્યારે અમારી પ્રાથમિક જવાબદારી સમારકામ કરવાની છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Viral videos, અમદાવાદ, ગુજરાત, હવામાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन