Home /News /ahmedabad /અમદાવાદ: GTUના 6 મહિલા સ્ટાર્ટઅપ્સની અનોખી સિદ્ધિ, વર્ષમાં 6.69 કરોડનું ટર્નઓવર

અમદાવાદ: GTUના 6 મહિલા સ્ટાર્ટઅપ્સની અનોખી સિદ્ધિ, વર્ષમાં 6.69 કરોડનું ટર્નઓવર

અમદાવાદ GTUના 6 મહિલા સ્ટાર્ટઅપ્સની અનોખી સિદ્ધિ

Women Startups of GTU: નીતિ આયોગના “75 વુમન એન્ટરપ્રિન્યોશીપ ઑફ ઈન્ડિયા” બુકમાં જીટીયુના 6 મહિલા સ્ટાર્ટઅપકર્તાને સ્થાન

અમદાવાદ: અટલ ઈનોવેશન મીશન અને નીતિ આયોગ દ્વારા દેશભરમાંથી ઉદ્યોગ સાહસિકતાના ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર 75 મહિલના સ્ટાર્ટઅપકર્તાઓને '75 વુમન એન્ટરપ્રિન્યોર્સીપ ઑફ ઈન્ડિયા' પુસ્તકમાં સ્થાન આપ્યું છે. જેમાં રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના 6 સ્ટાર્ટઅપ્સને પણ સ્થાન મળ્યું છે. આ સ્ટાર્ટઅપકર્તાઓએ 30થી વધુ લોકોને રોજગારી આપી, નાણાકીય વર્ષ 2021-22માં 6 કરોડ 69 લાખનું ટર્નઓવર કર્યાની સિદ્ધિ પણ મેળવી છે.

2021-22માં 6 કરોડ 69 લાખનું ટર્નઓવર

જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું કે, વર્તમાન સમયમાં ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રે મહિલાઓ પણ પુરૂષ સમોવડી છે. મહિલાઓ નોકરીકર્તાની જગ્યાઓ નોકરીદાતા બનેલ છે. જીટીયુ આ પ્રકરના સ્ટાર્ટઅપકર્તાને તેના આઈડિયાથી લઈને ઈનોવેશન અને પેટન્ટ સુધીના તમામ સ્તરે મદદરૂપ થાય છે. જીટીયુ સાથે સંકળાયેલા 6 સ્ટાર્ટઅપકર્તાએ 30થી વધુ લોકોને રોજગારી આપી છે. જ્યારે નાણાકિય વર્ષ 2021-22માં 6 કરોડ 69 લાખનું ટર્નઓવર કરીને સ્ટાર્ટઅપકર્તા તરીકે આર્થિક ઉપાર્જન સહિત નોકરીદાતા તરીકે પ્રસ્થાપિત થયેલ છે.

આ પણ વાંચો: ક્રાઈમ પેટ્રોલમાં આવતા કિસ્સાની જેમ ખોવાઈ જઈશ: પતિએ આપી પત્નીને ધમકી

હેલ્થકેર સેક્ટરના આ 6 પ્રોડક્ટ્સ વિવિધ સ્તરે કાર્યરત છે

હેલ્થકેર સેક્ટરના આ 6 પ્રોડક્ટ્સ વિવિધ સ્તરે કાર્યરત છે. જેમાં વાયજેન હેલ્થકેરના સ્ટાર્ટઅપકર્તા ડૉ. નૈના શ્રીવાસ્તવ દ્વારા હેલ્થકેર ડાયગ્નોસ્ટીક કિટનું ઉત્પાદન કરવામાં આવેલ છે. જે માઈક્રોડિસિસ અને થેલેસેમિયા જેવા રોગના નિદાન માટે ઉપયોગી નિવડે છે.  હેમાલી સંઘાનીના થર્મોસેન્સ સ્ટાર્ટઅપ દ્વારા ફેબ્રિક્સમાં નેનો ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઉત્તમ પ્રકારના માસ્ક, મોજા, કપડાં વગેરેનું નિર્માણ કર્યું છે. કોઈપણ પ્રકારના વાઈરસથી સંક્રમિત થતાં આ ફેબ્રિક્સ અટકાવે છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરતી અને શરીરમાં તમામ પ્રકારના વાઈરસના ઈન્ફેક્શનને અટકાવતી હાથલીયા થોરના ફળમાંથી હેમ્પોઈન નામની દવાનું નિર્માણ કરનાર સ્પેરો હેલ્થકેર સ્ટાર્ટઅપના હેતલ ચૌહાણને પણ આ પુસ્તકમાં સ્થાન મળ્યું છે.

આ પ્લેટફોર્મ પર 50,000થી વધુ હેલ્થકેર પ્રોફેશનલ્સ સંકળાયેલા છે

કિંજલ વાઘેલાએ સે-ડોક હેલ્થકેર નામના પોર્ટલનું નિર્માણ કર્યું છે. આ પ્લેટફોર્મ પર 50,000થી વધુ હેલ્થકેર પ્રોફેશનલ્સ સંકળાયેલા છે. જે પેશન્ટ માટે ઓનલાઈન અપોઈમેન્ટથી લઈને તમામ પ્રકારની સ્વાસ્થ્ય સંબધિત સેવા પૂરી પાડે છે. આર્ટીફિશ્યલ ઈન્ટીલિજન્સ અને મશીન લર્નિગ જેવી અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પ્રોવિવા સ્ટાર્ટઅપના રોહિણી વસંત દ્વારા તમામ પ્રકારના ખાદ્યપદાર્થો અને કોસ્મેટીક્સ પ્રોડક્ટ્સ ખરેખર ઓર્ગેનિક છે કે નહીં, તેનું પરીક્ષણ કરી આપે છે. પોલિમરાઈઝ ચેઈન રીએક્શન ટેક્નોલોજી દ્વારા ગાયના દૂધમાં રહેલા વિવિધ પ્રોટ્રીન , વિટામિન તેમજ ગુણવત્તાયુક્ત દૂધ મળે છે કે નહીં, તે સંદર્ભે મનોરમા એગ્રોબાયોટેકના સ્ટાર્ટઅપકર્તા અનામિકા શર્માએ ટેસ્ટની મેથડ વિકસાવી છે. જેનાથી પશુપાલકોને પણ આર્થિક રીતે સવિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, GTU Exam, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन