Home /News /ahmedabad /

અમદાવાદની શાળાની અનોખી પહેલ : રસ્તા પર ધૂળ ખાતી રણીધણી વગરની કારના માલિકોને શોધશે

અમદાવાદની શાળાની અનોખી પહેલ : રસ્તા પર ધૂળ ખાતી રણીધણી વગરની કારના માલિકોને શોધશે

આ અભિયાનને ‘Spot Abandoned Cars’ નામ આપવામાં આવ્યું છે.

Ahmedabad News : રસ્તા પર પડેલા અનામી વાહનોની પૂરી વિગતો ભેગી કરીને સરકારના વિવિધ વિભાગોને મોકલાવામાં આવશે. આ અભિયાનને ‘Spot Abandoned Cars’ નામ આપવામાં આવ્યું છે.

અમદાવાદ: શહેરના (Ahmedabad) રસ્તા અને કોમર્શિયલ સ્થળોએ રણીધણી વગરની ગાડીઓ નજરે પડવી સામાન્ય છે. આવા વાહનો દૂરથી જ ઓળખાઈ જાય છે જે ધૂળ, ગંદકી, કચરાના ઢગ વચ્ચે પડેલી હોય છે. આવી અનામી ગાડીઓ પાર્કિંગની જગ્યા રોકે છે, બિનજરૂરી અડચણ ઊભી કરે છે અને જાહેર જગ્યાઓને ઉકરડામાં ફેરવી દે છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી (Ahmedabad Traffic) થાય અને પાર્કિંગ માટે પૂરતી જગ્યા મળી રહે તે ઉદ્દેશ્યથી ઉદગમ ગ્રુપ ઓફ સ્કૂલે એક અનોખું અભિયાન શરૂ કર્યું છે. જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આવી રણીધણી વિનાની ધૂળ ખાતી ગાડીઓની ઓળખ કરશે અને તેના ફોટો તથા લોકેશન મોકલી શકશે. આ અભિયાનને ‘Spot Abandoned Cars’ નામ આપવામાં આવ્યું છે.

આ અભિયાન અંગે ઉદગમ ગ્રુપ ઓફ સ્કૂલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું કે આપણે જોયું હશે કે મુખ્ય સ્થળોએ આવા મૂકી દેવાયેલા વાહનો ઘણી જગ્યા રોકતા હોય છે. જેના લીધે સામાન્ય લોકોને પાર્કિંગની સમસ્યાઓ નડે છે. આવા કેટલાક વાહનો તો તેમના પોતાના જ વિસ્તારોમાં ધૂળ ખાતા પડી રહ્યા હોય છે.

આ પણ વાંચો - ગુજરાત ATSને મોટી સફળતા! દાઉદના સાગરિતો અને મુંબઇ બ્લાસ્ટના આરોપીઓ અમદાવાદ પાસેથી ઝડપાયા

આ અભિયાનથી આખા શહેરમાં આવા રણીધણી વગરના વાહનોનું લિસ્ટ બનાવવામાં મદદ મળશે. અભિયાનના અંતે અમારી પાસે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા મોકલાયેલા આવા અનામી વાહનોની પૂરી વિગતો હશે જે સરકારના વિવિધ વિભાગોને મોકલાવામાં આવશે.  તેમને વિનંતી કરવામા આવશે કે પાર્કિંગની જગ્યા ખાલી કરવા માટે તેઓ જરૂરી પગલાં લે. આ પહેલના સફળ અમલીકરણ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ મદદ કરે તે જરૂરી છે. આ પ્રકારના અભિયાનથી શહેરમાં ધૂળ ખાતા અનામી વાહનોની ઓળખ કરવાના સરકારના પ્રયાસો સરળ બનશે.

આ અભિયાનને ‘Spot Abandoned Cars’ નામ આપવામાં આવ્યું છે.


અભિયાન આ રીતે ચાલશે.

1. અમદાવાદના કોઈપણ વિસ્તારનો સર્વે કરો, પછી તે રહેણાંક સોસાયટીઓ હોય કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય

2. ધૂળ ખાતી અનામી ગાડીઓ કે વાહનો ઓળખી કાઢો.

3. આવા ગાડીઓ કે વાહનોના ફોટો લો (તમે જ્યારે ફોટો પાડતા હોવ ત્યારે તમારા ફોનમાં લોકેશન ફિચર ઓન હોય તેનું ધ્યાન રાખશો)

4. આ ફોટો અહીં આપેલી લિંક પર મોકલવા (https://www.surveymonkey.com/r/detailsofabandonedcars)

પર મોકલી આપો. વાલીઓ ટ્વિટર પર  #ScrapAbandonedCars હેશટેગ સાથે પણ આ ફોટો મૂકી શકશે તેવું જણાવવામાં આવ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, ટ્રાફિક

આગામી સમાચાર