Home /News /ahmedabad /અમદાવાદ: હૃદયના દાનથી ખેડૂત યુવાનને મળ્યું નવજીવન, સાત વર્ષની ગંભીર બીમારીમાંથી મળ્યો છૂટકારો

અમદાવાદ: હૃદયના દાનથી ખેડૂત યુવાનને મળ્યું નવજીવન, સાત વર્ષની ગંભીર બીમારીમાંથી મળ્યો છૂટકારો

યુ.એન. મહેતા હોસ્પિટલમાં યુવકનું હૃદય પ્રત્યારોપણ થયું.

Organ Donation in Ahmedabad: ખેતમજૂરી કરીને જીવન ગુજરાન ચલાવતા આ યુવકના પરિવાર માટે હૃદયનું પ્રત્યારોપણ અશક્ય હતું. પરંતુ યુ.એન. મહેતા હોસ્પિટલમાં યુવકનું હૃદય પ્રત્યારોપણ થયું.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: ખેતમજૂરી કરતા વ્યક્તિનું હૃદય બંધ થવાની કગાર પર હતું, હૃદયને ઘબકતું રાખવા સાત વર્ષથી સંધર્ષ કરતા આ વ્યક્તિને અનેક વખત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. શ્વાસ રૂંધાવો, વારંવાર બેચેની થવી જેવી સમસ્યાઓ જીવનનો નિત્યક્રમ બની ગઇ હોય. આવી સમસ્યામાંથી પસાર થતો ગરીબ વ્યક્તિ પ્રભુને ફક્ત આટલી જ પ્રાર્થના કરે : “પ્રભુ મને તારા શરણોમાં લઇ લે”હૃદયની અતિગંભીર સમસ્યા કે જેમાં પ્રત્યારોપણ જ એક માત્ર વિકલ્પ હોય.  આ પ્રત્યારોપણની  સારવાર ગરીબ પરીવાર માટે તો સ્વપ્ન સમી જ હતી. ભાવનગરના ડોડિયા પરિવારનો ૨૯ વર્ષનો દીકરો આ તમામ સમસ્યામાંથી સાત વર્ષથી પસાર થઇ રહ્યો હતો અને વધુ જીવવાની આશા ગુમાવી ચૂક્યો હતો.

આ યુવાનને સિવિલ હોસ્પિટલમાંથી ૪૦ વર્ષના રાજુભાઇ ડાભીનું હૃદય અંગદાનમાં મળ્યું. યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ ૨૯ વર્ષીય યુવક દર્દીમાં આ અંગદાનમાં મળેલા હૃદયને પ્રત્યારોપણ કરવામાં આવ્યું. પ્રત્યારોપણ સફળ રહ્યું અને યુવકને નવજીવન મળ્યું.અત્યાર સુધી સમાજમાં એવી માનસિકતા હતી કે, માલેતુજાર લોકોની પીડા દૂર કરવા માટે જ હૃદય પ્રત્યારોપણ છે. ખાનગી હોસ્પિટલમાં આશરે ૨૫થી ૩૦ લાખની માતબર રકમના ખર્ચે થતું હૃદય ટ્રાન્સપ્લાન્ટ ધનિક લોકો જ કરાવી શકતા હોય છે. પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત સિવિલ મેડિસિટીની યુ.એન. મહેતા હોસ્પિટલમાં  હ્રદયના પ્રત્યારોપણ જેવા મોટા ઓપરેશન પણ શક્ય બન્યા છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી મોરબી પીડિત પરિવારોને મળશે

સિવિલ મેડિસિટીમાં હૃદયનું પ્રત્યારોપણ શરૂ થતા રાજ્યના હજારો ગરીબ પરિવારો કે જેમાંથી કેટલાક દર્દીઓને હૃદયની ગંભીર સમસ્યા હોય, જેમના માટે હૃદયના પ્રત્યારોપણ સિવાય અન્ય કોઇ વિકલ્પ ન હોય, તેવા દર્દીઓ માટે તો આશાનો સૂરજ ઉગ્યો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઇ કાલે ૯૪મું અંગદાન થયું. ખેડા જિલ્લાના ૪૨ વર્ષીય રાજુભાઇ ડાભીને માથાના ભાગમાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. ગંભીર આંતરિક ઈજાઓને લીધે તેઓ બ્રેઇનડેડ થયા હતા. તેમના પરિવારજનોએ રાજુભાઇનાં અંગોના દાન થકી અન્ય જરૂરિયાતમંદને નવજીવન આપવાનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો: ઝૂલતા પુલ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ

બ્રેઇનડેડ રાજુભાઇના અંગદાનમાં હૃદયનું દાન મળ્યું. જેણે સિવિલ મેડિસિટીની જ યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ ભાવનગરના ૨૯ વર્ષીય યુવકમાં સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. જે દર્દીમાં હૃદય પ્રત્યારોપણ કરવામાં આવ્યું, તે દર્દીને ૭ વર્ષથી DCMP નામની હૃદય સંબંધિત ગંભીર બીમારી હતી. જેના કારણે તેમને વારંવાર શ્વાસ ચઢવો, બેચેની થવી, ભૂખ ન લાગવી, ઉબકા આવવા, ખાંસી આવવી જેવી તકલીફોનો સામનો કરવો પડતો હતો.
" isDesktop="true" id="1276584" >

ખેતમજૂરી કરીને જીવન ગુજરાન ચલાવતા આ યુવકના પરિવાર માટે હૃદયનું પ્રત્યારોપણ અશક્ય હતું. પરંતુ રાજ્ય સરકાર સંચાલિત યુ.એન. મહેતા હોસ્પિટલમાં યુવકનું હૃદય પ્રત્યારોપણ થયું.તબીબોના મતે હાલ પ્રત્યારોપણ બાદ દર્દીની હાલત સ્થિર છે. અને થોડા જ દિવસોમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે. અત્રે નોંધનીય વાત એ છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જોયેલા મેડિસિટીના સ્વપ્નના ફળ આજે મળતા થયાં છે. જેના પરિણામે એક જ કેમ્પસમાં ૧૦૦ મીટરથી પણ ઓછા અંતરે અંગદાન અને પ્રત્યારોપણ શક્ય બન્યું છે. સિવિલ હોસ્પિટલમાં થયેલ ૯૪ અંગદાનમાંથી અત્યાર સુધીમાં એક વર્ષમાં ૨૫ હૃદયનું દાન મળ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Organ donation, અમદાવાદ, ગુજરાત

विज्ञापन
विज्ञापन