અમદાવાદ: હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ સંપૂર્ણપણે સ્વસ્થ થઇને દર્દી સ્વગૃહે પરત થયા છે. તાજેતરમાં જ 27મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ સિવિલ મેડિસીટીની યુ.એન.મહેતા હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતુ. અમદાવાદ સિવિલ હોસ્પિટલના 92માં અંગદાનમાં મળેલા હ્રદયનું ગાંધીનગરના 16 વર્ષીય યુવકમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતુ. હ્રદયના પ્રત્યારોપણ બાદ અંદાજીત 16 દિવસ દેખરેખ હેઠળ રહ્યાં બાદ આજરોજ યુ.એન. મહેતા હોસ્પિટલથી આ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતુ. આ યુવક જન્મથી જ ARVDની બીમારીથી પીડાઇ રહ્યો હતો અને છેલ્લા એક વર્ષથી યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો.
સફળતાપૂર્વકના હદય પ્રત્યારોપણ પછી દર્દીને માત્ર આઠ કલાકમાં વેન્ટીલેટર તથા અન્ય સર્પોર્ટ સીસ્ટમથી દુર કરવામાં આવ્યા હતા. ઓપરેશનમાં બે દિવસ પછી દર્દી પોતે પોતાની રીતે સ્વતંત્ર હરી-ફરી શકતા હતા તથા અન્ય દીનચર્ચા જાતે કરતા હતા. આ દરમ્યાન દર્દીને જરુરી સમતોલ આહાર તથા દવાઓનું વિશેષ ધ્યાન આપવામાં આવ્યુ હતું.
હ્રદય પ્રત્યારોપણ થયાના દસ દિવસ પછી નિદાનના ભાગરુપે એન્ડોમાયોકાર્ડિયલ બાયોપ્સી, ઇકો, તથા અન્ય તપાસ કરવામાં આવી હતી. જેના પરિણામ સંતોષકારક જણાયેલા હતા. યુ.એન. મહેતા હોસ્પિટલ દ્વારા યુવકના ઘરની પત્યક્ષ મુલાકાત કરીને યુવક તથા સંબંધીઓને ઘરે રાખવાનીએ કાળજી જેવી કે, નિયમિત દવા લેવી, સમતોલ આહાર લેવો, સ્વચ્છતા જાળવવે, નિયમિતપણે બતાવવા આવવું તથા ઇમરજન્સી જણાય તો જરુરી સંપર્ક વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હાલમાં આ યુવક ઓપેરેશના ત્રણ અઠવાડીયા પછી સંપૂર્ણપણે શારીરિક તથા માનસિક રીતે સ્વસ્થ છે તથા રજા આપી શકાય એવી પરિસ્થિતિમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હ્રદય પ્રત્યારોપણ પછી દર્દીને માત્ર આઠ કલાકમાં વેન્ટીલેટર તથા અન્ય સપોર્ટ સિસ્ટમથી દૂર કરવામાં આવ્યા હતા. ઓપરેશનમાં બે દિવસ પછી દર્દી પોતાની રીતે સ્વતંત્રપણે હરી-ફરી શકતા હતા તેમજ અન્ય દીનચર્યા જાતે કરી શકતા હતા. આ દરમિયાન દર્દીને જરૂરી સમતોલ આહાર તથા દવાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતુ. આ તમામ સારવાર-શુશ્રુષા બાદ દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ જણાઇ આવતા દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે.