અમદાવાદઃ બાવળામાં ગાડીનું ટાયર ફાટતાં અકસ્માતમાં 2 વિદ્યાર્થીનાં ઘટનાસ્થળે મોત

News18 Gujarati
Updated: March 13, 2018, 7:24 PM IST
અમદાવાદઃ બાવળામાં ગાડીનું ટાયર ફાટતાં અકસ્માતમાં 2 વિદ્યાર્થીનાં ઘટનાસ્થળે મોત
અમદાવાદઃ બાવળામાં ગાડીનું ટાયર ફાટતાં અકસ્માતમાં 2 વિદ્યાર્થીનાં ઘટનાસ્થળે મોત.
News18 Gujarati
Updated: March 13, 2018, 7:24 PM IST
અમદાવાદઃ બાવળાના રામનગર પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રસ્તા પરથી પસાર થઈ રહેલી ગાડીનું ટાયર અચાનક ફાટતાં વૃક્ષ નીચે બેઠેલા બે વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ઇજા પામેલા બંને વિદ્યાર્થીનાં ઘટનાસ્થળે મોત થયાં છે.

મળતી વધુ વિગત મુજબ, અમદાવાદના બાવળાના રામનગર પાટિયા પાસેથી પૂરપાટ પસાર થઈ રહેલી ગાડીનું ટાયર ફાટતાં સામે બાજુ વૃક્ષ નીચે નાસ્તો કરી રહેલા બે વિદ્યાર્થીઓને અડફેટે લીધી હતા. ગાડીની ટકકરથી બંને વિદ્યાર્થીઓનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. બન્ને વિદ્યાર્થીઓ ITIમાં અભ્યાસ કરતા હતા. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળીની કાર્યવાહી કરી રહી છે
First published: March 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर