Home /News /ahmedabad /અમદાવાદની આ બે પ્રખ્યાત રેસ્ટોરન્ટનાં માલિકો કરે છે ન કરવાના કામ, વાંચવા જેવો કિસ્સો

અમદાવાદની આ બે પ્રખ્યાત રેસ્ટોરન્ટનાં માલિકો કરે છે ન કરવાના કામ, વાંચવા જેવો કિસ્સો

આનંદનગર પોલીસ સ્ટેશન

Ahmedabad News: એક સંસ્થાના ધ્યાને આવતા બે નામચીન હોટલ સામે પોલીસને સાથે રાખી ફરિયાદ નોંધાવી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ શહેરની મોટાભાગની રેસ્ટોરન્ટમાં લોકો જમવા જાય ત્યારે હોટલનું વાતાવરણ અને એમ્બિયન્સ સાથે ત્યાંનુ ફુડ જોતા હોય છે. સાથે જ હોટલની એન્ટ્રીથી માંડી જમવાનું પતે ત્યાં સુધી એક વાત પર કોઇનું ધ્યાન નથી પડતું તે છે વેસ્ટેજ હટાવવાની કામગિરી અને વાસણ ધોવાની જગ્યા. આ જગ્યા પર અન્ય કોઇ નહિ પણ બાળકોને મજૂરી કામે રખાય છે. અનેક વાર અનેક જાગૃત સંસ્થાઓ દ્વારા આવી હોટલોમાં રેડ કરવામા આવે છે. બાદમાં પોલીસને જાણ કરી આવા બાળમજુરી કરાવનાર હોટલના માલિકો સામે ફરિયાદ આપતા પોલીસ પણ કાયદેસરની કાર્યવાહી કરે છે. આનંદનગર વિસ્તારમાં પણ આવી જ બે જાણીતી હોટલમાંથી આશરે 11 જેટલા બાળમજુરોને મુક્ત કરાવી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રયાસ જુવેનાઇલ એન્ડ સેન્ટ્રલ સોસાયટી નામની સંસ્થામાં ફરજ બજાવતા ઘનશ્યામભાઇ પ્રજાપતિ ને અને તેમની સાથેના સાથીદારોને ધ્યાને આવ્યું હતું કે, કેટલીક હોટલોમાં બાળમજુરી કરાવાઇ રહી છે. બાળમજુરી અપરાધ હોવાથી તેઓએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ આ ટીમે પોલીસને સાથે રાખી 100 ફુટ રોડ પર આવેલી મારૂતિનંદન હોટલમાં રેડ કરી હતી. જેમાં નેપાળ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના બાળકો બાળમજુરી કરતા મળી આવ્યા હતા.

આ પણ વાંચો: પ્રથમ તબક્કામાં આ છે સૌથી વધુ ધનવાન ઉમેદવાર, 200 કરોડની છે સંપત્તિ

આ તમામ લોકોને મુક્ત કરાવી તેઓની પૂછપરછ કરાતા તેઓને હોટલમાં ગંદકી સાફ કરવાથી માંડી, સાફસફાઇ અને વાસણો ધોવાનું કામ હોટલના માલિકો દ્વારા કરાવાતું હતું અને તેની સામે તેઓને છથી નવ હજારનો પગાર ચૂકવવામાં આવતો હતો. આ સાતેય બાળકોને ત્યાં જ રહેવા માટે ઓરડી પણ આપવામાં આવે છે અને બાદમાં તેઓને ત્યાં રાખી બાળમજુરી કરાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: 'તું કેરેક્ટરલેસ છે, મને તારી સાથે પ્રેમ નથી'

આ સાથે જ બચપન બચાઓ આંદોલન સંસ્થામાં ફરજ બજાવતા મહિલાએ તેમની ટીમ સાથે કાકે દી હટ્ટી નામની રેસ્ટોરન્ટમાં રેડ કરી હતી. પોલીસને સાથે રાખી રેડ કરાતા અહીંથી ચાર બાળકો બાળમુજરી કરતા મળી આવ્યા હતા.
" isDesktop="true" id="1284118" >

જે યુપી અને નેપાળના હોવાનું સામે આવ્યું હતું અને તેઓને છથી 10 હજાર રૂપિયા આપી બાળમજુરી કરાવાતી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બાબતને લઇને આનંદનગર પોલીસે બંને હોટલના માલિક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन