અમદાવાદના ખોખરા અનુપમ ઓવરબ્રિજ પાસે દિવાલ ધરાશાયી થતાં બેનાં મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. CCTVમાં ઘટનાના દ્રશ્યો કેદ થયા છે. જેસીબી મશીન વડે દિવાલ તોડી નાખવામાં આવી હતી જેને લઈને જેસીબી મશીન પર પથ્થરમારો થતાં સ્થાનિકો રોષે ભરાયા હતા.
અમદાવાદના ખોખરા અનુપમ ઓવરબ્રિજ પાસે દિવાલ ધરાશાયી થતાં બેનાં મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. CCTVમાં ઘટનાના દ્રશ્યો કેદ થયા છે. જેસીબી મશીન વડે દિવાલ તોડી નાખવામાં આવી હતી જેને લઈને જેસીબી મશીન પર પથ્થરમારો થતાં સ્થાનિકો રોષે ભરાયા હતા.
Ahmedabad : અમદાવાદના ખોખરા અનુપમ ઓવરબ્રિજ પાસે દિવાલ ધરાશાયી થતાં બેનાં મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. CCTVમાં ઘટનાના દ્રશ્યો કેદ થયા છે. જેસીબી મશીન વડે દિવાલ તોડી નાખવામાં આવી હતી જેને લઈને જેસીબી મશીન પર પથ્થરમારો થતાં સ્થાનિકો રોષે ભરાયા હતા. ઉલ્લેખનીય છે કે રેલ્વે ઓવર બ્રિજની કામગીરી દરમિયાન બનાવ બન્યો હતો.
આ બધાની વચ્ચે મેયર કિરીટ પરમારનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં ઘટનાને તેને દુ:ખદ ગણાવી હતી અને એએમસી તરફથી તે દુખ વ્યક્ત કરે છે તેવું જણાવ્યુ હતું. અને તેને ઘટનાની જાણ થતાં જ CM નો કાર્યક્રમ છોડીને તેઓ એલ જી હોસ્પિટલ પહોંચ્યા હતા.
વધુમાં તેઓ જણાવે છે કે, હોસ્પિટલ તરફથી છોકરીને બચાવા પ્રયાસ થયો હતો છતા બચાવી શક્યા ન હતા. ઘટનામાં એક વ્યક્તિને પણ ઇજા થઇ હતી, બે મૃતકની યાદીમાં પ્રકાશ સલારીયા (૨૫ વર્ષ), સીમા પ્રકાશ સલારીયા (3 વર્ષ) શામેલ છે.
આપને જણાવી દઈએ AMC દ્વારા અનુપમ બ્રિજ બની રહ્યો હતો. ખાનગી કોન્ટ્રાક્ટર પાસે વળતર આપવી દેવાની પણ મેયરે વાત કરી હતી
ત્યારે બીજી બાજુ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણની પણ પ્રતિક્રિયા સામે આવી છે અને કહ્યું કે, AMC આપેલા કોન્ટ્રાક્ટર ઘટના બની છે તે શરમજનક કહેવાય. કોંગ્રેસ પક્ષની માંગે છે કોન્ટ્રાક્ટર સામે ગુન્હો દાખલ થાય અને
AMC મૃતક પરિવારને વળતર આપે તેવી માંગ કરી હતી.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર