Home /News /ahmedabad /અમદાવાદનો ટ્રાફિક હળવો કરવા એએમસી લેશે મહત્ત્વનો નિર્ણય, 16 લેફટ ફ્રી પોઈન્ટ રખાશે

અમદાવાદનો ટ્રાફિક હળવો કરવા એએમસી લેશે મહત્ત્વનો નિર્ણય, 16 લેફટ ફ્રી પોઈન્ટ રખાશે

શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે.

Ahmedabad Traffic: શહેરમાં ટ્રાફિક પોલીસના સંકલન સાથે અલગ અલગ વિસ્ચારોના 16 જંક્શન પર લેફ્ટફ્રી પોઇન્ટ અમલમાં મુકવાનો નિર્ણય કર્યો છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં 16 ટ્રાફિક જંકશન ઉપર લેફ્ટ ફ્રી પોઇન્ટ અમલમાં મુકવામાં આવ્યા છે.

શહેરમાં ઓફિસ જવા આવવાના સમયે ટ્રાફિક જામ થઇ જાય છે. વાહન ચાલકોને મિનિટો સુધી સિગ્નલ પર ઉભા રહેવું પડે છે. જેના કારણે સમય, શક્તિ અને ઈંધણનો વ્યય થાય છે. જેથી શહેરના ટ્રાફિકના વિષય પર મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં ચર્ચા થઇ હતી. ચર્ચા બાદ શહેરમાં ટ્રાફિક પોલીસના સંકલન સાથે અલગ અલગ વિસ્ચારોના 16 જંક્શન પર લેફ્ટફ્રી પોઇન્ટ અમલમાં મુકવાનો નિર્ણય કર્યો છે.

નીચે પ્રમાણેના 16 સ્થળો પર લેફટ ફ્રી પોઈન્ટનો અમલ શરુ કરવામાં આવ્યો હોવાનું જાણીતા ગુજરાતી સમાચાર પત્રમાં પ્રસિદ્ધ અહેવાલમાંથી જાણવા મળ્યું છે.

કેશવબાગ
સતાધાર ક્રોસરોડ
પ્રભાત ચોક
ઈન્કમટેકસ
સરદાર પટેલ બાવલા
દુધેશ્વર
સરદાર પટેલ સ્ટેડિયમ
ડફનાળા
ઉમિયાહોલ
નહેરુનગર
ગીતાબેન રાંભિયા સર્કલ
આંબાવાડી
વિજય ક્રોસ રોડ
ન્યુ સી.જી.રોડ
કાગડાપીઠ પોલીસ સ્ટેશન
ફુટબોલ ગ્રાઉન્ડ

આ પણ વાંચો: અમદાવાદમાં ઇલેક્ટ્રિક બસો દોડતી નથી તો પણ કરોડોના ખર્ચે ચાર્જિંગ સ્ટેશન

હોળિકા દહન માટે ખાડા ન પાડવાની અપીલ


જાહેર રસ્તા પર ખાડા ખોદી હોલિકા દહન કરતા હોય છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા અમદાવાદીઓને અપીલ કરવામાં આવી છે કે, હોલિકા દહન સમયે જાહેર રસ્તાઓ પર ખાડા ન કરવા જોઇએ. તેમજ હોલિકા દહન સમયે રોડ રસ્તાઓ પર ધૂળ કે માટી નાખી, ઇંટો મૂકી કરવું જોઇએ. કારણ કે રસ્તાઓ પર ખાડા કરવાની જાહેર રસ્તાને નુકશાન થાય છે. આગામી 7 અને 8 માર્ચના રોજ આવનાર હોળી અને ધુળેટીના તહેવારોમાં જાહેર જનતા અને સંસ્થા દ્વારા હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે.

આ ધાર્મિક પ્રસંગે અમદાવાદ શહેરના જાહેર માર્ગો અને રસ્તાઓને નુકશાન ન પહોંચે તે હેતુથી જાહેર રસ્તાઓ ઉપર હોલિકા દહન કરવામાં આવે તો હોળી પ્રગટાવતા પહેલા રોડ ઉપર રેતી અને માટી નાખ્યા બાદ જ હોળી પ્રગટાવી જોઇએ અથવા શક્ય હોય તો નજીકના એએમસીના ખુલ્લા પ્લોટમાં અગ્રિમતા આપવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

જરૂર લાગશે તો અમદાવાદ મહાનગર પાલિકા પણ સંસ્થાઓ અને સોસાયટીને મદદ કરશે.
First published:

Tags: Ahmedabad news, AMC News, Gujarat News