Home /News /ahmedabad /Ahmedabad to Mumbai Trains: અમદાવાદથી મુંબઈ જવું છે તો વંદે ભારત, તેજસ કે શતાબ્દી એક્સપ્રેસમાંથી કઈ ટ્રેનમાં જશો? વાંચો ત્રણેયના ટિકિટ ચાર્જથી માંડીને ઝડપ

Ahmedabad to Mumbai Trains: અમદાવાદથી મુંબઈ જવું છે તો વંદે ભારત, તેજસ કે શતાબ્દી એક્સપ્રેસમાંથી કઈ ટ્રેનમાં જશો? વાંચો ત્રણેયના ટિકિટ ચાર્જથી માંડીને ઝડપ

જાણો મુંબઈ જવા માટે વંદે ભારત એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ કે શતાબ્દિ એક્સપ્રેસમાંથી કઈ ટ્રેન સૌથી સારી રહેશે.

Ahmedabad to Mumbai Best Trains: અમદાવાદથી મુંબઈ જવા માટે વંદે ભારત એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ અને શતાબ્દી એક્સપ્રેસમાંથી કઈ ટ્રેન સૌથી યોગ્ય રહેશે તે જાણો. ત્રણેય ટ્રેનની ઝડપથી માંડીને, તેના ટિકિટના ભાવ અને કેટલા સમયમાં અમદાવાદથી મુંબઈ પહોંચાડશે તેની વિશે A to Z માહિતી જાણો. આ સાથે જ એરપ્લેન અને ટ્રેનમાંથી શેમાં ટિકિટ ઓછી છે તે વિશે પણ માહિતી મેળવો.

વધુ જુઓ ...
અમદાવાદઃ ‘વંદે ભારત એક્સપ્રેસ’ની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. ત્યારે આગામી 30મી સપ્ટેમ્બરે જ્યારે નરેન્દ્ર મોદી આ ટ્રેનનું ઉદ્ધાટન કરવાના છે તો આવો જાણીએ કે, વંદે ભારત એક્સપ્રેસ કરતાં શતાબ્દી અને તેજસ એક્સપ્રેસની તમામ માહિતી જેનાથી તમે નક્કી કરી શકશો કે મુંબઈ જવું હોય તો કઈ ટ્રેન પરવડશે. ઉલ્લેખનીય છે કે, વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરોને અત્યાધુનિક સુવિધાઓ મળશે. તેટલું જ નહીં, આ ટ્રેન અત્યાર સુધીની સૌથી ઝડપી ટ્રેન છે. અમદાવાદથી મુંબઈ પહોંચાડતી ટ્રેનોમાં પહેલા નંબરે વંદે ભારત એક્સપ્રેસ, બીજા નંબરે તેજસ એક્સપ્રેસ અને ત્રીજા નંબરે શતાબ્દી એક્સપ્રેસ છે. તો આવો ત્રણેય ટ્રેન વિશે માહિતી મેળવીએ.

વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરોને મળશે આધુનિક સુવિધાઓ




સૌથી પહેલાં વાત કરીશું વંદે ભારત એક્સપ્રેસની. આ ટ્રેનમાં મુસાફરોને અત્યાધુનિક સુવિધાઓ આપવામાં આવશે. આ ઉપરાંત આ ટ્રેનમાં 180 ડિગ્રી રિવોલ્વિંગ ચેરની પણ સુવિધા આપવામાં આવે છે. આ સિવાય ટ્રેનના તમામ કોચમાં ફ્રી વાઇફાઇની પણ સુવિધા આપવામાં આવશે અને દરેક કોચમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.

અમદાવાદથી મુંબઈ જશે વંદે ભારત એક્સપ્રેસ




ઉલ્લેખનીય છે કે, વંદે ભારત એક્સપ્રેસની ઝડપ શતાબ્દી એક્સ્પ્રેસ કરતાં વધુ છે. બંને ટ્રેનની ઝડપમાં ખાસ તફાવત નથી. વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ પહોંચવામાં અંદાજે 6 કલાક જેટલો સમય લેશે, તો શતાબ્દી એક્સપ્રેસ 6 કલાક અને 15 મિનિટની આસપાસ સમય લે છે. ત્યારે માત્ર 15 જ મિનિટના તફાવત માટે 500 રૂપિયા જેટલો વધુ ભાવ કોણ આપશે!

અમદાવાદથી મુંબઈ જતી તેજસ એક્સપ્રેસ




હવે વાત કરીશું ‘તેજસ સુપરફાસ્ટ એક્સપ્રેસ’ની. આ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડતી બીજી સૌથી ઝડપી ટ્રેન છે. તે મુંબઈ પહોંચવામાં વંદે માતરમ ટ્રેન કરતાં માત્ર 25 મિનિટ જેટલો સમય જ વધારે લે છે. તેટલું જ નહીં, આ ટ્રેન મુંબઈ અમદાવાદ વચ્ચે દોડતી સુપરફાસ્ટ ટ્રેન શતાબ્દી એક્સપ્રેસ અને ડબલ ડેકર કરતાં વધુ ઝડપી છે.

અમદાવાદથી મુંબઈ જતી શતાબ્દી એક્સપ્રેસ




‘શતાબ્દી સુપરફાસ્ટ એક્સપ્રેસ’ની વાત કરીએ તો આ ટ્રેન મુંબઈ વચ્ચે દોડતી ત્રીજી સૌથી ઝડપી ટ્રેન છે. તે મુંબઈ પહોંચવામાં વંદે માતરમ ટ્રેન કરતાં માત્ર 35 મિનિટ જેટલો સમય જ વધારે લે છે. જ્યારે તેજસ એક્સપ્રેસ કરતાં 10 મિનિટ જ મોડી પહોંચાડે છે.

અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટ્સ




અમદાવાદથી મુંબઈ જતી વિવિધ એરલાઇન્સના ભાવ વંદે ભારત ટ્રેન કરતાં ઘણાં ઓછા છે. આકાસા એરલાઇન્સ, ગો ફર્સ્ટ એરલાઇન્સ અને ઇન્ડિગો એરલાઇન્સમાં ઇકોનોમી ક્લાસની ટિકિટના ભાવ 1400થી 2000 રૂપિયા વચ્ચે જ છે. તેમાં પણ માત્ર એક અથવા સવા કલાકમાં જ અમદાવાદથી મુંબઈ પહોંચી જવાય છે. ત્યારે વધુ એક પ્રશ્ન એવો ઊભો થાય છે કે, વંદે ભારત ટ્રેનમાં લોકો મુસાફરી જ કેમ કરે જો તેમને તેનાં કરતાં ઓછા ભાવમાં વિમાનમાં બેસીને અમદાવાદથી મુંબઈ જવા મળે!
Published by:Vivek Chudasma
First published:

Tags: Indian railways, Trains, Vande Bharat Express

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन