Home /News /ahmedabad /અમદાવાદમાં પાણી કાપ ભૂતકાળ બનશે! ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક બીજા સાથે લિંક કરાશે
અમદાવાદમાં પાણી કાપ ભૂતકાળ બનશે! ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક બીજા સાથે લિંક કરાશે
અમદાવાદમાં પીવાના પાણી અંગે મોટી તૈયારી
Ahmedabad Water Plant: અમદાવાદમાં વધતી વસ્તી અને નવા વિસ્તારોમાં જોડાણની સાથે પાણીની તંગી ઉભી ના થાય તે માટે એક મહત્વના પ્રોજેક્ટ પર કામ કરવામાં આવશે. જેથી કરીને શહેરીજનોએ પાણી કાપની મુશ્કેલીમાં મૂકાવું પડે નહીં.
અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકાનો હદ વિસ્તાર આજે એસપી રિંગ રોડથી પણ આગળ નીકળી ગયો છે. શહેરના વ્યાપ સાથે વસ્તી પણ વધતી જઈ રહી છે. આવામાં શહેરમાં ભળેલા નવા વિસ્તાર અને આગામી 40 વર્ષની જરૂરિયાતના આયોજન સાથે એએસમી પાણીનું નેટવર્ક ઉભું કરી રહી છે. ભવિષ્યમાં કોઈ પ્લાન્ટ ખોટકાય તો પણ બાકીના અન્ય પ્લાન્ટમાંથી દરેક વિસ્તાર સુધી પાણી પહોંચાડી શકાશે. શહેરમાં ત્રણ મુખ્ય વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એકબીજા સાથે જોડાણ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે
એએસમી વોટર કમિટી ચેરમેન જયંતીભાઈ પટેલ જણાવ્યુ હતું કે શહેરના તમામ વિસ્તારોમાં શુદ્ધ પાણી પુરુ પાડવા માટે હાલ કોતરપુર , જાસપુર અને રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. જેમાં જાસપુર પ્લાન્ટમાંથ્ સમગ્ર નવા પશ્ચિમ ઝોન ઉપરાત ચાંદખેડા , મોટેરા વોર્ડમા પાણી અપાય છે. કોતરપુર પ્લાન્ટમાંથી ઉત્તર ઝોન, મધ્ય ઝોન અને પશ્ચિમ ઝોનના અનેક વોર્ડ સમાવેશ થાય છે. આ ઉપરાત રાસ્કા પ્લાન્ટમાંથી દક્ષિણ ઝોન પાણી પુરુ પાડવામા આવે છે.
શહેરમાં ત્રણ વોટર પ્લાન્ટ હોવા છતા કોઈક પ્લાન્ટમાં સમસ્યા સર્જાય તો તે પ્લાન્ટમાંથી પાણી મેળવતા વિસ્તારમાં કાપ મુકવો પડે છે. આ સમસ્યા નિકાલ માટે ત્રણેય પ્લાન્ટ એક બીજા સાથે લિન્ક કરવાનું આયોજન થઈ રહ્યું છે. આ પ્રોજેકટ સંપૂર્ણ શરૂ થતા બોપલ ઘુમા સંહિતાના રિંગ રોડ તરફના વિસ્તારો તરફ વાળવામાં આવશે. જેથી હવે આગામી સમયમાં પાણી કાપ જેવી સમસ્યા ઉભી નહી થાય.
એએસમી સિટી ઈજનરે હરપાલસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે 40 વર્ષ સુધીની જરૂરિયાતને ધ્યાને રાખી 120 કરોડના ખર્ચે આ લાઈન નંખાશે. 400 મીટર લાંબી પાઈપલાઈન સાબરમતીના એક છેડાથી બીજા છેડે પિલર પર ક્રોસ થશે. આ પાઈપલાઈન ઉચાઈ 16.4 ફુટ જ્યારે પહોળાઈ 19.7 ફુટ છે.
આ પાઈપલાઈનથી પશ્ચિમ વિસ્તારોને પાણી પહોંચાડવા અન્ય રોડ પર નવી લાઈન નાંખવાના જરૂર નહી પડે. કોતરપુર વોટર વર્કરથી સાબરમતી પર બ્રિજ બનાવી તેના પરથી પાઈપલાઈન ક્રોસ કરી ભાટ પાછળ ગાંધીનગર કોર્પોરેશમ બ્રાંચ રોડ થઈ મુખ્ય રોડ સુધી આશરે ૧ થી વધુ કિલો મીટર લાંબી પાઈપલાઈન નાંખવાની કામગીરી ઈન્દિરા બ્રિજ પાસે ચાલી રહી છે પાઈપલાઈન નાખવા હાઈ વે પુશિંગ મેથડ ઉપયોગ લેવાશે.