Home /News /ahmedabad /અમદાવાદ: સવાર પડતાં જ પૂર્વ વિસ્તારમાં દૂધના વિક્રેતાઓની ઊંઘ થઈ જાય છે હરામ, જાણો કેમ

અમદાવાદ: સવાર પડતાં જ પૂર્વ વિસ્તારમાં દૂધના વિક્રેતાઓની ઊંઘ થઈ જાય છે હરામ, જાણો કેમ

વહેલી સવારે બાઈક પર બે શખ્સો આવે છે અને દુકાનની બહાર પડેલા દૂધ ભરેલા કેરેટની ચોરી કરીને ફરાર થઈ જાય છે.

​​Ahmedabad Crime: વહેલી સવારે બાઈક પર બે શખ્સો આવે છે અને... અત્યાર સુધી માં 40 જેટલા બનાવો સામે આવ્યા

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં દૂધના વેપારીઓ માટે વહેલી સવાર માથાનો દુખાવો બની જાય છે. વેપારીઓ નફો કરવાની શરૂઆત કરે તે પહેલા જ કેટલું નુકસાન થયું તેની ગણતરીમાં લાગી જાય છે. જોકે, મહત્વની બાબતો એ છે કે આ નુકસાનમાં તેમની કોઈ જ ભૂમિકા નથી તેમ છતાં ભોગવવાનું તો તેમને જ આવે છે.

વહેલી સવારે બાઈક પર બે શખ્સો આવે છે અને...

સામાન્ય રીતે દૂધ એ જીવન જરૂરિયાતની પ્રાથમિક ચીજ વસ્તુઓમાંની એક જરૂરિયાત છે. કેટલાક લોકો માટે તો દિવસની શરૂઆત જ તેનાથી થતી હોય છે, પરંતુ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આ દૂધ જ કેટલાક વેપારીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. કારણ એ છે કે વહેલી સવારે બાઈક પર બે શખ્સો આવે છે અને દુકાનની બહાર પડેલા દૂધ ભરેલા કેરેટની ચોરી કરીને ફરાર થઈ જાય છે. શરૂઆતના તબક્કામાં વિસ્તારમાં એકાદ બે બનાવો હશે તેવું માનીને કોઈએ આ બનાવવાની ગંભીરતાને ધ્યાનમાં લીધી ન હતી. પરંતુ દિવસો જતાં જ તસ્કરો માટે જાણે કે દૂધની ચોરી કરવામાં ફાવટ આવી ગઈ હોય એમ એક પછી એક બનાવોને અંજામ આપતા ગયા.

આ પણ વાંચો: વડોદારા: નિર્માણાધીન પાંચ માળની બિલ્ડીંગ ઢળી પડી

અત્યાર સુધીમાં આવા 40 જેટલા બનાવો

પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલ, નરોડા, બાપુનગર અને ઠક્કરબાપાનગર સહિત અનેક વિસ્તારોમાં આવા એક પછી એક બનાવો સામે આવતા જ વેપારીઓમાં એક ચિંતાનો વિષય બન્યો છે. વેપારીઓનું કહેવું છે કે, તેમણે પોલીસને અરજી પણ કરી છે પરંતુ હજી તસ્કરોનો ત્રાસ ઓછો થયો નથી. હવે તો આ બંને તસ્કરોને પકડવા માટે ખુદ વેપારીઓ જ મહેનત કરી રહ્યા છે અને વહેલી સવારથી જ અલગ-અલગ જગ્યાએ વોચ ગોઠવી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે, અત્યાર સુધીમાં આવા 40 જેટલા બનાવો સામે આવ્યા છે, જેમાં દરેક વેપારીને સરેરાશ રૂપિયા 7થી 8 હજાર રૂપિયાનો નુકસાન આવે છે. હાલ તો આ વેપારીઓની માંગ છે કે પોલીસ દ્વારા વહેલી સવારે પેટ્રોલિંગ વધારવામાં આવે અને સીસીટીવી ફૂટેજના આધારે આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन