અમદાવાદઃ મહિલા Dyspના ઘરમાંથી રૂ.15 લાખની ચોરી

News18 Gujarati
Updated: July 9, 2018, 11:18 AM IST
અમદાવાદઃ મહિલા Dyspના ઘરમાંથી રૂ.15 લાખની ચોરી
Demo Pic.
News18 Gujarati
Updated: July 9, 2018, 11:18 AM IST
ચોરીની ઘટના તો અવાર-નવાર સામે આવતી હોય છે પણ આજે ચોરીની ઘટના એક પોલીસ અધિકારીના ઘરમાં થઈ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના મહિલા ડીવાયએસપીના ઘરમાં ચોર ટોળકીએ હાથ સાફ કરી રૂ. 15 લાખની ચોરી કરતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.

મલતી માહિતી મુજબ, અમદાવાદમાં રહેતા મહિલા ડીવાયએસપીના ઘરમાંથી ચોર ટોળકીએ રૂ. 15 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં રહેતા અને જૂનાગઢ ટ્રેનિંગ હોસ્ટેલમાં ફરજ બજાવતા મહિલા ડીવાયએસપીના ઘરમાં ચોરોએ હાથ સફાઈ કરી જાણે પોલીસને રીતસરની ચેલેંજ આપી છે.

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ ભગીરથ હોમમાં રહેતા મહિલા ડીવાયએસપીના ઘરમાંથી ચોરોએ સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 15 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. નારોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી પોલીસના ઘરમાં ચોરી કરનાર ચોરોને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

ફરિયાદમાં મહિલા ડીવાયએસપી ચેતનાબેને જણાવ્યું છે કે, અમદાવાદના નારોલ વિસ્તારમાં શ્રીજી બંગ્લોઝની ગલીમાં આવેલ ભગીરથ હોમ મકાન નં. 6માં મારૂ મકાન છે, હું જુનાગઢ નોકરી કરૂ છું. મારા આ ઘરમાં મારા માતા-પિતા રહે છે. જેમને હું તા. 27 જૂને સુરત મુકવા આવેલ, ત્યારબાદ હું ઘરને લોક મારી જૂનાગઢ ગઈ હતી, ત્યારથી મારૂ મકાન બંધ હતું. ત્યારે તા. 8 જુલાઈએ પાડોશીનો ફોન આવ્યો કે, તમારા ઘરના મુખ્ય દરવાજાનું લોક તૂટેલુ છે, તો મે અમદાવાદ આવી ઘરમાં જોયું તો, મારા બેડરૂમનું સોકેસ અને મારા માતૃશ્રીના રૂમનો દરવાજો તોડી દાગીના અને રોકડ સહિત લગભગ કુલ 15 લાખની ચોરી થઈ છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, એક નાની ચાર તોલાની સોનાની ચેઈન, ચાર સોનાની લેડિઝ વીંટી, એક સોનાની પુરૂષ વીંટી, બે સોનાના સેટ, ચાર સોનાની બંગડી, સોનાની લગડી, બે સોનાના બ્રેસલેટ, બે સોનાની નોઝપીન, કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી, એક ડાયમંડ બુટ્ટી, બે સોનાના હોમ લખેલા પેન્ડલ, બે જોડી ચાંદીના સાંકળા, ત્રણ ચાંદીના ગ્લાસ, ચાંદીની સાઈબાબાની મૂર્તી તથા થોડી રોકડ રહિત 15 લાખ 17 હજારનીની ચોરી થઈ છે.

પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરતા ચોરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હોવાનું જોવા મળી રહ્યું છે, ત્યારબાદ ચોરોએ ઉપરના માળે જઈ રૂમમાં રહેલ લોખંડનું કબાટ તોડી ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
First published: July 9, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...