Home /News /ahmedabad /પત્નીએ જ પતિનું ગળું દબાવી કરી નાખી હત્યા, અમદાવાદની ચોંકાવનારી ઘટના

પત્નીએ જ પતિનું ગળું દબાવી કરી નાખી હત્યા, અમદાવાદની ચોંકાવનારી ઘટના

પતિના આ ત્રાસથી કંટાળી પત્નીએ જ તેનું ગળું દબાવી દેતા તેનું મોત નિપજ્યું હતું

Ahmedabad Crime: અમદાવાદની ચોંકાવનારી ઘટના: પત્નીએ જ પતિનું ગળું દબાવી કરી નાખી હત્યા. માતાએ પુત્રવધુને બચાવવા ખોટું નિવેદન આપ્યું. પોસ્ટમોર્ટમ કરાવતા સાચી હકીકત સામે આવી.

અમદાવાદઃ શહેરમાં એક બાદ એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની હદમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન હત્યાનો બનાવ બન્યો હતો. હવે અમરાઇવાડીમાં પણ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પતિની હત્યા તેની જ પત્નીએ કરી હોવાનું સામે આવ્યું છે. તહેવારના દિવસે મૃતક દારૂ પીને આવ્યો હતો અને બાદમાં પત્ની સાથે ઝઘડો કર્યો હતો. પતિના આ ત્રાસથી કંટાળી પત્નીએ જ તેનું ગળું દબાવી દેતા તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર બાબતને લઇને પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી મહિલાની ધરપકડ કરી છે.

યુવક દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો

મૂળ ભાવનગરના અને હાલ અમરાઈવાડીમાં રહેતા 56 વર્ષીય કમળાબેન ચારણ તેમના પરિવાર સાથે રહે છે. તેમના પતિ હાલ નિવૃત્ત જીવન ગુજારે છે. જેઓ પહેલા એએમટીએસમાં ઇલેક્ટ્રીશન તરીકે નોકરી કરતા હતા. કમળાબેનને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે. તેમનો એક દીકરો દિપક કોઈ કામ ધંધો કરતો ન હતો અને દારૂ પીવાની ટેવ વાળો હતો. ઉતરાણના દિવસે કમળાબેનના બંને દીકરા મકાનના ધાબા ઉપર પતંગ ઉડાવવા ગયા હતા. દીપકની પત્ની નોકરી ઉપર ગઈ હતી ત્યારે કમળાબેનનો બીજો દીકરો ધાબા ઉપરથી બપોરે નીચે આવ્યો અને બહાર મિત્રોને મળવા ગયો હતો. ત્યાર બાદ દીપક પણ ધાબા પરથી નીચે આવી જમ્યા વિના ક્યાંક બહાર ગયો હતો. આ દરમિયાન કમળાબેન અને દીપકની પત્ની હેતલ ઘરે હાજર હતા. બપોરના સમયે દિપક દારૂ પીને ઘરે આવ્યો હતો અને ઘરમાં આવીને તેની પત્ની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. તે સમયે કમળાબેનએ તેમના દીકરાને ઝઘડો ન કરવા સમજાવ્યો હતો અને બાદમાં તેઓ તેમના મકાન પાસે આગળ ક્યાંક ગયા હતા.


આ પણ વાંચો: સોશિયલ મીડિયાથી મળેલા પ્રેમીએ ડિવોર્સી સાથે અનેક વખત બાંધ્યા શારીરિક સંબંધ

માતાએ પુત્રવધુને બચાવવા ખોટું નિવેદન આપ્યું હતું

થોડા સમય બાદ કમળાબેન તેમના ઘરે પરત આવ્યા ત્યારે મકાનની અંદરના રૂમમાં તેમનો દીકરો દીપક ઉર્ફે પીન્ટુ બેભાન હાલતમાં નીચે પડ્યો હતો. દીપકની પત્ની હેતલને પૂછતા તેણે કહ્યું કે, તેને દીપક સાથે ઝઘડો થયો હતો અને દીપક દારૂ પીને તેને માર મારતો હતો. હેતલે દીપકનું ગળું દબાવતા તે મૃત્યુ પામ્યો હતો. બાદમાં પોતાની ભૂલનો પશ્ચાતાપ હેતલે તેની સાસુ સમક્ષ કર્યો હતો. બાદમાં કમળાબેનના પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી દીપકને એલજી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે દીપકને મૃત જાહેર કર્યો હતો. આ દરમિયાન અમરાઇવાડી પોલીસને જાણ કરતા પોલીસે પહોંચી પૂછપરછ કરી ત્યારે કમળાબેનએ ખોટું નિવેદન આપ્યું હતું. એક તરફ દીકરાનું મૃત્યુ થયું હતું અને પુત્રવધુ સામે હત્યાની ફરિયાદ નોંધાવશે તો પરિવાર વિખેરાઈ જશે, તેવું માની કમળાબેને પોલીસને નિવેદન લખાવ્યું હતું કે, તેમનો દીકરો દારૂ પીને આવ્યો હતો અને ગભરામણ થતાં હોસ્પિટલ લાવ્યા હતા. જોકે, બાદમાં પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવતા સાચી હકીકત સામે આવતા પોલીસે મૃતકની પત્ની સામે હત્યાનો ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabd News, Crime news, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन