Home /News /ahmedabad /અમદાવાદ: રખડતા ઢોરની અડફેટે યુવકનું મોત, બે નાની દીકરી અને પત્ની પર આભ તૂટ્યું

અમદાવાદ: રખડતા ઢોરની અડફેટે યુવકનું મોત, બે નાની દીકરી અને પત્ની પર આભ તૂટ્યું

નરોડાના યુવકને અડફેટે લેતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

Ahmedabad terror of stray: યુવકના મોતથી પરિવાર નોંધારો બન્યો છે. યુવકના અંગોનું દાન કરવાનો પરિવારે કર્યો નિર્ણય

    અમદાવાદ: શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. નરોડાના યુવકને અડફેટે લેતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. યુવકના મોતથી પરિવાર નોંધારો બન્યો છે. જે બાદ યુવકના અંગોનું દાન કરવાનો પરિવારે નિર્ણય કર્યો છે. બીજી બાજુ, પરિવારની માગ છે કે AMCના જવાબદાર અધિકારી સામે પગલા લેવામાં આવે. રખડતાં ઢોરે અડફેટે લેતા યુવકને બ્રેઈનમાં મલ્ટીપલ હેમરેજ થયા હતા. આ યુવક પત્ની સાથે જઇ રહ્યો હતો ત્યારે ઢોરે તેને અડફેટે લીધો હતો. તંત્રની ઘોર બેદરકારીથી યુવકે જીવ ગુમાવ્યો છે. હાઈકોર્ટની ફટકાર બાદ પણ તંત્ર નિંદ્રામાં છે.

    છેલ્લા ઘણા સમયથી રખડતાં ઢોરનો ત્રાસ વર્તાઇ રહ્યો છે અને અનેક રખડતાં ઢોરની અડફેટે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે અમદાવાદમાં વદુ એક ઘટના સામે આવી છે. રસ્તે રખડતાં ઢોરનો ભોગ વધુ એક યુવક બન્યો છે. અદાવાદના નરોડા વિસ્તારમાં બાઈક સવાર યુવકને ઢોરે અડફેટે લીધો હતો. માથામાં ગંભીર ઇજા પહોંચતા યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો. ભાવિન પટેલને બ્રેઈનમાં મલ્ટિપલ હેમરેજ હોવાથી મોત નિપજ્યું છે. આ ઘટનાથી ફરી લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. વધુ એક વખત AMCની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે.


    આ પણ વાંચો: કેરટેકર ડોશીએ કર્યું એવુ કામ કે, વૃદ્ધાના શરીરમાંથી નીકળવા લાગ્યા ધુમાડા

    રસ્તે રખડતાં પશુઓને પાંજરે પૂરવાની કામગીરી ફક્ત કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. AMCની બેદરકારીના કારણે આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું છે. AMCની બેદરકારીથી ભાવિન પટેલના પરિવાર માથે આભ તૂટી પડ્યું છે. ભાવિન પટેલ બે નાની દીકરી અને પત્ની સાથે નરોડા વિસ્તારમાં રહેતો હતો. પરિવારનો એકમાત્ર આવકનો સ્ત્રોત એવા ભાવિન પટેલનું AMCની બેદરકારીથી મોત નિપજ્યું છે. જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કેસ દાખલ કરી ત્વરિત એક્શન લેવાય તેવી પરિવારની માગ છે. AMCના જવાબદારો સામે હત્યાનો ગુનો દાખલ કરવાની માગ કરાઇ રહી છે. મોત બાદ પણ જીવિત રહેવા ભાવિન પટેલના અંગોનું દાન કરવાનો પરિવારે નિર્ણય કર્યો છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ahmedabad news, Gujarat News, Stray Cattle

    विज्ञापन
    विज्ञापन