અમદાવાદઃ ઠક્કરનગરમાં ચાની કીટલી પર બેસવા બાબતે આધેડની હત્યા

News18 Gujarati
Updated: February 12, 2018, 4:34 PM IST
અમદાવાદઃ ઠક્કરનગરમાં ચાની કીટલી પર બેસવા બાબતે આધેડની હત્યા
અમદાવાદઃ ઠક્કરનગરમાં ચાની કીટલી પર બેસવા બાબતે આધેડની હત્યા .
News18 Gujarati
Updated: February 12, 2018, 4:34 PM IST
અમદાવાદઃ ઠક્કરનગરમાં ચાની કીટલી પર એક આધેડની કેટલાક શખસો દ્વારા હત્યા કરવામાં આવી છે. ચાની કીટલી પર બેસવા બાબતે ઉગ્ર ઝઘડો થતાં બે શખસોએ મૂઢ માર મારતાં આધેડનું મૃત્યુ નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં કૃષ્ણનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી બે આરોપીની અટકાયત કરી છે.

મળતી વધુ વિગત મુજબ, અમદાવાદમાં દિવસે ને દિવસે હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે ઠક્કરબાપાનગરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ચાની કીટલી પર બેસવા જેવી નજીવી બાબતે એક આધેડની માર મારી હત્યા કરતાં ચકચાર મચી છે. મૃતક આધેડ દીપક રાજ ગઈ મોડી રાત્રે ઠક્કરબાપાનગરમાં ચાની કીટલી પર ચા પીવા ગયા હતા. ચાની કીટલી પર હાજર કિરણ રાઠોડ અને અન્ય યુવક સાથે બેસવા બાબતે બોલાચાલી થઈ હતી. જોતજોતાંમાં આ બોલાચાલી હત્યાના પરિણમી હતી. કિરણ રાઠોડ અને તેના સાગરીતે 52 વર્ષીય દીપક રાજને મૂઢ માર મારી ફરાર થઇ ગયા હતા, તો સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ તો સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી રહી છે.
First published: February 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर