અમદાવાદઃ હાઇકોર્ટે LG હોસ્પિટલના આર.સી.શાહની આગોતરા જામીન અરજી ફગાવી

News18 Gujarati
Updated: June 12, 2018, 7:41 PM IST
અમદાવાદઃ હાઇકોર્ટે LG હોસ્પિટલના આર.સી.શાહની આગોતરા જામીન અરજી ફગાવી
News18 Gujarati
Updated: June 12, 2018, 7:41 PM IST
અમદાવાદની એલજી હોસ્પિટલના ફરજ મોકુફ સુપ્રીટેન્ડન્ટ આર.સી.શાહને વધુ એક ફટકો પડ્યો છે..રૂપીયા 40 હજારની લાંચ કેસમાં આર.સી.શાહએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલ અગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.. એટલું જ નહીં આરોપીની ધરપકડ ન કરવા સંબંધમાં અગાઉ આપેલ વચગાળાની રાહત પણ કોર્ટએ રદ્દ કરી દીધી છે..આર.સી.શાહ પર સાઇન બોર્ડના બીલ પાસ કરાવવા માટે રૂપીયા 40 હજારની લાંચ માંગી હોવાનો આરોપ છે. જોકે, કોર્ટએ અગોતરા જામીન રદ્દ કરતા હવે એસીબીએ આરસીશાહની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.

મદદનીશ નિયામક એસીબી, ડી.પી.ચુડાસમાના જણાવ્યા પ્રમાણે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. એટલું જ નહીં આરોપીની ધરપકડ ન કરવા સંબંધમાં અગાઉ આપેલી વચગાળાની રાહત પણ કોર્ટએ રદ્દ કરી દીધી છે.

ઉલ્લેખીય છેકે, એલજી હોસ્પિટલમાં સાઇન બોર્ડના કોન્ટ્રાક્ટરનું રૂપિયા 1.17 લાખનું બિલ પાસ કરવા કમિશન પેટે રૂ. 40 હજારની લાંચની માંગણી કરી સ્વીકારતા વીડિયો રેકોર્ડિંગમાં ઝડપાયેલા હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. આર.સી શાહ સામે એસીબીએ ગુનો નોંધ્યો છે.

કુમકુમ ગ્રાફિક્સ નામની સાઈન બોર્ડ નું કામ કરતી કંપનીએ એલજી હોસ્પિટલમાં સાઇનબોર્ડ તથા અન્ય ગ્રાફિક્સને લગતી કામગીરીનો કોન્ટ્રાક્ટ લીધો હતો, જેનું કામ પૂરું થતાં બિલના રૂપિયા 1.17 લાખ લેવાના નીકળતા હતા. કોન્ટ્રાક્ટરે આ અંગે એલજી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો આર.સી. શાહને 21 એપ્રિલ અને 17 જુલાઈ, 2017ના રોજ મળ્યા હતા. તે સમયે ડો. શાહએ કમિશન પેટે રૂપિયા 40,000 લેવાની વાત કરી હતી તે સિવાય બિલ પાસ નહીં થાય તેમ જણાવ્યું હતું.

આ અંગે કોન્ટ્રાક્ટરે એ ગત એપ્રિલ તેમજ જુલાઈ માસમાં બે હપતામાં કુલ રૂપિયા 40,000 ડો.શાહને ચૂક્વ્યા હતા અને તેનું વીડિયો તથા ઓડિયો રેકોર્ડિંગ પણ કરી લીધું હતું. ત્યારબાદ ડોક્ટરે તેનું બિલ પાસ કરી દીધું હતું. આ વીડિયો રેકોર્ડિંગની સીડી અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર અને મેયર સહિતના લોકોને મોકલવામાં આવી હતી.
First published: June 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर