અમદાવાદ : રાત્રે મંદિરના ઓટલે રડતી હતી કિશોરી, કારણ જાણી તમામ ચોંક્યા!

News18 Gujarati
Updated: September 7, 2019, 3:44 PM IST
અમદાવાદ : રાત્રે મંદિરના ઓટલે રડતી હતી કિશોરી, કારણ જાણી તમામ ચોંક્યા!
પ્રતિકાત્મક તસવીર

કિશોરી પોતાનું નામ અને સરનામું આપવા પણ તૈયાર ન હતી, જાણો કિશોરી સાથે શું બન્યું હતું.

  • Share this:
નવીન ઝા, અમદાવાદ : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં થોડાક દિવસો પહેલા મધરાતે એક કિશોરી ધ્રુસકે-ધ્રુસકે રહી હતી. મંદિર પાસેથી એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની નજર આ કિશોરી પર પડી હતી. કિશોરીને જોઈને એ વ્યક્તિ પણ ચોંકી ગયો હતો.

આ વ્યક્તિએ કિશોરીની પ્રથામિક પૂછપરછ કરીને અભયમની ટીમને તાત્કાલિક ફોન કરી જાણ કરી હતી. અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રડતી કિશોરીની સાથે વાત ચાલુ કરી હતી. શરૂઆતમાં કિશોરી પોતાનું નામ જણાવવા પણ તૈયાર ન હતી. તે પોતે ક્યાં રહે છે તે જણાવવાનો પણ ઇન્કાર કરી દીધો હતો.

જે બાદમાં પૂછપરછમાં તેણીએ પોતાનું નામ અને સરનામું ખોટું બતાવ્યું હતું. જે બાદમાં મહા મહેનતે અભયમની ટીમે કિશોરી સાથે વાતચીત કરીને તેનો પરિવાર ક્યાં રહે છે તેની માહિતી મેળવી હતી. આ ઉપરાંત કિશોરી પોતાના ઘરે જવા પણ તૈયાર ન હતી. કિશોરીને જ્યારે રડવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેનું કારણ જાણી ત્યાં હાજર તમામ લોકો ચોંકી ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે કિશોરી એક શોરુમમાં એક મહિનાથી કામ કરતી હતી. પરિવારે કહ્યું હતું કે તું આજે પગાર લઈને જ ઘરે આવજે. પરંતુ કોઈ પણ કારણોસર કિશોરીના માલિકે એ દિવસે પગાર ચુકવ્યો ન હતો. આથી કિશોરી ડરી ગઈ હતી અને ઘરે માર પડશે તેવી બીકે તે ઘરે જવા તૈયાર ન હતી. અભયમની ટીમ જ્યારે કિશોરીના ઘરે પહોંચી ત્યારે કિશોરીની માતાએ કહ્યું હતું કે દીકરીને પગાર ન મળ્યો હોવાની અમને જાણ હતી. અમે કેટલાય સમયથી તેને જ શોધી રહ્યા હતા. અભયમ ટીમના મહિલા કાઉન્સિલરે કિશોરીને ઘરે મૂકી આવીને મામલો પૂરો કર્યો હતો.
First published: September 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...