Home /News /ahmedabad /અમદાવાદ: વાસણા બેરેજ પાસેથી યુવકની વિકૃત લાશ મળી, હત્યાની આશંકા 

અમદાવાદ: વાસણા બેરેજ પાસેથી યુવકની વિકૃત લાશ મળી, હત્યાની આશંકા 

અમદાવાદ વાસણા બેરેજ પાસેથી યુવકની વિકૃત લાશ મળી

Ahmedabad Crime: વાસણા બેરેજ પાસે આવેલી કાંટાળી ઝાડીઓમાં એક યુવકની વિકૃત હાલતમાં લાશ મળી, ઓળખ કરવી મુશ્કેલ

અમદાવાદ: વાસણા બેરેજ નજીક આવેલી ઝાડીમાંથી એક યુવકની અત્યંત વિકૃત હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. યુવકની હત્યા થઇ છે કે તેનું કુદરતી મોત થયું છે, તે મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણવા મળશે. જે રીતે ઝાડીઓમાંથી યુવકની લાશ મળી આવી છે તે જોતા લાગી રહ્યુ છે કે તેની હત્યા કરવામાં આવી હોઇ શકે. પોલીસે યુવકની હત્યા થઇ છે તેવું માનીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

કાંટાળી ઝાડીઓમાંથી લાશ મળી

સાબરમતી રિવરફ્રન્ટ પર સીસીટીવી કેમેરાના અભાવના કારણે અનેક હિંસક ઘટનાઓ બની રહી છે, જેને રોકવા માટે પોલીસ ક્યાંકને ક્યાંક અસફળ પુરવાર થઇ રહી છે. રિવરફ્રન્ટ પોલીસને મેસેજ મળ્યો હતો કે વાસણા બેરેજ પાસે આવેલી કાંટાળી ઝાડીઓમાં એક યુવકની વિકૃત હાલતમાં લાશ પડી છે. મેસેજના આધારે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આ પણ વાંચો: 'મેં એક છોકરી બાવળની જાળીમાં બોલાવી છે તમે આવો,' પછી શું થયું?

લાશ અત્યંત વિકૃત થઇ ગઇ હોવાથી તેની ઓળખ કરવી મુશ્કેલ

યુવકની લાશ અત્યંત વિકૃત થઇ ગઇ હોવાથી તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. પોલીસે યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. યુવકની લાશ ફોગાઇ ગઇ હતી, જેથી તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. જેથી પોલીસે યુવકની ઓળખ થાય તે માટે સોશિયલ મિડીયામાં તેનો ફોટો વાયરલ કર્યા છે. આ સિવાય અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં ગુમ થયેલા યુવકોના પરિવારજનોની પણ પૂછપરછ શરૂ કરી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થશે ખુલાસો

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ યુવકની હત્યા થઇ છે કે તેનું કુદરતી મોત થયું છે, તેની જાણ પોલીસને થશે. યુવકની જે રીતે ઝાડીઓમાંથી લાશ મળી હતી, તે જોતાં લાગી રહ્યુ છે કે તેની હત્યા કરવામાં આવી હોઇ શકે. યુવકના શરીર પર ઇજાના નિશાન નહીં હોવાનું પોલીસ કહી રહી છે. પોલીસે હાલ તમામ દીશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રિવરફ્રન્ટ ઇસ્ટમાં એક મહિલાની અતિવિકૃત હાલતમાં લાશ ઝાડીઓમાંથી મળી આવી હતી. જેનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી દીધો હતો.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन