Home /News /ahmedabad /

અમદાવાદ : 'મારી મોતનું કારણ સુપરવાઈઝર મહેન્દ્ર પવાર છે, મને ખાતામાંથી કાઢી મૂકવા આવું કાવતરું કર્યુ'

અમદાવાદ : 'મારી મોતનું કારણ સુપરવાઈઝર મહેન્દ્ર પવાર છે, મને ખાતામાંથી કાઢી મૂકવા આવું કાવતરું કર્યુ'

Ahmedabad Suicide : અમદાવાદમાં યુવકનો આપઘાત, મેનેજર અને સુપરવાઈઝર પર ટોર્ચરનો આક્ષેપ

Ahmedabad News : અમદાવાદના (Ahmedabad Rakhiyal) રખીયાલ વિસ્તારનો કરૂણ કિસ્સો, હાર્ડવર્ક (HardWork) ન થઈ શકતા યુવકે કર્યો આપઘાત (Suicide), બાઇબલમાં મુકેલી ચિઠ્ઠી વાંચી પરિવારજનો ચોંકી ગયા

અમદાવાદ: શહેરમાં (Ahmedabad) એક યુવકે કંપનીનાં સુપરવાઈઝર (Supervisor) અને મેનેજરનાં (Manager) ત્રાસથી કંટાળીને આપઘાત (Suicide) કર્યો હોવાની ધટના બની છે. જેમાં કંપનીનાં મેનેજર-સુપરવાઈઝર દ્વારા માનસિક ટોર્ચર કરી નોકરીમાથી કાઢી મુકવાનો હુકમ કરી માનસિક રીતે હેરાન કરતા યુવકે ઘરમાં ગળેફાંસો ખાઈ પોતાના જીવનને ટુંકાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદનાં રખિયાલ વિસ્તારમાં રહેતા ડેનીશ ક્રિશ્ચીયન ઓઢવ ખાતે આવેલી એક  કંપનીમાં પેકીંગ ડિપાર્ટમેન્ટમાં 12 વર્ષથી નોકરી કરતા હતા..  ડેનીશ કિશ્ચીયનને છેલ્લાં 4 મહિનાથી કમરનો દુખાવો થયો હોવાથી તેનાથી હાર્ડવર્ક થઈ શકતુ નહતુ. જેથી તેમણે કંપનીનાં મેનેજર યોગેશ અને સુપરવાઈઝર મહેન્દ્ર પવારને હળવુ કામ આપવા માટે અવારનવાર રજૂઆત કરી હતી, છતાં મેનેજર અને સુપરવાઈઝર ડેનીશ ક્રિશ્ચીયનને હાર્ડવર્કનું કામ આપી ત્રાસ આપવામાં આવતો હતો.

'સસ્પેન્શન ઈન્કવાયરીનાં કામે નોટીસ આપી છે'

19 એપ્રીલ 2022નાં રોજ ડેનીશ ક્રિશ્ચીયન નોકરી પર ગયા અને સાંજે ઘરે પરત ફરતા પત્નિને જણાવ્યું હતુ કે કંપનીએ તેને સસ્પેન્શન ઈન્કવાયરીનાં કામે નોટીસ આપી છે અને નોટીશનો જવાબ કરવા માટે 7મી મેનાં રોજ સવારે 10 વાગે કંપનીમાં હાજર રહેવા જણાવ્યું છે. જેથી 7મી મેનાં રોજ ડેનીશ ક્રિશ્ચીયન સવારે 10 વાગે કંપનીમાં ગયા હતા અને રાતનાં 11 વાગે પરત ફર્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં સાસરિયાઓએ જમાઈને જ 2.5% વ્યાજે લાખો રૂપિયા આપ્યા, જમાઈએ 11માં માળેથી પડતું મૂક્યું

જે બાદ તેમણે પત્નિને જણાવ્યું હતું કે કંપનીનાં મેનેજર યોગેશભાઈએ તેને આજે વકીલ આવ્યો નથી જેથી  10મી મેનાં રોજ આવવાનું કહ્યું છે. જેથી 10મી મેનાં રોજ ડેનીશ ક્રિશ્ચીયન સવારે 8 વાગે કંપનીમાં ગયા અને બપોરે ઘરે આવ્યા ત્યારે નિરાશ જોવા મળ્યા હતા.

'માનસિક ટોર્ચર કરી નોકરીમાંથી છૂટો કરી દેવાનો મૌખીક હુકમ કર્યો'

પત્નિએ પુછતા ડેનીશે જણાવ્યુ હતુ કે કંપનીના મેનેજર યોગેશભાઈ તથા કંપનીનાં સુપરવાઈઝર મહેન્દ્રભાઈ પવારે તેને કંપનીમાં બે કલાક બેસાડી રાખી માનસિક ટોર્ચર કરી નોકરીમાંથી છૂટો કરી દેવાનો મૌખીક હુકમ કર્યો છે. જે બાદ બપોરનાં સમયે ડેનીશ ક્રિશ્ચીયને પત્નિને ઉપરના મકાનમાં બાઈબલ વાંચીને આવુ છુ તેમ જણાવી ઉપરનાં માળે ગયા હતા

પત્ની ચા આપવા માટે રૂમમાં ગઈ, પતિ ફાસો ખાધેલી હાલતમાં લટકતો મળ્યો

બપોરનાં સાડા ત્રણ વાગે ડેનીશ ક્રિશ્ચીયનની પત્નિ ચા બનાવી પતિને ચા આપવા માટે ઉપરનાં માળે ગઈ હતી, જોકે મકાનનો દરવાજો બંધ હોવાથી તેણે ખખડાવતા કોઈએ દરવાજો ખોલ્યો ન હતો.જેથી તેઓએ દરવાજો જોરથી ખોલતા ઘરમાં છત ઉપર લગાવેલા લોખંડનાં હુકમાં પતિએ નાયલોનની દોરીથી ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા તેણે બુમાબુમ કરી હતી.

આ પણ વાંચો : હે રામ! શાકમાં મીઠું થોડું વધારે પડી જતાં પતિએ અસ્ત્રા વડે પત્નીનો ટકો કરી નાખ્યો!

બાઈબલમાંથી અંતિમ ચિઠ્ઠી મળી આવી

જે બાદ પોલીસને ફોન કરતા પોલીસ ધટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવી હતી. પતિનાં મૃતદેહની અંતિમ  વિધિ કર્યા બાદ પત્નિ ઘરમાં જે રૂમમાં પતિએ આપઘાત કર્યો હતો ત્યાં ગઈ ત્યારે બાઈબલનું ધાર્મિક પુસ્તક મળ્યું હતું. જે પુસ્તકમાં તેણે જોતા એક ચોપડાનાં અડધીયાનાં કાગળમાં લખાણ મળી આવ્યું હતું.

Ahmedabad Suicide
ડેનિશ ક્રશ્ચિને લખેલી અંતિમ ચિઠ્ઠી


' મહેન્દ્રભાઈએ કારીગરો અને સાહેબ યોગેશ વચ્ચે લઈને આવુ કાવતરુ કર્યુ'

જેમાં "મારી મોતનું કારણ સુપરવાઈઝર મહેન્દ્ર પવાર છે, મહેન્દ્રભાઈએ કારીગરો અને સાહેબ યોગેશ વચ્ચે લઈને આવુ કાવતરુ કર્યુ હતુ. મને ખાતામાંથી કાઢી મુકવા પોલીસ સાહેબ મારા ઘરના બધા જ વ્યક્તિ નિર્દોષ છે, કોઈને પણ મારા ઘર વ્યક્તિને સજા ન થાય માટે આટલી મારી વિનંતી છે. લિ- ડેનીશ

આ પ્રકારનું લખાણ લખ્યું હતું.જેથી આ સમગ્ર મામલે ડેનીશ ક્રિશ્ચીયનની પત્નિએ પતિની કંપનીનાં મેનેજર અને સુપરવાઈઝર સામે આત્મહત્યા દૂષ્પ્રેરણની ફરિયાદ રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે..
Published by:Jay Mishra
First published:

Tags: અમદાવાદ, અમદાવાદના સમાચાર, આત્મહત્યા, ગુજરાતી સમાચાર

આગામી સમાચાર