Home /News /ahmedabad /હેવાન! માતાને ન બોલાવી લાવનાર પુત્રીને સાવકા પિતાએ હાથ બાંધી ફટકારી, ત્રણ સળિયા નાખવા પડ્યા

હેવાન! માતાને ન બોલાવી લાવનાર પુત્રીને સાવકા પિતાએ હાથ બાંધી ફટકારી, ત્રણ સળિયા નાખવા પડ્યા

સમગ્ર બાબતને લઇને પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

આરોપીએ દારૂ પીધેલી હાલતમાં માતાને બોલાવવાનું કહેતા દીકરીએ ના પાડતા તેને પગમાં હાથ બાંધી ફટકારી

અમદાવાદઃ શહેરમાં રહેતી એક મહિલાએ તેના જ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. એક રાત્રે તેનો પતિ દારૂ પીને ઘરે આવ્યો અને જમવાનું માંગતા મહિલાએ તેને જમવાનું આપી બાજુના ઘરે જતી રહી હતી. બાદમાં મહિલાના પહેલા પતિથી થયેલી દીકરીને આ સાવકા પિતાએ માતાને બોલાવવાનું કહેતા તેણે મનાઇ કરતા પિતા આવેશમાં આવી ગયા હતા.

બાદમાં તેને એટલી હદે માર માર્યો કે તેને સારવાર માટે બીજે દિવસે લઇ જવાતા ડોકટરે ગંભીર ઇજાઓ સાથે ફ્રેક્ચર થયું હોવાથી ઓપરેશન કરી ત્રણ સળિયા નાખવાની ફરજ પડી હતી. સમગ્ર બાબતને લઇને પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :  અમદાવાદ: જુમ્મા શેખે મહિલાની જાહેરમાં કરી છેડતી, પતિ સાથે પણ કરી માથાકૂટ

મહિલા ઘરે આવી ત્યારે તેની દીકરી બેભાન જેવી હાલતમાં પડી હતી


અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય  મહિલા હાલ તેના પતિ તથા ચાર બાળકો સાથે રહે છે. 12 વર્ષ પહેલા આ મહિલાના લગ્ન એક યુવક સાથે થયા હતા. જેના થકી એક દીકરી અને એક દીકરો જન્મ્યા હતા. ત્યારબાદ તે પતિ સાથે આ મહિલાને મનમેળ ન રહેતા ચાર વર્ષ પહેલાં છૂટાછેડા લઈ લીધા હતા અને ત્યારબાદ આ મહિલા તેના મામા ના ઘરે રહેવા લાગી હતી. ત્યાં રહ્યા પછી વર્ષ 2019 માં અન્ય એક યુવક સાથે મહિલાએ લગ્ન કર્યા બાદ તેની સાથે રહેવા લાગી હતી. આ પતિ ના બે સંતાનો પણ તેની સાથે રહેવા લાગ્યા હતા. નવેમ્બર મહિનામાં આ મહિલા તેના પરિવાર સાથે ઘરે હાજર હતી તે દરમિયાન તેનો પતિ કામ ધંધે નીકળી ગયો હતો અને ચાર બાળકો સાથે આ મહિલા ઘરે હાજર હતી.

આ પણ વાંચો :  અમદાવાદ: પોલીસનાં દીકરાને સોસાયટીનાં રહીશે માર્યો માર, 'તું કેમ બહુ ચરબી કરે છે?'

રાત્રે એકાદ વાગ્યાની આસપાસ મહિલાનો પતિ કામ ધંધેથી પરત આવ્યો તે સમયે આ મહિલા સૂઈ રહી હતી. તેના પતિએ આવીને મહિલાને જમવાનું આપવાનું કહેતા મહિલાએ જમવાનું આપ્યું હતું. પરંતુ તેનો પતિ દારૂ પીને આવ્યો હોવાથી ઝઘડો ના થાય તે માટે ઘરની બાજુમાં રહેતા તેના મામાના ઘરે જતી રહી હતી અને કલાક પછી પરત ઘરે આવી ત્યારે તેની દીકરી બેભાન જેવી હાલતમાં પડી હતી.

આ પણ વાંચો :  અમદાવાદ: પોલીસનાં દીકરાને સોસાયટીનાં રહીશે માર્યો માર, 'તું કેમ બહુ ચરબી કરે છે?'

પતિ બે દીકરીઓને લઈને ભાગી ગયો


જેથી મહિલાએ તેની દીકરીને પૂછતા તેણે જણાવ્યું કે તેના પિતાએ માતાને બોલાવી આવવાનું કહેતા તેણે તમે બોલાવી આવો એવું કહેતા તેનો હાથ પગમાં લઈને મચેડી નાખ્યો અને બાદમાં સાવરણી અને કાંસકા વડે માર મારી જતા રહ્યા હતા. બાદમાં મહિલાએ તેના પતિની આજુબાજુમાં ફરિયાદ કરતા તેનો પતિ બે દીકરીઓને લઈને ભાગી ગયો હતો. મોડી રાત સુધી તેનો પતિ ઘરે આવ્યો નહોતો. જેથી મહિલા તેના સંતાનો સાથે સુઈ ગઈ હતી. બીજા દિવસે દીકરીને લઈને સિવિલ હોસ્પિટલ ગઈ ત્યારે તેની દીકરીને ફ્રેક્ચર હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. બાદમાં ઓપરેશન કરી ત્રણ સળિયા નાખવાનું જણાવતા મહિલાએ તેની દીકરીની સારવાર કરાવી હતી. સમગ્ર બાબતને લઈને ડોક્ટરે કેવી રીતે વાગ્યું તેવું પૂછતા મહિલાએ સમગ્ર હકીકત જણાવતા પોલીસને જાણ કરાવી હતી. જેથી સમગ્ર બાબતને લઈને પોલીસે મહિલાના પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Bansari Gohel
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime latest news, Ahmedabad crime news, Ahmedabad police

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો