Home /News /ahmedabad /Power Corridor: અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચનાં એક ACP છે ચર્ચામાં

Power Corridor: અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચનાં એક ACP છે ચર્ચામાં

પાવર કોરિડોર

Power Corridor: અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીનાં સ્પેશિયલ બ્રાન્ચનાં એકએસીપીને અમદાવાદ પોલીસ કમિશ્નરે તેમના રીડર બ્રાન્ચનો વધારાનો હવાલો સોંપ્યો છે.

અમદાવાદ : અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચનાં એક ACP અંગે જાતભાતની ચર્ચાઓ થતી હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીનાં સ્પેશિયલ બ્રાન્ચનાં એકએસીપીને અમદાવાદ પોલીસ કમિશ્નરે તેમના રીડર બ્રાન્ચનો વધારાનો હવાલો સોંપ્યો છે. રીડર બ્રાન્ચમાં PIની નિમણૂક કરી દેવામાં આવી છે.પરંતુ રીડરનો વધારાનો હવાલો ધરાવતા આ એસીપી રીડર પીઆઇને કોઇ કામ જ નથી કરવા દેતા તેવી ચર્ચા પોલીસ કમિશ્નર કચેરીમાં ચાલી રહી છે. એસીપીએ પોલીસ કમિશ્નર કચેરીમાં એવુ વર્ચસ્વ ઉભુ કર્યું છે કે તેઓ જે કહે તે જ ચાલતું હોવાની ચર્ચા છે.

એટલે સુધી ચર્ચાઓ છે કે પોલીસ કમિશ્નર ના રીડર પીઆઇ પણ એસીપીને પૂછ્યા વગર સીપીને મળતા નથી. અઠવાડિયા પહેલા અમદાવાદ રીવરફ્રન્ટ ઇસ્ટનાં પીઆઇની અત્યંત સંવેદનશીલ ગણાતા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. આ બદલી પણ આ જ એસીપીએ કરાવી હોવાની ચર્ચાઓ છે.

વગદાર IPS  મકરંદ ચૌહાણે ગણતરીની મિનિટોમાં તેમની નિમણૂક અમદાવાદમાં કરાવી દીધી

ગુજરાત કેડરના 2007 બેચનાં અધિકારીને ગયા અઠવાડિયે એસપી માંથી ડીઆઇજી તરીકે પ્રમોશન આપવામા આવ્યું છે. આ બેચનાં કુલ 6 અધિકારીઓમાથી દિવ્યા મિશ્રાને બાદ કરતા મકરંદ ચૌહાણ અને દિપેન ભદ્રન ને ક્રીમ પોસ્ટીગ આપવામા આવ્યું છે. દિપેન ભ્રદ્રનને એટીએસ ના ડીઆઇજી બનાવાયા છે જ્યારે મકરંદ ચૌહાણ ને એસીબીમાં ડીઆઇજી તરીકે નિમણૂક આપવામા આવી છે. 2007 બેચના ડીઆઇજી મકરંદ ચૌહાણ ની બેચના પ્રમોશન ગયા જાન્યુઆરી મહિનાથી ડ્યૂ હતું.

જોકે, મકરંદ ચૌહાણ સામે ખંભાતમા થયેલા કોમ્યુનલ રાઇટસની તત્કાલીન ડીજીપી શિવાનંદ ઝા એ ઇન્કવાયરી શરુ કરવાને કારણે તેમનું પ્રમોશન અટકી જાય તેમ હતું. આઇપીએસ અધિકારીઓમા ચાલતી ચર્ચા મુજબ 2021માં જે પ્રમોશન મળવું જોઇતુ હતું તે સરકારે છેક ડીસેમ્બર મહિનામાં મકરંદ ચૌહાણ ની ઇન્કવાયરી પૂરી થયા બાદ આખી બેચ ને પ્રમોશન આપી દીધુ. 1વર્ષ મોડું પ્રમોશન મળ્યું પરંતુ ,ડીઆઇજી મકરંદ ચૌહાણ તેમના બેચ ના સાથી અધિકારીઓ સાથે જ પ્રમોશન લઇને એસીબી મા બેસી ગયા.

ડીઆઇજી મકરંદ ચૌહાણ સરકારના માનીતા અધિકારી છે ને કેન્દ્ર ના નેતાનો સાથે પણ સારો ઘરોબો ધરાવતા હોવાનું ચર્ચાયછે.. ચૂંટણી સમયે તેમને કોઇ રેન્જમાં જ મૂકવાના હતા. પરંતુ ગત અઠવાડિયાની તેમની સીએમ સાથેની મુલાકાત બાદ સિનારીયો બદલાયો.

સેક્રેટરીઓએ માહિતી નહીં આપતાં 100 દિવસના શાસનની ઉજવણી થઇ શકી નહીં.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગયા સપ્તાહમાં શાસનના100 દિવસ પૂર્ણ કર્યા છે પરંતુ તેઓ ઉજવણી કરી શક્યા નહીં તેનું મુખ્ય કારણ સચિવાલયના વિવિધ વિભાગો 100 દિવસની સિદ્ધિઓની માહિતી સમયસર આપી શક્યા નથી.

હવે તેઓ શાસનના 125 અથવા 200 દિવસની ઉજવણી કરશે. સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે શાસનના 100દિવસ પૂર્ણ થવાના હોય ત્યારે મુખ્યમંત્રી તેમના કેબિનેટ મત્રીઓઅને સચિવાલયના વિભાગોના સેક્રેટરીઓને વિભાગની સિદ્ધિઓની માહિતી આપવાનું કહે છે પરંતુ આ વખતે બે દિવસપહેલાં વિગતો માગવામાં આવી હોવાથી વિભાગના સેક્રેટરીઓસિદ્ધિઓની માહિતી આપી શક્યા નથી.

ગુજરાતમાં 1995 થી અત્યાર સુધી આવેલા ભાજપના તમામ મુખ્યમંત્રીઓએ શાસનના 100 દિવસ પૂર્ણ કર્યાની ઉજવણી કરી છે પરંતુ ભૂપેન્દ્ર પટેલ એક એવા મુખ્યમંત્રી છે કે જેઓ શાસનના 100 દિવસની ઉજવણી કરી શક્યા નથી.

અગાઉ કેશુભાઇ પટેલ, સુરેશ મહેતા, નરેન્દ્ર મોદી,આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીએ શાસનના 100 દિવસ પૂર્ણ કર્યા છે ત્યારે ઉજવણી કરી છે. આ ઉજવણી નહીં થવાનું કારણ મુખ્યમંત્રી કાર્યાલય અને વિભાગો વચ્ચે સંકલનનો અભાવ હોવાનું સચિવાલયમાં ચર્ચાઇ રહ્યું છે.

આદ્રા અગ્રવાલ સેશન્સ ડાયરેક્ટર તરીકે નિયુક્ત થયા

2007ની બેચના ગુજરાત કેડરના અધિકારી આદ્રા અગ્રવાલને ડાયરેક્ટર ઓફ સેશન્સ ઓપરેશન્સ ડાયરેક્ટર ઓફ સિટીઝન રજીસ્ટ્રેશન તરીકેગુજરાત દમણ અને દીવ તેમજ દાદરા નગર હવેલીના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT) દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, તેણીને સેન્ટ્રલ સ્ટાફિંગ સ્કીમ હેઠળ

01.01.2022 અથવા તે પછીના સમયગાળા માટે અને31.12.2025 સુધી અથવા આગળના આદેશો સુધીના સમયગાળા માટે નિયુક્ત કરવામાં આવી છે. ગુજરાત વહીવટી સેવાના અધિકારીઓને જેમ પ્રમોટેડ કરવામાંઆવે છે તેમ ગુજરાત વન સેવાના અધિકારીઓને પણ પ્રમોટેડકરવામાં આવતા હોય છે. એવી જ રીતે ગુજરાત વન સેવાના બેઅધિકારીઓને તાજેતરમાં પ્રમોટ કરવામાં આવ્યા છે.

કેન્દ્રમાંથી આદેશ થયા પ્રમાણે સ્ટેટ ફોરેસ્ટ સર્વિસના બેઅધિકારી એસએમ ડામોર અને આરએમ પરમારને ઇન્ડિયનફોરેસ્ટ સર્વિસ (આઇએફએસ)ની 2020ની પસંદગી યાદીમાંપ્રમોટેડ કરવામાં આવ્યા છે.

વાયબ્રન્ટ પછી હવે પોલીસ વિભાગમાં ધરમૂળથી ફેરફારોની સંભાવના

ગુજરાતની વાયબ્રન્ટ સમિટ પૂર્ણ થાય અને ઉત્તરાયણનાકમૂરતાં પૂર્ણ થાય પછી રાજ્યના વહીવટી તંત્રમાં ઉચ્ચઅધિકારીઓની સાથે પોલીસ વિભાગમાં પણ મોટાપાયેબદલીઓ આવી રહી છે. સરકારે તાજેતરમાં કેટલાકઆઇએએસ ઓફિસરોને બઢતી આપી છે પરંતુ હજી આપ્રક્રિયા અધુરી છે જે વાયબ્રન્ટ પછી પૂર્ણ થવાની સંભાવના છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસની વિવિધ કેડરમાં પણ બઢતીનીસંભાવના છે. ડીવાયએસપી કક્ષાના આમ તો 25 જેટલાઓફિસરો છે કે જેમને એસપી બનાવવામાં આવે, પરંતુ કેટલાકસામે ખાતાકીય તપાસ અને કેસ ચાલતા હોવાથી સાતઓફિસરો પ્રમોશનથી વંચિત રહી જાય તેવું ચર્ચાઇ રહ્યું છે.રાજ્યના પોલીસ વિભાગમાં જિલ્લા પોલીસ વડા, મહાનગરોનાપોલીસ કમિશનર અને ગૃહ વિભાગની મહત્વની જગ્યાઓ પરપણ મોટાપાયે ફેરબદલ સંભવ છે.
Published by:Margi Pandya
First published:

Tags: IG, Power Corridor, આઇએએસ, આઇપીએસ, પીઆઇ, પીએસઆઇ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन