Home /News /ahmedabad /અમદાવાદ: નર્સના આપઘાત કેસમાં નવો વળાંક, અંતિમ ચિઠ્ઠીમાં થયા મોટા ખુલાસા
અમદાવાદ: નર્સના આપઘાત કેસમાં નવો વળાંક, અંતિમ ચિઠ્ઠીમાં થયા મોટા ખુલાસા
મૃતકનાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
ચાંદખેડા પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કરી હતી. જોકે, જીમીનાં મૃતદેહ પાસેથી પોલીસને મૃતકે લખેસી અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં જીમીએ લખ્યું હતું કે, હું મારી મરજીથી જ આ પગલું ભરું છું.
અમદાવાદ: શહેરની એસએમએસ હોસ્પિટલની 24 વર્ષિય નર્સનો રવિવારે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ નર્સ જીમીબેન પરમાર 12મી જાન્યુઆરીથી ગુમ હતા. પરિવારની શોધખોળ બાદ પણ તેમની કોઇ જગ્યાથી ભાળ મળી ન હતી. જ્યારે રવિવારે એટલે કે, 15મી જાન્યુઆરીનાં રોજ તેમનો ગળેફાંસો ખાધેલી હાલતમાં હોસ્પિટલના સાતમે માળેથી મૃતદેહ મળ્યો હતો. જે બાદ પરિવારે હોસ્પિટલ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. આ અંગે ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી છે. તપાસમાં મૃતક પાસેથી અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી છે. જેમાં પ્રેમ પ્રકરણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલામાં પોલીસની ટીમની સાથે એફએસએલની તપાસ હાથ ધરી છે.
ત્રણ દિવસથી હતી ગુમ
આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં 12મી જાન્યુઆરીથી જીમીબેન પરમાર ગુમ હતા. આ અંગે હોસ્પિટલ તંત્રએ પરિવારને જાણ કરી હતી કે, જીમીબેન હોસ્પિટલમાં નથી. જે બાદ પરિવારે હોસ્પિટલની બહાર તમામ જગ્યાએ દીકરીની શોધખોળ કરી પરંતુ તેની ભાળ ક્યાંયથી પણ મળી ન હતી. જે બાદ 15મી તારીખે હોસ્પિટલનાં સાતમે માળેથી વાસી ઉત્તરાયણનાં દિવસે જીમીબેનનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જે બાદ હોસ્પિટલ તંત્રએ આ અંગે ચાંદખેડા પોલીસે જાણ કરી હતી. નોંધનીય છે કે, હોસ્પિટલનો સાતમો માળ બંધ હાલતમાં જ છે. ત્યાં કોઇની અવરજવ રહેતી નથી.
ચાંદખેડા પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કરી હતી. જોકે, જીમીનાં મૃતદેહ પાસેથી પોલીસને મૃતકે લખેસી અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં જીમીએ લખ્યું હતું કે, હું મારી મરજીથી જ આ પગલું ભરું છું. આ ઉપરાંત સુસાઈડ નોટમાં પ્રેમ પ્રકરણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હાલ પ્રેમ પ્રકરણમાં જીમીએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
જીમીબેનનાં ભાઇએ હોસ્પિટલનાં તંત્ર પર મોટા પ્રશ્નો કરતા આ અંગે જણાવ્યુ હતુ કે, 12મી તારીખે અમને બપોરે અઢીથી ત્રણ વાગ્યાની આસપાસ ફોન આવ્યો કે, જીમીબેન હોસ્પિટલમાં નથી તમે તાત્કાલિક અહીં આવી જાવ. તેમણે જણાવ્યું કે, બે કલાકથી તેઓ અહીં નથી. જેથી અમારી જવાબદારી છે કે તમને જાણ કરીએ. હોસ્પિટલને અમે કહ્યું કે, અમને સીસીટીવી બતાવો પરંતુ તેમાં જણાવ્યુ કે, અમારી સીસીટીવી કેમેરા નથી ચાલી રહ્યા. તો અમે પૂછ્યું કે, તો તમે કઇ રીતે તપાસ કરી? ત્યારે એડમિનના મોટા મેડમે જણાવ્યું કે, હોસ્પિટલનાં અમે તમામ બાથરૂમ, રૂમ બધી જગ્યાએ તેમને શોધ્યા છે. પરંતુ ક્યાંય તે નથી. પરંતુ એક સિક્યુરિટી ગાર્ડે તેમને હોસ્પિટલની બહાર જતા જોઇ છે.
જેથી અમે તે દિવસથી આજ સુધી અમે અમારી બેનને હોસ્પિટલની બહાર તમામ જગ્યાએ શોધતા હતા. જ્યારે આજે અમને ખબર પડી છે કે બેનનો હોસ્પિટલમાંથી મૃતદેહ મળ્યો છે. ત્યારે શું હોસ્પિટલે જ અમને ગેરમાર્ગે નથી દોર્યા? હોસ્પિટલનાં સાતમા માળે કોઇપણ જાય તો ચાલવાનો ડર લાગે એવું છે તો અહીં બીયુ પરમિશન કોને આપી તે પણ મોટો પ્રશ્ન છે. અમે એક પ્રશ્ન હોસ્પિટલનાં પ્રસાશનને પૂછીએ છીએ કે, જે કાંઇપણ આ થયું છે તે માટે તેઓ જવાબદાર નથી?