Home /News /ahmedabad /અમદાવાદ : સગીરા પર રેપની ઘટનામાં પોલીસને કોયડો ઉકેલવામાં છ દિવસ લાગ્યા? જુઓ સગીરાએ કેવું તરકટ રચ્યું?

અમદાવાદ : સગીરા પર રેપની ઘટનામાં પોલીસને કોયડો ઉકેલવામાં છ દિવસ લાગ્યા? જુઓ સગીરાએ કેવું તરકટ રચ્યું?

ગોમતીપુર રેપ કેસ

Gomtipur Rape Case : સગીરાએ ગોમતીપુર પોલીસ સ્ટેશન (Gomtipur Police Station) માં ચાર યુવકો વિરુદ્ધ અપહરણ અને બળાત્કાર (Rape Case0 ની ફરિયાદ નોંધાવી, પોલીસને શરૂઆતથી જ સમગ્ર બાબતમાં શંકા જતી હતી, પરંતુ સગીરા (Minor Girl) હોવાથી કાયદા મુજબ ફરિયાદને અગ્રીમતા આપવી પણ જરૂરી રહેતી હતી.

વધુ જુઓ ...
અમદાવાદ : શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશન (Gomtipur Police Station) માં થોડા દિવસો અગાઉ સગીરા પર કેટલાક લોકોએ દુષ્કર્મ (Rape Case) આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ ફરિયાદ નોંધતાની સાથે જ પોલીસને શંકા હતી કે, આ ફરિયાદમાં ખોટી રજૂઆતો કરવામાં આવી રહી છે. પણ ઉચ્ચ અધિકારી એટલે ઝોન 5 ડીસીપીના ઠપકાથી ડરીને ગોમતીપુર પોલિસે (Gomtipur Police) કાર્યવાહી કરી હતી. ડીસીપીને બીજા કામોમાં જેવી ગતાગમ પડે છે એવી ગતાગમ આ કેસમાં ન પડતા આખરે ગોમતીપુર પોલીસે જ સમગ્ર બાબતનું ઝીણવટ પૂર્વક ઇન્સવેસ્ટીગેશન કર્યું અને આખરે આક્ષેપ કરનારી સગીરા જ અને તેનો સગીર પ્રેમી સમગ્ર કેસમાં સંડોવાયેલા હતા અને ખોટી કહાની ઉભી કરી હોવાનું સામે આવ્યું છે.

ગોમતીપુર પોલીસ સ્ટેશનની હદમાં ગત 4 મે ના રોજ એક સગીરા તેના માતાપિતા સાથે પોલીસ સ્ટેશન આવી અને પોતાની પર ચાર લોકોએ તેનું અપહરણ કરીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યો હોવાની રજુઆત કરી હતી. જોકે પોલીસને શરૂઆતથી જ સમગ્ર બાબતમાં શંકા જતી હતી, પરંતુ સગીરા હોવાથી કાયદા મુજબ ફરિયાદને અગ્રીમતા આપવી પણ જરૂરી રહેતી હતી.

બીજીબાજુ કાર્યવાહી કેમ ન કરવી તેની સમજ ઉપરી અધિકારીઓને હોવાથી સ્થાનિક પોલીસ પણ ડરમાં રહી હતી. ડીસીપી પોતે ધ્યાન આપી રહ્યા હતા પણ પોતાનાથી નહિ પહોંચી વળાય તેમ માની લીધું હોય તેમ જાણે સ્થાનિક પોલીસને ખો આપી દેતા ગોમતીપુર પોલીસે ફરિયાદના આધારે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો તો નોંધ્યો પરંતુ ગોમતીપુર પોલીસે ઉલટ તપાસ પણ હાથધરી હતી. જેમાં કેટલીક ચોંકાવનારી હકીકત સામે આવીને ઉભી રહી ગઈ. જેમાં પીડિત સગીરા જે પ્રમાણેના આક્ષેપો કરતી હતી તે મુજબની એક પણ હકીકત પોલીસને પુરાવા રૂપે જોવા મળતી નહોતી અને બાદમાં પોલીસે સગીરાની વિડીયોગ્રાફી સાથે પૂછપરછ હાથ ધરી જેમાં સગીરાએ પોલીસ સમક્ષ હકીકત સ્વીકારી લીધી અને હકીકત જાણ્યા પછી તો ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

માસ્ટર માઈન્ડ સગીરાએ પોતાના સગીર પ્રેમી સાથે એક આખી રાત બહાર વિતાવી હતી અને તે વાતની જાણ તેના પરિવારજનને થઈ ગઈ હોવાની બીક ના લીધે સગીરાએ આ સમગ્ર તરકટ રચ્યું હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, ત્યારબાદ ગોમતીપુર પોલીસે સગીરાએ જે કોઈપણ રજુઆત ફરિયાદમાં દર્શાવી હતી તે તમામ જગ્યાઓ પર સગીરાને લઇ જવામાં આવી અને પુરાવા એકત્ર કરવામાં આવ્યા જેમાં પોલીસે કેટલાક સીસીટીવી ફૂટેજ પણ એકત્ર કર્યા છે જેમાં સગીરા અને તેનો સગીર પ્રેમી બંને જોડે જતા હોય તેવા પુરાવા પણ પોલીસે કબ્જે લીધા છે.

ઉલ્લેખનીય છે કે, બીજી તરફ સગીરા જે ચાર લોકોના નામ આપતી હતી તે લોકોના નામ આપતી હતી તે ચારેય વ્યકતીઓના ટાવર લોકેશન તથા બનાવના દિવસના લોકેશન પણ કઢાવ્યા હતા ત્યારે આ ચારેય યુવકોના નામ લેવા પાછળનું કારણ સગીરાએ પોલીસને આપ્યું છે કે આ ચારેયમાંથી હબીબ નામના યુવકની બહેન પણ સગીરાની ચાલીમાં જ રહેતી હતી, જેથી કરીને આ ચારેય યુવકો અવારનવાર અવર જવર કરતા હતા, તેથી સગીરાએ આ ચારેય યુવકોના નામ પોલીસને આપી દીધા હતા.

આ પણ વાંચોઅમદાવાદમાં વેબ સિરીઝ જેવી કહાની, સોસાયટીમાં એક ભાભી પાછળ બે મિત્રો થયા લટટુ, અને...

આખરે સમગ્ર ભાંડો ફૂટી પડતાં સગીરાએ પોતાના સગા માતાપિતા સાથે રહેવાની સહમતી દર્શાવી નથી, જેથી હવે ગોમતીપુર પોલીસ આ સગીરાને બાળ સુધારણા કેન્દ્રમા મોકલી આપશે, અને હવે સગીરાના પ્રેમીએ શારીરિક સબંધ બાંધતા તેની સામે કાર્યવાહી કરવા તજવીજ કરાશે. તો સગીરાએ પોલીસને ગુમરાહ કરી તે બાબતે કોઈ એક્શન લેવાય છે કે કેમ તે જોવાનું રહેશે
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad latest news, Ahmedabad news, Ahmedabad police, Gomtipur, Minor Rape Case