Home /News /ahmedabad /Ahmedabad : સિંધુભવન પર પોલીસ અને બુલેટસવાર વચ્ચે ગરમાગરમી, ટોપી પટ્ટા ઉતરાવી દેવાની ધમકી આપી

Ahmedabad : સિંધુભવન પર પોલીસ અને બુલેટસવાર વચ્ચે ગરમાગરમી, ટોપી પટ્ટા ઉતરાવી દેવાની ધમકી આપી

ટ્રાફિક પોલીસ (Shutterstock તસવીર)

પોલીસે બે યુવક અને એક યુવતી સામે ગુનો નોંધી કાયદાના પાઠ ભણાવ્યા

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ શહેરના સિંધુભવન રોડ પર લોકો સ્ટંટ કરતા પોલીસે કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે એક અલગથી ટીમ બનાવી સાંજે સિંધુભવન રોડ પર આ ટીમ ડિપ્લોય કરી સ્ટંટ કરતા લોકો અને ફેન્સી નંબર પ્લેટ ધરાવનાર તથા નિયમો ન પાળનાર સામે કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે ગઇકાલે એક ફેન્સી નંબર પ્લેટ લગાવી બુલેટ લઇને નીકળનાર બુલેટ વાળાને પોલીસે રોક્યો હતો.

પોલીસ સાથે ઘર્ષણ કરી મારા માણસો બોલાવું છું તેમ કહી એક યુવતી અને યુવકને બોલાવી લીધા હતા. આ તમામ લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કરી ટોપી પટ્ટા ઉતરાવી લેવાની ધમકી આપી હતી. જેથી દાખલો બોસાડવા માટે પોલીસે આ તમામ લોકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :  ગુજરાત ચૂંટણી : લલિત વસોયાએ કોંગ્રેસની જાહેરાતની પણ રાહ ન જોઇ, આ બેઠક પરથી ખુદને ઉમેદવાર ઘોષિત કરી દીધાં

શું છે સમગ્ર મામલો


શહેરના સિંધુભવન રોડ પર તાજેતરમાં જ લોકોનો જીવ જોખમાય તે રીતે કારમાં ફટાકડા ફોડવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી હતી. સાથે જ આ રોડ પર સ્ટંટ કરતા લોકો પણ વધી રહ્યા હોવાથી પોલીસ અચાનક જ સક્રિય બની છે. ત્યારે ઝોન 7 ડીસીપીએ તેમના તાબાના પોલીસસ્ટેશનનો કેટલોક સ્ટાફ સિંધુભવન રોડ પર તહેનાત કરી વાહન ચેકિંગ કરવામાં લગાવી દીધો હતો.

ગઇકાલે પણ આ જ રીતે ઝોન 7 ડીસીપીના વિસ્તારમાં આવતા પોલીસસ્ટેશનનો કેટલોક સ્ટાફ સિંધુભવન રોડ પર વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન એક બુલેટ લઇને એક યુવક યુવતી ત્યાંથી પસાર થતા હતા. જે બુલેટ ચાલકને પોલીસે રોકી તેની નંબર પ્લેટ યોગ્ય ન હોવાથી દંડ ભરવા હુકમ કર્યો હતો. જે બુલેટ ચાલક અંશ ટોળિયાને રોકી પોલીસ તેને નિયમ સમજાવી રહી હતી.

આ પણ વાંચો :  ગુજરાત ચૂંટણી : 'હું નહીં તો મારી પત્ની ચૂંટણી લડશે,' ભાજપના દબંગ નેતાનું એલાન

આ અંશ ટોળિયાએ આવો કોઇ દંડ ભરવાનો થતો નથી, હું જોઇ લઉ છું ,બીજા માણસો બોલાવુ છુ. આવું કહ્યા બાદ અંશ ટોળિયાના ઓળખીતા એક યુવક અને એક યુવતી ત્યાં આવી પહોંચ્યા હતા. જેમાં મોના પરીનભાઇ મજમુદાર નામની મહિલાએ પોલીસ સાથે બોલાચાલી શરૂ કરી હતી. તમે પોલીસ રોડ પર ઉભા રહીને હપ્તા જ ઘરાવો છો, દંડ ભરવાનો નથી, તેમ કહી બુલેટ પર બેસી ગઇ હતી અને તમે બુલેટને કેવી રીતે અડો છો તેમ કહી તમારા ટોપી પટ્ટા ઉતરાવી દઇશ તેવી ધમકી આપી હતી. બાદમાં કોઇએ પોલીસને દંડ આપવાનો નથી, પોલીસ કેવી રીતે દંડ ઉઘરાવે છે, જોવું છું તેમ કહી રોડ પર પોલીસ સાથે ઘર્ષણ શરૂ કર્યું હતું.

બાદમાં વિશાલ ભરવાડ નામનો શખ્સ પણ આવેશમાં આવી ગયો અને આજે તો તમને બધાને જોઇ લેવાના છે, તમે કેવી રીતે નોકરી કરો છો તે જોવું છું, બુલેટને હાથ લગાવ્યો તો તમે કેમની નોકરી કરો છો તે જોવું છું, તેમ કહી પોલીસ સાથે ઘર્ષણ શરૂ કર્યં હતું. આમ પોલીસે આ ત્રણેય લોકો સામે ગુનો નોંધી ફેન્સી નંબર પ્લેટ રાખવા બદ તે માટીને પણ કાર્યવાહી કરી હતી. સરખેજ પોલીસે આ અંગે ગુનો નોંધી તમામ લોકોને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
Published by:Bansari Gohel
First published:

Tags: Ahmeadbad, Ahmedabad crime news, Ahmedabad latest Crime News, Ahmedabad news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन