Home /News /ahmedabad /અમદાવાદ: શહીદ જવાનનું સન્માન કુરિયરથી કેમ? પોસ્ટથી આવેલા શૌર્યચક્રનો પરિવારજનોએ અસ્વીકાર કર્યો 

અમદાવાદ: શહીદ જવાનનું સન્માન કુરિયરથી કેમ? પોસ્ટથી આવેલા શૌર્યચક્રનો પરિવારજનોએ અસ્વીકાર કર્યો 

શોર્યચક્ર રાષ્ટ્રપતિના હસ્તે આપવાના બદલે કુરિયરમાં પોસ્ટ કરી દેવાતા માતા-પિતાને આ અપમાન જેવું લાગ્યું હતુ.

Ahmedabad Shaheed Jawan: કાશ્મીરમાં કુલગામમાં ગોપાલસિંહએ આતંકવાદીઓ સાથે અથડામણમાં 4 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. અને તેઓની  સાથે લડતા લડતા શહીદ થયા હતા.

અમદાવાદ: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે અથડામણમાં શહીદ થયેલા અમદાવાદના ગોપાલસિંહ ભદોરીયાને મળેલા શહીદ સન્માન સામે નારાજગી દર્શાવી છે. 2017માં શહીદ થયેલા જવાનને આપવામાં આવેલું શોર્ય ચક્ર રાષ્ટ્રપતિના હસ્તે મળવાની જગ્યાએ પરિવારજનોને કુરિયરથી શોર્ય ચક્ર મોકલવામાં આવતા પરિવારે આ શોર્ય ચક્ર સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. અને પરિવારજનોએ શહીદના સન્માનની જગ્યાએ અપમાન ગણાવ્યું છે. સાથે જ દીકરાને સન્માનપૂર્વક શોર્ય ચક્ર મળે તેવી માંગ કરી છે.

દેશની સુરક્ષા માટે દુશ્મનો સામે જંગ લડતા લડતા શહીદ થયેલા શહીદના પરિવારે હવે પોતાના દીકરાના સન્માન માટે જંગે ચઢવું પડ્યું છે તેવી સ્થિતિ સર્જાઈ છે. વાત છે અમદાવાદના ઠક્કરનગર વિસ્તારના ગોપાલસિંહ ભદોરીયા વર્ષ 2017માં આતંકવાદીઓ સાથે અથડામણમાં શહીદ થયા હતા. દીકરાની શહાદત પરિવાર માટે દુખની ક્ષણ જરુર હતી પરંતુ દેશ માટે શહીદ થવાનું ગૌરવ પણ હતું. પરંતુ આ ગૌરવની સાથે મળેલુ શૌર્યચક્ર શહીદના માતાપિતાએ પરત કર્યું છે. સાથે જ આ સન્માનને પરિવારને અપમાન સમાન ગણાવ્યું છે.

કાશ્મીરમાં કુલગામમાં ગોપાલસિંહએ આતંકવાદીઓ સાથે અથડામણમાં 4 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. અને તેઓની  સાથે લડતા લડતા શહીદ થયા હતા. તેમની બહાદુરી અને શહાદતને લઈને શોર્ય ચક્રથી નવાજવામાં આવ્યા. પરંતુ શહીદ ગોપાલસિંહની પત્ની અને માતા-પિતાને હક્કને લઈને કોર્ટમાં ચાલતા વિવાદના કારણે શોર્ય ચક્ર પર હક્કને લઈને આ શોર્ય ચક્ર પરિવારને સોંપવામાં આવ્યો ન હતો. ત્યારબાદ હાલમાં દીકરા પર માતા પિતાના હક્કને ધ્યાને લઈને કોર્ટના આદેશ બાદ માતા પિતાએ દીકરાનું શોર્ય ચક્ર આપવાની માંગ કરી હતી.

આ પણ વાંચો: શું ATMમાં 4થી વધારે વખત રૂપિયા ઉપાડશો તો 173 રૂપિયા કપાશે? 

જો કે આ શોર્યચક્ર રાષ્ટ્રપતિના હસ્તે આપવાના બદલે કુરિયરમાં પોસ્ટ કરી દેવાતા માતા-પિતાને આ અપમાન જેવું લાગ્યું હતુ અને તેઓએ શોર્ય ચક્ર પરત કર્યો છે. ગોપાલસિંહ ભદોરિયા 2003માં સેનામાં ભરતી થયા હતા અને તેઓનું 2007માં  NSGમાં સિલેક્શન થયું હતું. કમાન્ડોની વિશેષ તાલીમ દરમ્યાન 26 સપ્ટેમ્બર 2008ના મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં તાજ હોટલ ઓબરોય હોટલ અને નરીમન પોઇન્ટ પર બહાદુરી પૂર્વક ફરજ બજાવી હતી. તેઓએ ઇજાગ્રસ્ત ઓફિસરને ઉઠાવીને એમ્બ્યુલન્સ સુધી લઈ જઈને ફરી ઓપરેશનમાં જોડાઈને આતંકીઓ સાથે અથડામણમાં ઉત્તમ કામગીરી કરી હતી.

આ પણ વાંચો: વડોદરામાંથી રહસ્યમય રીતે ગુમ થયેલો પરિવાર 20 દિવસ બાદ અચાનક પરત ફર્યો

મહત્વનું છે કે ગોપાલ સિંહના માતા-પિતાની સાથે સાથે ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુરએ પણ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે "શૌર્ય ચક્ર" જેવા વીરતા પુરસ્કારની ગરિમા અને પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને, શહીદ લાન્સ નાઈક ગોપાલ સિંહ ભંદોરિયાના માતા-પિતાને રાષ્ટ્રપતિ ભવન સમારોહમાં આમંત્રિત કરવામાં આવે અને તેમના પુત્રની ગાથા સંભળાવી શોર્ય ચક્ર આપવા વિનંતી કરી છે.
Published by:Rakesh Parmar
First published:

Tags: Ahmedabad news, અમદાવાદ, ગુજરાત, ભારતીય સેના, ભારતીય સેના Indian Army