16થી 27 જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાશે દુબઈ જેવો શોપિંગ ફેસ્ટિવલ, જાણી લો આકર્ષણો

News18 Gujarati
Updated: December 7, 2018, 9:18 AM IST
16થી 27 જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાશે દુબઈ જેવો શોપિંગ ફેસ્ટિવલ, જાણી લો આકર્ષણો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: December 7, 2018, 9:18 AM IST
ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સહકારથી 'વાઇબ્રન્ટ ગુજરાત અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ 'નું અનોખું આયોજન કરાયું છે. અમદાવાદમાં તા.16 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી યોજાશે. જેમાં ઇનામો અને બમ્પર ઇનામ પણ ડ્રો કરીને આપવામાં આવશે. 60,000 જેટલા આઉટલેટસ આ ફેસ્ટિવલમાં રજિસ્ટર્ડ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ફેસ્ટમાં સોમવારથી ઓનલાઈન રજિસ્ટ્રેશન ઉપરાંત દરેક ઝોન કક્ષાએ અને મ્યુનિ.ની વેબસાઈટ પરથી વેપારીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે.

દુબઇનાં શોપિંગ ફેસ્ટિવલથી લીધી પ્રેરણા

દર વર્ષે દુબઇમાં યોજાતા શોપીંગ ફેસ્ટીવલને ધ્યાનમાં રાખીને આનું આયોજન કરવામાં આવ્યું છે. શોપીંગ, ટુરિઝમ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવાનો મુખ્ય ઉદ્દેશ છે.

જુઓ: સ્વચ્છ અમદાવાદ: કચરાપેટી છે નહીં અને AMC સૂકા-ભીના કચરાની વાતો કરે છે

રાત્રે પણ દુકાનો ખૂલ્લી રખાશે

આ અંગે માહિતી આપતા અમદાવાદના મેયરે વિજય નેહરાએ જણાવ્યું હતું કે, 'ડિસ્કાઉન્ટ, ઓફર્સ અને કરોડોના ઇનામોની ભરમાર વચ્ચે રાત્રે પણ દુકાનો ખૂલ્લી રખાશે. સમગ્ર ભારતમાં આ પહેલો પ્રયોગ છે. હેરીટેજ વોક, ખાણીપીણી, આર્ટ એન્ડ ક્રાફ્ટ, નાટકો, શેરી નાટકો, ફિલ્મોત્સવ, સેમીનાર, કલાકારોનું લાઇવ પરફોમન્સ સહિતના પણ આકર્ષણો હશે. 80 થી વધુ એસોસિએશનમાં ઓટોમોબાઈલ્સ, ગારમેન્ટસ, ઝવેલર્સ, હાર્ડવેર, પેપર, ઓઈલ, મર્ચન્ટ, ટીમ્બર, અગરબત્તી,લેધર, ફુટવેર, ક્રોકરી, ગ્લાસવેર, મોબાઈલ, હોટેલ-રેસ્ટોરાં તથા કેમિસ્ટ જોડાયા છે. આ માટે સ્પેશિયલ મોબાઇલ એપ પણ બનાવાઇ છે.'આ પણ વાંચો : મોરારિ બાપુ થયા ગુસ્સે, 'સબ હનુમાન કી જાતિ ખોજને નીકલે હેં, બંધ કરો'

સાબરમતી રિવરફ્રન્ટ પર બનશે વિશેષ ડોમ

શોપિંગ ફેસ્ટિવલ માટે સાબરમતી રિવરફ્રન્ટ પર બનનારા વિશેષ ડોમમાં રાજ્યના દરેક જિલ્લાની પ્રખ્યાત વસ્તુઓ એક જ સ્થળેથી મળી રહેશે. આ ઉપરાંત ગ્રાહક દરેક ખરીદી પરનું ડિસ્કાઉન્ટ ઓનલાઈન જોઈ શકશે.

ઓનલાન ડિસ્કાઉન્ટ જોવાશે

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની એપ સોમવાર સુધી કાર્યરત કરાશે. ગ્રાહક તેમાં રિટેલરો દ્વારા આપવામાં આવેલા ડિસ્કાઉન્ટ કે ઓફરને જોઈ શકશે. તેમના ખર્ચ પ્રમાણે કુપન્સ ભેગી કરી શકશે.
First published: December 7, 2018
વધુ વાંચો अगली ख़बर