Home /News /ahmedabad /ચૂંટણીમાં મહિલાઓને ટિકિટ આપવી એ ઈસ્લામ વિરોધી, અમદાવાદની જામા મસ્જિદના શાહી ઈમામનું નિવેદન

ચૂંટણીમાં મહિલાઓને ટિકિટ આપવી એ ઈસ્લામ વિરોધી, અમદાવાદની જામા મસ્જિદના શાહી ઈમામનું નિવેદન

ચૂંટણીમાં મહિલાઓને ટિકિટ આપવી એ ઈસ્લામ વિરોધી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાના મતદાનની પૂર્વ સંધ્યાએ અહીં પત્રકારો સાથે વાત કરતાં શાહી ઇમામ શબ્બીર અહેમદ સિદ્દીકીએ કહ્યું હતું કે, ચૂંટણીમાં મહિલાઓને ટિકિટ આપવી એ ઇસ્લામ વિરુદ્ધ બળવો છે અને તે ધર્મને નબળો પાડે છે.

વધુ જુઓ ...
    અમદાવાદ: અમદાવાદમાં જામા મસ્જિદના શાહી ઈમામ શબ્બીર અહેમદ સિદ્દીકીએ રવિવારે કહ્યું હતું કે, ચૂંટણીમાં મહિલાઓને ટિકિટ આપવી એ ઈસ્લામ વિરુદ્ધ બળવો છે અને તે ધર્મને નબળો પાડે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાના મતદાનની પૂર્વસંધ્યાએ અહીં પત્રકારો સાથે વાત કરતા શાહી ઇમામ શબ્બીર અહેમદ સિદ્દીકીએ જણાવ્યું હતું કે, મહિલાઓને ઇસ્લામમાં ચોક્કસ સ્થાન હોવાથી તેમને નમાજ પઢવાની મંજૂરી નથી.

    તમારી પાસે પુરૂષ નથી કે જે મહિલાઓને ટિકિટ આપી શકે: શાહી ઈમામ
    તેણે કહ્યું કે, 'જો તમે ઇસ્લામ વિશે વાત કરો છો. શું તમે ક્યારેય એકલી સ્ત્રીને નમાઝ અદા કરતી જોઈ છે? ઇસ્લામમાં નમાઝનું ખૂબ મહત્વ છે. જો ઈસ્લામમાં મહિલાઓનું લોકોની સામે આવવું યોગ્ય હોત તો શું તેમને મસ્જિદમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હોત. આ સાથે શાહી ઈમામે પૂછ્યું હતું કે, તમારી પાસે કોઈ પુરુષ નથી, જે મહિલાઓને ટિકિટ આપે છે. તેમણે કહ્યું કે, આવી પહેલથી આપણો ધર્મ નબળો પડી જશે.

    આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીના ફાઈનલ માટે કાઉન્ટડાઉન શરૂઃ 2.51 કરોડ મતદારો 833 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે


    મહિલાઓને ટિકિટ આપવાનો સખત વિરોધઃ શબ્બીર અહેમદ સિદ્દીકી
    શાહી ઈમામ શબ્બીર અહેમદ સિદ્દીકીએ કહ્યું કે, તમે જોયું જ હશે કે કર્ણાટકમાં હિજાબનો મુદ્દો સામે આવ્યો છે. આ મુદ્દે ભારે હોબાળો થયો હતો. સ્વાભાવિક છે કે, જો તમે તમારી મહિલાને જબરદસ્તી વગર ધારાસભ્યો અને કાઉન્સેલર બનાવશો તો અમે હિજાબને સુરક્ષિત રાખી શકીશું નહીં. શબ્બીર અહેમદ સિદ્દીકીએ કહ્યું કે, હું ચૂંટણીમાં મહિલાઓને ટિકિટ આપવાના સખત વિરોધમાં છું. તમે પુરુષોને ટિકિટ આપો છો, જ્યાં કોઈ મજબૂરી નથી, હું એ અપવાદની વાત નથી કરતો. હા, જો એવો કાયદો હોત કે તે સીટ પરથી માત્ર મહિલાઓ જ ચૂંટણી લડી શકે તો તમે આમ કરી શક્યા હોત કારણ કે મજબૂરી હતી, પણ અહીં કોઈ મજબૂરી નથી.


    મહિલાઓનું વધુ ચાલે છે

    આ સિવાય તેમણે કહ્યું કે, હું માનું છું કે આ લોકો મહિલાઓને ટિકિટ એટલા માટે આપી રહ્યા છે કારણ કે તેમનો એક ઉદ્દેશ્ય છે, આજકાલ મહિલાઓનું વધુ ચાલે છે. તેમનો પ્રયાસ છે કે, જો મહિલાઓને પકડી રાખવામાં આવે તો આખો પરિવાર પકડાઈ જાય. આ સિવાય મને બીજો કોઈ હેતુ દેખાતો નથી.


    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Ahmedabad news, Gujarat Assembly Election 2022, Gujarat Elections

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन