Home /News /ahmedabad /અમદાવાદમાં બબાલ : લુખ્ખાં તત્વોએ શાહઆલમ વિસ્તાર બાનમાં લીધો, બે જૂથો વચ્ચે ઉડી તલવારો

અમદાવાદમાં બબાલ : લુખ્ખાં તત્વોએ શાહઆલમ વિસ્તાર બાનમાં લીધો, બે જૂથો વચ્ચે ઉડી તલવારો

લુખ્ખા તત્વો જાહેરમાં તલવારો લઇને નીકળી પડ્યા

Ahmedabad Crime : પોલીસે 6 લોકો વિરૂદ્ધ સામસામે ફરિયાદ નોંધીઃ હુમલાની ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત 

અમદાવાદ : શહેરના શાહઆલમ વિસ્તારમાં મોડીરાતે બે જૂથો તલવારો સાથે આમને સામને આવી જતાં મામલો બીચક્યો હતો. મોડી રાતથી સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ત્રણ યુવકો પૈકી બે યુવકો હાથમાં તલવાર લઇને શાહઆલમ વિસ્તારમાં નીકળ્યા છે. જેમાં તેમના પર ટોળુ પથ્થરમારો કરી રહ્યું છે. વિડીયો વાયરલ થયા બાદ પણ પોલીસે ફરિયાદ દાખલ કરી છે.

નજીવી બાબતે બોલાચાલી બાદ મામલો બિચક્યો


વિસ્તારમાં રહેતા અજરુદ્દીન નસરુદ્દીન શેખે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં કુતુબ શાહ, નવાઝ શાહ અને શહેનાઝ શાહ વિરૂદ્ધ મારમારીની ફરિયાદ કરી છે. ગઇકાલે સાંજે અજરુદ્દીન શેખ પીઝા લેવા માટે ગયો હતો ત્યારે તેના ભાઇનો ફોન આવ્યો હતો જેમાં તેણે જણાવ્યુ હતું કે, કુતુબે આપણી બાઇકને લાત મારીને પાડી દીધી છે.

આ પણ વાંચો : અમદાવાદ: શંકાશીલ પતિએ પત્ની પર ત્રાસ ગુજારી એસિડ એટેકનો કર્યો પ્રયાસ

અજરૂદ્દીન શેખ ઘર પાસે પહોચ્યો ત્યારે તેણે કુતુબને પુછ્યુ હતું કે, મારી બાઇક કેમ નીચે પાડી દીધુ છે. જેથી કુતુબ ઉશ્કેરાયો હતો અને અજરુદ્દીન પર હુમલો કરી દીધો હતો. અજરુદ્દીન પર હુમલો કર્યા બાદ બીજા બે યુવકો ઉપર પણ હુમલો કરીને નાસી ગયા હતા. અજરૂદ્દીન અને તેના ભાઇઓએ દંડાના ફટકા માર્યા હતા.

આ ઘટના બાદ કુતુબે તેના ભાઇ અજમુદ્દિન શાહને ફોન કર્યો હતો અને કહ્યુ હતું કે અગાઉના ઝધડાનું સમાધાન કરવા માટે રાતે શાહઆલમ મુન્નાભાઇને મળવા માટે જવાનું છે. રાતે કુતુબ, અજમુદ્દીન અને નવાબશાહ શાહઆલમ ખાતે કિરાણાનો સ્ટોર ધરાવતા મુન્નાભાઇની દુકાન પાસે પહોચ્યા હતા.

આ પણ વાંચો : VandeBharat Express accident: અમદાવાદમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નડ્યો અકસ્માત, કોઇ જાનહાની નહીં

તલવાર કાઢીને અજમુદ્દીનશાહને મારી દીધી


ત્રણેય જણાએ મુન્નાભાઇ સાથે સમાધાન કરીને પરત ઘરે જેવા માટે નિકળ્યા હતા ત્યારે આશિફ બાદશાહ નામનો યુવક આવ્યો હતો અને તેણે કુતુબને ગાળો આપીને કહ્યુ હતું કે, તમે કેમ મુન્નાભાઇ સાથે ઝઘડો કરી રહ્યા છો. કુતુબે ગાળો બોલવાની ના પાડતા આશિફ બાદશાહ ઉશ્કેરાયો હતો અને તેની પાસે તલવાર કાઢીને અજમુદ્દીનશાહને મારી દીધી હતી.

ત્યારબાદ હજરુદ્દીન અને ઇમરાન નામના યુવકો પણ ત્યાં આવી પહોચ્યા હતા અને કુતુબ અને નવાબશાહ પર હુમલો કરી દીધો હતો. બુમાબુમ થતા હુમલાખોરો નાસી ગયા હતા. ઇસનપુર પોલીસે સામસામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. શાહઆલમ વિસ્તાર ગુંડાઓએ રીતસરનું બાનમાં લીધો હોય તેવી રીતે તલવારો લઇને યુવકો નીકળ્યા હતા જેમના ઉપર લોકો પથ્થરમારો પણ કરી રહ્યા હતા. પોલીસની આ કામગીરીથી અનેક સવાલો ઉભા થયા છે. પોલીસે આરોપી વિરૂદ્ધ માત્ર મારમારી તેમજ ધાકધમકીની ફરિયાદ નોંધી છે. યુવકો હાથમાં તલવારો લઇને નીકળી પડ્યા હતા અને બાદમાં તેમના પર લોકોએ પથ્થરમારો કર્યો હતો. સ્થાનિકોએ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કરી દીધો છે પરંતુ બંને ફરિયાદમાં ક્યાંય બે તલવાર અને પથ્થરમારાનો ઉલ્લેખ નથી.
Published by:Bansari Gohel
First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad Crime New, Crime City Crime News, Latest Ahmedabad Crime news

विज्ञापन
विज्ञापन