Home /News /ahmedabad /Ahmedabad : એસજી હાઇવે પર હાઇ વોલ્ટેજ ડ્રામા, બિલ્ડરને રસ્તા વચ્ચે રોકી મહિલાએ ગાળો ભાંડી; કરવા લાગી મારામારી

Ahmedabad : એસજી હાઇવે પર હાઇ વોલ્ટેજ ડ્રામા, બિલ્ડરને રસ્તા વચ્ચે રોકી મહિલાએ ગાળો ભાંડી; કરવા લાગી મારામારી

અમદાવાદના એસજી હાઇવે પર હાઇ વોલ્ટેજ ડ્રામા

builder beaten up by woman : અમદાવાદના એસજી હાઇવે પર હાઇ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો જ્યારે બે મહિલાઓ એક બિલ્ડર અને તેની પત્ની પર તૂટી પડી હતી. જોતજોતામાં જ મામલો બિચક્યો હતો અને મારામારી સુધી પહોંચી ગયો હતો.

    અમદાવાદ : બુધવારે રાત્રે એસજી હાઇવે પર બિલ્ડર અને તેની પત્નીને માર મારનાર બે મહિલાઓ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. અનિલ સોલંકીએ (49) બોડકદેવ વિસ્તારમાં રહેતી રિતિકા અને નિધિ લક્ષ્મીકાંત મિશ્રા (20) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બની ત્યારે સોલંકી તેની પત્ની શિલ્પા, પુત્ર અને પુત્રી સાથે કર્ણાવતી ક્લબના ગરબામાં જઈ રહ્યા હતા.

    આ પણ વાંચો : અમદાવાદ: પતિ બાંધી રહ્યો હતો જેઠાણી સાથે સંબંધ, અચાનક જ આવી ગઇ પત્ની અને...

    શું છે સમગ્ર ઘટના


    પકવાન ચોકડીથી કર્ણાવતી ક્લબ તરફ વળાંક લેતી વખતે, એક ટુ-વ્હીલર સતત હોર્ન વગાડતા તેનું ધ્યાન આ મહિલાઓની તરફ પડ્યું હતું. મહિલાને મદદની જરૂર છે એમ વિચારીને તે એસજી હાઈવે પર એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે ઉભા રહ્યાં. તેણીનું ટુ-વ્હીલર પાર્ક કરીને, મહિલાએ હિન્દીમાં અભદ્ર શબ્દો કહ્યાં અને તેની ડ્રાઇવિંગની સમજ પર પ્રશ્ન કર્યો. જોતજોતામાં આ મામલો ઝપાઝપીમાં ફેરવાઈ ગયો હતો. મહિલા સોલંકી પર તૂટી પડી હતી. જ્યારે તેની પત્નીએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મહિલાએ તેની બહેનને ફોન કર્યો. થોડી જ વારમાં મહિલાની બહેન પણ ઘટના સ્થળે આવી પહોંચી. ત્યારબાદ તેઓ સોલંકી અને તેની પત્ની સાથે મારપીટ કરવા લાગ્યા હતા. ઝપાઝપીમાં સોલંકીના ચશ્મા પડી ગયા અને મહિલાએ સોલંકીના ચશ્મા ઉપાડી લીધા. એક રાહદારીએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરતાં તરત જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ત્યારબાદ વસ્ત્રાપુર પોલીસ દ્વારા મહિલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

    આ પણ વાંચો : અમદાવાદ: ચાંદલોડિયામાં નજીવી બાબતે મારામારી બાદ ફાયરિંગ થતાં મચી નાશભાગ

    ગરબામાંથી પરત ફરતા કિશોરને અજાણ્યા શખ્સોએ માર માર્યો


    ઘાટલોડિયાના રહેવાસી અને 19 વર્ષીય વિદ્યાર્થીને ઈસ્કોન બ્રિજ પાસે અજાણ્યા લોકોએ માર માર્યો હતો જ્યારે તે અને તેના મિત્રો ગરબામાંથી પરત ફરી રહ્યા હતા. જીએલએસના બી.કોમ.ના બીજા વર્ષનો વિદ્યાર્થી રાજવીર પંડ્યા (19), બુધવારે ગરબાથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે ટુ-વ્હીલર પર આવેલા ત્રણ શખ્સોએ તેને બાઇક રોકવા દબાણ કર્યું. તેઓએ તેને તેનું નામ પૂછ્યું અને જ્યારે તેણે પોતાની ઓળખ આપી ત્યારે તેઓએ તેને માર મારવાનું શરૂ કર્યું.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime latest news, Ahmedabad latest news, Ahmedabad news

    विज्ञापन
    विज्ञापन