Home /News /ahmedabad /કાળાબજારીઃ 1 હજાર રૂપિયાની મેચની ટિકિટ 2900 રૂપિયામાં વેચવા ફરતા શખ્સનો પર્દાફાશ 

કાળાબજારીઃ 1 હજાર રૂપિયાની મેચની ટિકિટ 2900 રૂપિયામાં વેચવા ફરતા શખ્સનો પર્દાફાશ 

મેચની ટિકિટો પહેલેથી ખરીદીને તેની કાળા બજારી કરી રહ્યો હતો

1 હજાર રૂપિયાની મેચની ટિકિટ 2900 રૂપિયામાં વેચવા ફરતા શખ્સનો પર્દાફાશ. યુવકે પહેલેથી 20 ટિકિટો ઓનલાઇન ખરીદી લીધી હતી. આવી રીતે પોલીસે ઝડપી પાડ્યો.

અમદાવાદ: મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં જ્યારે પણ મેચ યોજાવવાની હોય ત્યારે પહેલેથી ઓનલાઇન ટિકિટ બુક કરીને ચારથી પાંચ ગણા ભાવે વેચી મારતા યુવકનો પર્દાફાશ ઝોન 2ની લોકલ ક્રાઇમ બ્રાંચે કર્યો છે. 31 માર્ચે આઇપીએલની ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ થવાની છે, જેમાં યુવકે પહેલેથી 20 ટિકિટો ઓનલાઇન ખરીદી લીધી હતી. એક હજાર રૂપિયામાં ખરીદેલી ટિકિટને યુવક 2900 રૂપિયામાં વેચવાનો હતો. જોકે, પોલીસે તેના ઇરાદા પર પાણી ફેરવી દીધું છે.

ઓનલાઇન ટિકિટ બુક કરનાર તત્વો પર નજર રાખીને પોલીસ બેઠી હતી

નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે 31 માર્ચના રોજ આઇપીએલ ટી-20 ટૂર્નામેન્ટ અંતર્ગત ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાવવાની છે. જેમાં કેટલાક શખ્સો ટિકિટની કાળા બજારી કરતા હોવાની બાતમી ડીસીપી ઝોન 2ની લોકલ ક્રાઇમ બ્રાંચને મળી હતી. બાતમીના આધારે ઓનલાઇન ટિકિટ બુક કરનાર તત્વો પર નજર રાખીને પોલીસ બેઠી હતી, ત્યારે માહિતી મળી હતી કે, ઝુંડાલ સર્કલ પાસે આવેલા સર્વિસ રોડ પર એક યુવક મેચની ટિકિટને પોતાના આર્થિક ફાયદા માટે કાળા બજારી કરી રહ્યો છે.

આ પણ વાંચો: લગ્નના બીજા જ દિવસે યુવતીને જાણ થઇ કે તેનો પતિ તો...

મેચની ટિકિટો પહેલેથી ખરીદીને તેની કાળા બજારી કરી રહ્યો હતો

લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ તરત જ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી અને શંકાસ્પદ યુવકની અટકાયત કરી લીધી હતી. યુવકનું નામ બ્રિજશ કાપડીયા છે અને તે ચાંદખેડામાં આવેલા વૃદાવન ગોદરેજ ગાર્ડન સીટીમાં રહે છે. બ્રિજેશ પાસેથી લોકલ ક્રાઇમ બ્રાંચને એક પ્લાસ્ટીકની થેલી મળી હતી. જેમાં આઇપીએલ મેચની વીસ ટિકિટ હતી. લોકલ ક્રાઇમ બ્રાંચે બ્રિજેશની પૂછપરછ કરી તો તેણે કબૂલાત કરી છે કે, તેણે મેચની ટિકિટો પહેલેથી ખરીદીને તેની કાળા બજારી કરી રહ્યો હતો. એલસીબીએ બ્રિજેશ વિરૂદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કાળા બજારી ટિકિટ વેચવાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

20 હજારના ઇન્વેસ્ટમેન્ટમાં 38 હજાર કમાવવાનો પ્લાન

બ્રિજેશનું 20 હજાર રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટમાં 38 હજાર રૂપિયા કમાવવાનો પ્લાન હોવાનું સામે આવ્યું છે. બ્રિજેશે 20 હજાર રૂપિયાની ઓનલાઇન ટિકિટો ખરીદી લીધી હતી અને બાદમાં તેને 2900 રૂપિયામાં વેચવાનો હતો. બ્રિજેશે કેટલી ટિકિટ ખરીદી છે તે મામલે પોલીસ તેમજ એલસીબીએ તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે પણ અમદાવાદમાં મેચ રમાવવાની હોય ત્યારે બ્રિજેશ પહેલેથી ઓનલાઇન ટિકિટ બુક કરાવી દેતો હતો અને છેલ્લા ચારથી પાંચ ગણા ભાવે વેચી દેતો હતો. ટિકિટની કાળાબજારીમાં શાતીર બનેલા બ્રિજેશ સાથે કોણ-કોણ જોડાયું છે, તે મામલે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો