Union
Budget 2023

Highlights

Home /News /ahmedabad /અમદાવાદની શાળાનો નવમાં ધોરણમાં ભણતો વિદ્યાર્થી ગુમ, 24 કલાક બાદ પણ નથી મળી કોઇ ભાળ

અમદાવાદની શાળાનો નવમાં ધોરણમાં ભણતો વિદ્યાર્થી ગુમ, 24 કલાક બાદ પણ નથી મળી કોઇ ભાળ

સીસીટીવીમાંથી લીધેલી તસવીર

Ahmedabad News: આ સીસીટીવીમાં દેખાઇ રહ્યું છે કે, વિદ્યાર્થી કઇ રીતે શાળાનાં મુખ્ય દરવાજામાંથી ભાગી રહ્યો છે. જોકે, સીસીટીવીમાં દેખાય છે કે, તે જ્યારે ભાગી રહ્યો છે તે પહેલા તે મુખ્ય દરવાજા પાસેનાં બાકડાં પર પણ બેઠો હતો.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
     અમદાવાદ: શહેરની ઠક્કરબાપા નગરની રઘુવીર શાળાનો ઘોરણ નવમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ થયો છે. આ બાળકની 24 કલાક બાદ પણ ભાળ મળી નથી. આ અંગે શાળા દ્વારા યોગ્ય જવાબ ન મળતા વાલીઓમાં નારાજગી વધી રહી છે.

    બાળક આ શાળામાંથી ભાગી રહ્યો છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. આ સીસીટીવીમાં દેખાઇ રહ્યું છે કે, તે કઇ રીતે શાળાનાં મુખ્ય દરવાજામાંથી ભાગી રહ્યો છે. જોકે, સીસીટીવીમાં દેખાય છે કે, તે જ્યારે ભાગી રહ્યો છે તે પહેલા તે મુખ્ય દરવાજા પાસેનાં બાકડાં પર પણ બેઠો હતો. અને તેનાથી થોડે જ દૂર અન્ય વિદ્યાર્થીઓ પણ દેખાઇ રહ્યા છે.

    ગુમ બાળકનાં પિતાએ આ અંગે જણાવ્યુ કે, અમારો બાળક ગઇકાલથી ગુમ થયો છે. પરંતુ શાળાનું તંત્ર આ અંગે યોગ્ય જવાબ આપતા નથી. અમે ગઇકાલથી તેની શોધખોળ કરી રહ્યા છે પરંતુ હજી સુધી તેની કોઇ માહિતી મળી નથી. જેથી હવે અમે પોલીસમાં ફરિયાદ કરીશુ.



    સીસીટીવીમાં દેખાઇ રહ્યું છે કે, બાળક ગઈકાલે એટલે શુક્રવારે સવારે 9.24 કલાકે શાળાનાં મુખ્ય દરવાજામાંથી બહાર ભાગી રહ્યું છે. આ બાળકનો 24 કલાક પછી પણ કોઇ પત્તો નથી લાગ્યો. શાળાનાં વાલીઓ તથા પરિવારજનો આ બાળકની શોધખોળ કરી રહ્યું છે. તો બીજી બાજુ વાલીઓ આ અંગે ઘણી જ નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. નારાજ વાલીઓએ શાળામાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन