અમદાવાદ: સામાન્ય રીતે ધોરણ 10 પછી કારકિર્દીની દિશાઓ ખુલતી હોય છે અને વિદ્યાર્થીઓ કઈ દિશામાં કરિયર બનાવવું તે વિશે વિચારતા હોય છે ત્યારે સમયની માંગને ધ્યાનમાં રાખીને અમદાવાદની એક ખાનગી શાળાએ ઈન્ટરનેશનલ બેક્લોરિયેટ કરિયર રિલેટેડ પ્રોગ્રામ શરુ કર્યું છે. જે માટે ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સનો અભ્યાસ કરી શકશે. આ કોર્સ વિદ્યાર્થીઓ દેશની પ્રિતિષ્ઠિત યુનિવર્સીટીઓ જ નહિ વિદેશની યુનિવર્સીટીઓમાં પ્રવેશ મેળવવામાં ખુબ ઉપયોગી સાબિત થશે.
અમદાવાદની ઉદગમ સ્કુલ દ્વારા ધોરણ 10નો અભ્યાસ પુરો કરનાર વિદ્યાર્થીઓ માટે આઈબીપીએસ પ્રોગ્રામ શરુ કર્યો છે. સ્કૂલ દ્વારા આઈબીપીએસ માટે શરુઆતના કારકિર્દી ક્ષેત્ર માટે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સનો અભ્યાસ કરાવશે. આવનારા વર્ષોમાં વિદ્યાર્થીઓની પસંદગીના આધારે વધારાના કરિયર પ્રોગ્રામ્સ શરુ થશે.
આ અંગે ઉદગમ સ્કૂલના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર મનન ચોકસીએ જણાવ્યું કે, અમારી સ્કૂલને આઈબી વર્લ્ડ સ્કૂલ તરીકેની માન્યતા મળી છે. શાળાને વર્ષ 2023-24 શૈક્ષણિક વર્ષથી શરુ થતા ધોરણ 11 અને 12 માટે આઈબીપીએસ કરિયર રીલેટેડ પ્રોગ્રામ શરુ કરવાની મંજુરી છે. ધોરણ 10 પછીનો આ એપ્લીકેશન બેઝ્ડ પ્રોગ્રામ રહેશે. શરુઆતના તબક્કે 60 જેટલી બેઠકો ભરવાની છે.
દેશની ગુજરાત યુનિવર્સિટી, મુંબઈ યુનિવર્સિટી, અશોકા યુનિવર્સિટી પ્લાક્ષા યુનિવર્સિટી, માન રચના યુનિવર્સિટી અને આઈઆઈએમ ઈન્દોર સહિત ભારતની ઘણી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ તેમના અંડરગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામ્સ માટે આઈબીપીએસ માટે માન્યતા ગણે છે. જેથી ધોરણ 12ની માર્કશીટ માન્યતા પ્રાપ્ત રહેશે. આ પ્રોગ્રામ માટેની ફી પણ એફઆરસી દ્વારા જે નક્કી કરવામાં આવી છે. જે એક લાખ રુપિયા દર વર્ષ માટે નક્કી થઈ છે તે ફી નક્કી કરાઈ છે.
આઇબી-રેકગ્નિશન એન્ડ ડેવલપમેન્ટ મેનેજર મહેશ બાલકૃષ્ણને જણાવ્યું કે,આઇબીનો આ કેરિયર રિલેટેડ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને સંભવિત કારર્કિદીની દિશા નક્કી કરવા માટે સક્ષમ બનાવશે. આઇબીસીપી વિદ્યાર્થીઓને વિશ્વની કેટલીક શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરશે એટલુ જ નહી ભવિષ્ય માટે તૈયાર થવા માટે પણ ઉપયોગી સાબિત થશે.