Home /News /ahmedabad /વેકેશનમાં ફરવા જવાનો પ્લાન છે? તો જાણો અમદાવાદથી ડોમેસ્ટિક-ઇન્ટરનેશનલ ફ્લાઇટ ફ્રિકવન્સીમાં વધારો થશે

વેકેશનમાં ફરવા જવાનો પ્લાન છે? તો જાણો અમદાવાદથી ડોમેસ્ટિક-ઇન્ટરનેશનલ ફ્લાઇટ ફ્રિકવન્સીમાં વધારો થશે

અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર

હવે બાળકોનું ઉનાળું વેકેશન નજીક છે. ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સમર વેકેશનમાં મનપસંદ જગ્યાએ ફરવા માટે વધુ ફ્લાઇટ્સ મૂકવામાં આવશે.

અમદાવાદઃ હવે બાળકોનું ઉનાળું વેકેશન નજીક છે. ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સમર વેકેશનમાં મનપસંદ જગ્યાએ ફરવા માટે વધુ ફ્લાઇટ્સ મૂકવામાં આવશે. શિયાળાના સમયપત્રકની સરખામણીએ એપ્રિલથી અંદાજે 20 ટકા અને સપ્ટેમ્બર 2023માં 26 ટકા વધુ ફ્લાઇટ્સ ઉમેરવામાં આવશે. તેટલું જ નહીં, નવા સ્થળોએ જતી ફ્લાઇટ્સની ફ્રિક્વન્સીમાં પણ વધારો કરવામાં આવશે.

SVPI એરપોર્ટ પરથી આ વર્ષે મુસાફરી માટેના સ્થળોમાં વધારો થવાને કારણે ઉનાળું વેકેશન વધુ રોમાંચક બનશે. ચાલુ વર્ષે વિવિધ એરલાઈન્સ દ્વારા નાસિક, વિશાખાપટ્ટનમ, કોઈમ્બતુર, પંતનગર, દુર્ગાપુર, અગરતલા અને રાયપુર જેવા નવા સ્થળો ફ્લાઈટ્સ શરૂ થવાની છે. તદુપરાંત ઉત્તર ગોવા મોપા એરપોર્ટ, લખનૌ, બેંગલુરુ, ઈન્દોર, ચંદીગઢ, પૂણે અને દિલ્હી જેવા મનપસંદ સ્થળોએ શિયાળા કરતાં વધુ ફ્લાઈટ્સ રહેશે.

આ પણ વાંચોઃ આખરે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કેવી રીતે પૃથ્વીનો અંત થશે? સૌથી પહેલા પૃથ્વી પર શું ખતમ થશે

નવા સ્થળોએ મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા સીધી ફ્લાઇટ અથવા એક જ એરક્રાફ્ટમાં વન-સ્ટોપ ફ્લાઇટ શરૂ થવાની સંભાવના છે. પરિણામે એપ્રિલમાં કુલ ફ્લાઇટ મૂવમેન્ટ 1346 સાપ્તાહિકથી 20% વધીને 1620 થવાની ધારણા છે. સપ્ટેમ્બર 2023માં તેનાથી પણ 6% વધુ રહેવાની ધારણા છે.



એર ઈન્ડિયાએ અમદાવાદથી ગેટવિક એરપોર્ટ માટે સીધી ફ્લાઈટની જાહેરાત કરી હોવાથી બગદાદની નવી ફ્લાઈટ પણ શરૂ થવાની શક્યતા છે. જેદ્દાહની ફ્લાઈટ શરૂ થવાથી અબુધાબી માટે ફ્રિક્વન્સીમાં વધારો થવાની સંભાવના છે. એટલે કે, શિયાળુ સમયપત્રકની સરખામણીએ એપ્રિલ '23માં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની મૂવમેન્ટ 20% અને સપ્ટેમ્બર '23માં 27% વધીને 187 સાપ્તાહિકથી વધીને એપ્રિલ '23માં 224 અને સપ્ટે. '23માં સાપ્તાહિક 237 થશે. નવા સમયપત્રક મુજબ ઉનાળામાં અમદાવાદનું SVPI એરપોર્ટ 9 સ્થાનિક અને 17 આંતરરાષ્ટ્રીય એરલાઇન કેરિયર્સ સાથે 39 સ્થાનિક અને 19 આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડશે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Airports, Domestic flights, Flights, International flights, Vacation