Home /News /ahmedabad /

અમદાવાદ: ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાડતી ઘટના, ABVPને વિદ્યાર્થી નેતાએ કૉલેજના આચાર્યને વિદ્યાર્થિનીના પગે પડાવ્યા, જુઓ વીડિયો

અમદાવાદ: ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાડતી ઘટના, ABVPને વિદ્યાર્થી નેતાએ કૉલેજના આચાર્યને વિદ્યાર્થિનીના પગે પડાવ્યા, જુઓ વીડિયો

વિદ્યાર્થી નેતાઓની દાદાગીરી

ABVP Leaders: એબીવીપીના નેતાઓ પહેલા પણ વિવાદમા આવી ચૂક્યા છે. આ વખતે એબીવીપીના નેતા અક્ષત જયસ્વાલની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી છે. એબીવીપીની નેતાઓની દાદાગીરીની આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

    અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગુરુ અને શિષ્યના સંબંધને લાંછન લગાડતો બનાવ સામે આવ્યો છે. જેમાં એબીવીપી (ABVP)ના એક વિદ્યાર્થી નેતાઓ કૉલેજના મહિલા આચાર્યને વિદ્યાર્થિનીના પગે પડવાની ફરજ પાડી હતી. આ અંગેની વીડિયો (Viral video) પણ સામે આવ્યો છે. આ બનાવ સાલ કૉલેજ(Sal College) નો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સામે આવ્યા બાદ એબીવીપીના વિદ્યાર્થી નેતા (ABVP student leaders) પર ફીટકાર વરસી રહી છે.

    પહેલા પણ વિવાદમાં રહી ચૂક્યા છે વિદ્યાર્થી નેતા


    એબીવીપીના નેતાઓ પહેલા પણ વિવાદમા આવી ચૂક્યા છે. આ વખતે એબીવીપીના નેતા અક્ષત જયસ્વાલની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી છે. એબીવીપીની નેતાઓની દાદાગીરીની આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ પહેલી જીએલએસ કૉલેજમાં પણ એબીવીપીના નેતાઓ વિવાદમાં આવ્યા હતા.

    શું હતી ઘટના?


    આ વીડિયા વાયરલ થયા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. હકીકતમાં સાલ કૉલેજ ખાતે અમુક વિદ્યાર્થીઓ એક અધ્યાપક વિરુદ્ધ રજુઆત કરવા માટે ગયા હતા. આ સમયે એબીવીપીના નેતાઓ પણ તેમની સાથે ગયા હતા. રજુઆત દરમિયાન વિદ્યાર્થીઓએ હોહલ્લા કર્યો હતો. આ દરમિયાન પ્રિન્સિપાલને વિદ્યાર્થિનીના પગે પડાવ્યા હોવાનો બનાવ બન્યો હતો.



    આ અંગેના વીડિયો પણ બાદમાં વાયરલ કરવામાં આવ્યા હતા. આ મામલે હવે કેવા પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. આ મામલે કૉલેજ તરફથી કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું.

    પ્રિન્સિપાલનું નિવેદન


    આ મામલે મહિલા પ્રિન્સિપાલ ડૉક્ટર મોનિકા સ્વામીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ મામલે સ્કૂલના મેનેજમેન્ટ સાથે વાતચીત બાદ અમે કંઈક નિર્ણય લઈશું.

    મહિલા પ્રિન્સિપાલે વધુમાં જણાવ્યું હતું કે, હાજરી ઓછી હોવાને લઈને વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાક લોકોએ એબીવીપીના વિદ્યાર્થી નેતાઓને બોલાવ્યા હતા, જેમણે ધમાલ કરી હતી. અમે પણ જાણીએ છીએ કે કૉલેજમાં અમુક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જ આવે છે, જ્યારે અમુક તોફાની હોય છે.

    આ મામલે વિદ્યાર્થી નેતા અક્ષય જયસ્વાલ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. આ મામલે સાલ કૉલેજનું મેનેજમેન્ટ કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: ABVP, અમદાવાદ, કોલેજ, છાત્ર

    આગામી સમાચાર