Home /News /ahmedabad /અમદાવાદ : એસ.જી. હાઈવે, વસ્ત્રાપુર સહિત શહેરના પશ્ચિમ વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ
અમદાવાદ : એસ.જી. હાઈવે, વસ્ત્રાપુર સહિત શહેરના પશ્ચિમ વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ
અમદાવાદ એસ.જી. હાઈવે પર ધોધમાર વરસાદ
Ahmedabad Heavy Rain : અમદાવાદ શહેરના આંબાવાડી, સાઉથ બોપલ, એસજી હાઈવે, પ્રહલાદ નગર, વેજલપુર, જીવરાજપાર્ક, પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા
અમદાવાદ : રાજ્યમાં વરસાદની આગાહી (Rain Forecast) વચ્ચે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ મેઘરાજા (Ahmedabad Rain) મન મૂકીને વરસી રહ્યા છે. શહેરના આંબાવાડી, સાઉથ બોપલ, એસજી હાઈવે, પ્રહલાદ નગર, વેજલપુર, જીવરાજપાર્ક, પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.
અમદાવાદ શહેરમાં આજે સમી સાંજે અચાનકથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના પછી શહેરના તમામ વિસ્તાર પર કાળાડીબાંગ વાદળો ઘેરાયા હતા અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના આંબાવાડી, સાઉથ બોપલ, એસજી હાઈવે, વસ્ત્રાપુરમાં વરસાદ વરસ્યો છે. ત્યાં જ શહેરના એસજી હાઇવે પર પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. થોડી જ મીનિટોમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદ શહેરના સામાન્ય વરસાદમાં જ શહેરના રોડ-રસ્તા પર પાણી ફરી વળતા વધુ એક વખત કોર્પોરેશનની પ્રીમોનસુન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
અમદાવાદીઓ છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને બફારામાં સેકાઇ રહ્યા હતા. ત્યાં જ આજે સાંજે મેઘરાજાની એન્ટ્રી થતા શહેરીજનો ખુશ થઇ ગયા છે. અને વરસાદ પડતાની સાથે જ શહેરમાં ઠંડક પ્રસરી ગઇ છે. આજે શહેરમાં સાંજે 6 વાગ્યાની આસપાસ પવનના સૂસવાટા સાથે વરસાદ પડતા શહેરીજનો ઘરની બહાર નીકળી વરસાદનો આનંદ માણી રહ્યા છે.