Home /News /ahmedabad /અમદાવાદ: ગાંજાની લત બાદ ગાંજાનો વેપાર શરૂ કરનાર ઝડપાયો, ખેતરમાંથી મળ્યો 51 કિલોનો જથ્થો

અમદાવાદ: ગાંજાની લત બાદ ગાંજાનો વેપાર શરૂ કરનાર ઝડપાયો, ખેતરમાંથી મળ્યો 51 કિલોનો જથ્થો

ગાંજાની લત બાદ ગાંજાનો વેપાર શરૂ કરનાર ઝડપાયો

Ahmedabad crime: અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ માંડલના કરસનપુરા ગામની સીમમાંથી ખેતરમાં છુપાયેલ 51 કિલો જેટલો ગાંજાનો જથ્થો ઝડપી પાડયો છે

અમદાવાદ: ડ્રગ્સની બદી દૂર કરવા માટે પોલીસ તનતોડ મહેનત કરી રહી છે. અનેક ડ્રગ્સ માફિયાની સાથે ડ્રગ્સ પેડલરોને પણ ઝડપીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં અલગ-અલગ એજન્સીઓએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડીને ડ્રગ્સ માફિયાની કમર તોડી છે. જોકે, શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ ડ્રગ્સની બદી દૂર કરવા પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ માંડલના કરસનપુરા ગામની સીમમાંથી ખેતરમાં છુપાયેલ 51 કિલો જેટલો ગાંજાનો જથ્થો ઝડપી પાડયો છે અને લક્ષ્મણ સંગ સોલંકી નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ આ ગાંજાનો જથ્થો તેના ખેતરની ઓરડીમાં છુપાવ્યો હતો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી આ ગાંજાનો જથ્થો ઓડિશાથી મંગાવ્યો હતો. કેટલાક સમય અગાઉ તે સુરત ગયો હતો. જ્યાં તેને ગાંજાની લત્ત લાગી ગઈ હતી અને સુરતમાં ઓડિશાના એક યુવક સાથે સંપર્ક થયો હતો. જેના મારફતે આરોપીએ આ ગાંજાનો જથ્થો ઓડિશાથી મંગાવ્યો હતો.

આ પણ વાંચો: ધંધુકા બગોદરા રોડ પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

આરોપી અગાઉ પણ સરખેજમાં 21 કિલો ગાંજા સાથે પકડાયો હતો. જેમાં દોઢેક વર્ષ પહેલાં જ જેલમાંથી બહાર આવ્યો છે. જોકે, જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે ફરીથી માંડલની આસપાસના વિસ્તારમાં ગાંજાનું વેચાણ શરૂ કર્યું હતું. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને કોને-કોને ગાંજો આપ્યો હતો અને અત્યાર સુધીમાં કેટલી વખત ગાંજાનો જથ્થો મંગાવી ચૂક્યો છે, તે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन