Home /News /ahmedabad /અમદાવાદ: ગરીબ યુવતીને મદદ કરનાર ધનિક યુવક થઇ ગયો કંગાળ, મૈત્રી કરારનું આવ્યું આવું પરિણામ

અમદાવાદ: ગરીબ યુવતીને મદદ કરનાર ધનિક યુવક થઇ ગયો કંગાળ, મૈત્રી કરારનું આવ્યું આવું પરિણામ

પોલીસે યુવતી અને પરિવારજનો સહિતના લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

ત્રણ સંતાનોની માતાએ યુવકને ખંખેરી નાંખ્યો. વિશ્વાસઘાત, છેતરપિંડી કરવાના ઇરાદેથી મહિલાએ આ યુવક સાથે મૈત્રીકરાર કરાર કર્યો હતો અને તેની સાથે રહેવા લાગી પછી થયું આવું...

અમદાવાદઃ શહેરમાં રહેતા એક યુવકને ત્રણ બાળકોની માતા સાથે મૈત્રી કરાર કરી રહેવું ભારે પડ્યું છે. આ મહિલાએ પોતાના લગ્ન સંબંધ અને બાળકો હોવાની વાત છુપાવી હતી અને આ યુવક સાથે રહી તેને આર્થિક રીતે ખંખેરી લીધો હતો. આ ષડયંત્રમાં માત્ર મહિલા જ નહીં પણ તેની બહેનો અને ભાઇ તથા જીજાજી પણ સામેલ હતા. યુવક જ્યારે આ મહિલા તેના પિયરમાં રહેતી હતી ત્યારે તેના સંપર્કમાં આવ્યો હતો અને તેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી યુવક તેની મદદ કરવાના ચક્કરમાં મોહી ગયો અને પ્રેમમાં પડ્યો હતો. જોકે, યુવતીએ આ યુવકના લાખો રૂપિયા ચોરી પણ કર્યા અને લાખો રૂપિયા તથા દાગીના લઇ લીધા બાદ દવા પી આપઘાત કરી દઇશ, તેમ કહી પોલીસને રજૂઆતો કરી આર્થિક તોડ પણ કર્યો હતો. સમગ્ર બાબતે હવે પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

છેતરપિંડી કરવાના ઇરાદેથી મહિલાએ આ યુવક સાથે મૈત્રીકરાર કરાર કર્યો હતો

મૂળ સરખેજના અને હાલ સેટેલાઇટમાં રહેતા 39 વર્ષીય યુવક ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે. તેઓ આઠેક વર્ષ પહેલા ગાંધીનગર ખાતે રહેતા હતા ત્યારે કોલવડા ખાતે રહેતી એક મહિલાના સંપર્કમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ પ્રેમ સંબંધની જાણ આ મહિલાના તમામ પરિવારજનોને પણ હતી. મહિલાના માતા-પિતા ન હોવાથી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ઘરનો તમામ ખર્ચ પણ આ યુવકે ઉપાડી લીધો હતો. આ મહિલાન પરિણીત હતી અને ત્રણ સંતાનોની માતા હતી, તે વાત મહિલા અને તેના પિયરજનોએ આ યુવકથી છુપાવી હતી. યુવક પાસે અનેક ઘણી સંપત્તિ હોવાથી ભવિષ્યમાં વિશ્વાસઘાત, છેતરપિંડી કરવાના ઇરાદેથી મહિલાએ આ યુવક સાથે મૈત્રીકરાર કરાર કર્યો હતો અને તેની સાથે રહેવા લાગી હતી.

યુવકે આ મહિલાની બહેન અને ભાઇના લગ્નનો ખર્ચ ઉપાડવાની સાથે મકાનના ખર્ચમાં પણ રૂપિયા નાખ્યા હતા. આ દરમિયાન અચાનક જ આ મહિલા ઘરેથી ગાયબ થઇ ગઇ તો યુવકે તપાસ કરી તો તે પરિણીત હોવાનું સામે આવ્યું અને તેને ત્રણ બાળકો પણ હોવાનું સામે આવ્યું હતું. આ મહિલા યુવક પાસેથી નીકળી જઇ તેના પતિ સાથે રહેવા જતી રહી મૈત્રીકરાર કરી છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હોવાનું તેને જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: લગ્ન પહેલા યુવક તેના બનેવીના કારણે પહોંચ્યો મરણ પથારી પર

ફરી યુવક તેના મોહ, પ્રેમ અને જાળમાં ફસાયો

પાંચેક મહિના બાદ ફરીથી આ મહિલાએ યુવકનો સંપર્ક કર્યો અને તેને પતિ સાથે મનમેળ નથી રહેતો તેથી છૂટાછેડા લઇ તમારી સાથે લગ્ન કરી લઇશ તેવી વાત કરતા ફરી આ યુવક તેના મોહ, પ્રેમ અને જાળમાં ફસાયો હતો. વર્ષ 2020માં આ યુવકે તે મહિલા સાથે તેના ભાઇ અને જીજાજીની હાજરીમાં ગાંધર્વલગ્ન કરી સરખેજ આ યુવક સાથે રહેવા આવી ગઇ હતી. મહિલાની બહેન પણ તેના ઘરે આવી ત્યારે એક લાખ રૂપિયા આ યુવકની જાણ બહાર લઇ ગઇ હતી. યુવકે લગ્ન બાદ જે દસેક તોલા દાગીના બનાવી આપ્યા હતા તે પણ આ મહિલા તેના પિયર ખાતે રાખતી હતી. ગાંધર્વલગ્નના છ માસ બાદ આ મહિલાએ બોલાચાલી ઝઘડો કરી દવા પી આપઘાત કરી પોલીસ કેસ કરી ફસાવી દેવાની ધમકી આપી હતી.

આટલું જ નહીં, હવે તમે આપેલા દાગીના પરત માંગશો તો આપઘાત કરી લઇશ, તેવી ધમકી પણ આપી હતી. મહિલાએ અગાઉ પણ આપઘાતની કોશિશ કરી હોવાથી આ યુવક ડરી ગયો હતો. બાદમાં મહિલાએ યુવક ડરી ગયો હોવાનો ફાયદો ઉઠાવી અનેકવાર લાખો રૂપિયા પણ પડાવ્યા હતા અને મકાન બાંધવા તથા ઢોર ખરીદવા 80 હજાર પણ લીધા હતા.

લાખો રૂપિયા ચોરી ગઇ, ફસાવી દેવાની આપતી ધમકી

વર્ષ 2021માં મહિલાએ મૈત્રીકરાર  રદ કરતો ડેકલેરેશનનો નોટરાઇઝ કરાર લેખ કરી સંબંધનો અંત આણ્યો હતો, છતાંય આ યુવક સામે નારી સુરક્ષા કેન્દ્ર અને મહિલા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી આર્થિક તોડ કર્યો હતો. ફરી વર્ષ 2022માં આ મહિલા દવાની બોટલ લઇ આવી અને દવા પી લેવાની ધમકી આપી ઘરમાં યુવક સાથે રહેવા લાગી હતી. બાદમાં ધાર્મિક કામ હોવાથી કોલવડા જવાનું કહી મહિલા જતી હતી ત્યારે દાગીના પરત આપવાનું કહેતા બોલાચાલી કરી ઘરેથી મહિલા નીકળી ગઇ હતી. યુવકને નાણાની જરૂર પડતા ઘરમાં તપાસ કરી તો આ મહિલા પાંચ લાખ પણ ચોરી કરી લઇ ગઇ હતી. બાદમાં મહિલા પાસે ખાતરી કરતા મહિલાએ દાગીના કે રોકડા પરત માંગ્યા તો દવા પી આપઘાત કરી દઇશ અને કેસમાં ફસાવી દઇશ, તેવી ધમકીઓ આપી હતી. થોડાક દિવસ બાદ કોઇ વિરેન્દ્રસિંહ નામના વ્યક્તિનો ફોન આવ્યો અને યુવકને જે કંઇ પણ મહિલાને આપ્યું હોય તેનો હિસાબ આપી અમે કહીએ તેમ નિકાલ કરી દેજે નહીં તો તારા પરિવારની અને તારી હાલત ખરાબ કરી નાખીશ, તેવી ધમકી આપી હતી.

એક મહિલાના પરિવારજનોના આ ત્રાસથી કંટાળી આખરે યુવકે મહિલા, તેની બહેનો, જીજાજી, ભાઇ સહિત છ લોકો સામે ફરિયાદ આપતા હવે સરખેજ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedaabad News, Crime news, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन