Home /News /ahmedabad /અમદાવાદ: 5 ફરાર લિસ્ટેડ બુટલેગરો માટે ઈનામ જાહેર, માહિતી આપનારને મળશે ઈનામ

અમદાવાદ: 5 ફરાર લિસ્ટેડ બુટલેગરો માટે ઈનામ જાહેર, માહિતી આપનારને મળશે ઈનામ

માહિતી આપનારને 25 હજારના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

Ahmedabad News: 5 ફરાર લિસ્ટેડ બુટલેગરો માટે ઈનામ જાહેર. DG વિજિલન્સે ઈનામની જાહેરાત કરી. માહિતી આપનારનુ નામ ગુપ્ત રાખવામાં આવશે

    અમદાવાદ: રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ ઊંચો આવી રહ્યો છે, ત્યારે પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં નશાખોરી અને દારૂના કેસોની સંખ્યા પણ વધી રહી છે, ત્યારે બુટલેગરો સામે આંખ લાલ કરવામાં આવી છે. આવામાં 5 ફરાર લિસ્ટેડ બુટલેગરો માટે ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. DG વિજિલન્સે ઈનામની જાહેરાત કરી છે. માહિતી આપનારને 25 હજારના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે, માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. યાદીમાં અમદાવાદના દેવેન્દ્ર ઉર્ફે બંશીનું નામ પણ સામેલ છે.

    કુખ્યાત બુટલેગર વિનોદ સિંધી દુબઇથી ઝડપાયો છે

    પોલીસ દ્વારા બુટલેગરો સામે કડકાઇથી કાર્યવાહીની વાત સામે આવી રહી છે, ત્યારે હાલમાં જ ગુજરાતનો કુખ્યાત બુટલેગર વિનોદ સિંધી દુબઇથી ઝડપાયો છે. ગુજરાતમાં તે રાજસ્થાન અને હરિયાણાથી દારૂ સપ્લાય કરતો હતો. 138 ગુનામાં સંડોવાયેલા વિનોદ સિંધી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. વોન્ટેડ વિનોદ સિંધીને થોડા દિવસોમાં અમદાવાદ લઇ આવવામાં આવશે.


    આ પણ વાંચો: ગટરમાં ફસાઇ જતાં બે કામદારનાં મોત, સફાઇ કામગીરી દરમિયાન દુર્ઘટના

    ગુજરાતના નામચીન બુટલેગર વિનોદ સિંધી સામે પોલીસે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. ઇતિહાસમાં પહેલી વખત કોઈ બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરાવી હતી. વિજિલન્સને જાણવા મળ્યું હતુ કે, વિનોદ દુબઈ ભાગી ગયો છે. જેથી નોટિસ જાહેર કર્યા બાદ તેની સઘન તપાસ ચાલી રહી હતી.

    ગુજરાતના 38થી વધુ કેસમાં વોન્ટેડ સિંધી

    આશરે 20 વર્ષથી દારૂનો ધંધો કરતાં વિનોદ સિંધીને પકડવા માટે વિજિલન્સની ટીમે ઘણી જહેમત ઉઠાવી હતી. તપાસમાં સામે આવ્યું હતુ કે, પાસપોર્ટ નંબરની વિગત પોલીસને મળી અને ખબર પડી કે વિનોદ સિંધી ધરપકડના ડરે ભારત જ છોડીને દુબઈ જતો રહ્યો છે. વિનોદ સિંધી ગુજરાતના 38થી વધુ કેસમાં વોન્ટેડ છે. મળતી માહિતી પ્રમાણે, વર્ષો પહેલા વિનોદ વડોદરામાં ફરસાણ-નમકીનનો ધંધો કરતો હતો. ત્યારે વિનોદ સિંધી દારૂ પીવા બેઠો હતો. તે સમયે તેને દારૂની ડિલિવરીનો વિચાર આવ્યો હતો. તેની સામે રાજસ્થાનમાં પણ સંખ્યાબંધ ગુના નોંધાયા છે. તે મધ્યપ્રદેશ હરિયાણા અને અન્ય રાજ્યમાંથી પણ ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં સક્રિય હતો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Crime news, Gujarat News, Gujarat police

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन