Home /News /ahmedabad /

Ahmedabad Rathyatra : PM મોદીની ભગવાન જગન્નાથ મંદિર પર અતુટ શ્રદ્ધા, પ્રસાદ મોકલવાની પરંપરા હજુ જાળવી રાખી

Ahmedabad Rathyatra : PM મોદીની ભગવાન જગન્નાથ મંદિર પર અતુટ શ્રદ્ધા, પ્રસાદ મોકલવાની પરંપરા હજુ જાળવી રાખી

પ્રધાનમંત્રી મોદીએ જગન્નાથ મંદિરે પ્રસાદ મોકલ્યો

Ahmedabad Rathyatra : પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા દર વર્ષે રથયાત્રાનો પ્રસાદ મોકલવામાં આવે છે. જે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મંદિરમાં મળી જાય છે. તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને અત્યાર સુધી પરંપરાગત રીતે મગ, જાંબુ અને કેરીનો પ્રસાદ મોકલતા રહ્યા છે

વધુ જુઓ ...
અમદાવાદ : દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના ભગવાન જગન્નાથ (God Jagannath) પર અતુટ શ્રદ્ધા આજે પણ અક બંધ છે . સામાન્ય કાર્યકર્તા થી લઇ દેશના પ્રધાન મંત્રી બન્યા છતા રથયાત્રા (Rathyatra) પૂર્વ સંધ્યાએ પ્રસાદ મોકલવાની પરંપરા આજે પણ ચાલુ રાખી છે . જાંબુ , કેરી અને મગ સહિત ડ્રાયફુટનો પ્રસાદ મોકલવામા આવ્યો હતો . ભાજપના પ્રતિનિધિ તરીકે પરિન્દૂ ભગત ( કાકુભાઇ ) હસ્તે કાર્યકર્તાઓ મોકલ્યો હતો.

જમાલપુર ભગવાન જગન્નાથ મંદિરના મેનેજીગ ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝા કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા દર વર્ષે રથયાત્રાનો પ્રસાદ મોકલવામાં આવે છે. જે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મંદિરમાં મળી જાય છે. તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને અત્યાર સુધી પરંપરાગત રીતે મગ, જાંબુ અને કેરીનો પ્રસાદ મોકલતા રહ્યા છે. નરેન્દ્ર મોદી જ્યારે પણ રથયાત્રાના દર્શન કરવા માટે રૂબરૂ ન આવી શકે ત્યારે તેઓ આ પ્રસાદ મોકલાવે છે. અમદાવાદના જગન્નાથ મંદિર સાથે નરેન્દ્ર મોદીનો વરસો જુનો સંબંધ રહ્યો છે. આજે પણ આ પરંપરા જાળવી રાખી છે.

આ પણ વાંચોRathyatra: રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને લઇ પોલીસ કમિશનર સાથે ગૃહમંત્રીની મહત્વપૂર્ણ બેઠક

નરેન્દ્ર મોદી જ્યારે ભાજપના કાર્યકર્તા હતા અને તે પહેલા સંઘ પ્રચારક હતા તે પહેલાથી ભગવાન જગન્નાથ મંદિર સાથે નાતો રહ્યો છે . નરેન્દ્ર મોદી પણ તેમના ભાષણમાં અનેક વખત જગન્નાથ મંદિરની ઉલ્લેખ કર્યો છે . ત્યારે ફરી ૧૪૫ ભગવાન જગન્નાથની યાત્રા નિકળવાની છે તે પહેલા જ પૂર્વ સંધ્યાએ પીએમ નરેન્દ્ર મોદીનો પ્રસાદ મંદિર પહોંચી ગયો હતો.રથયાત્રા પૂર્વ સંધ્યાએ મહા આરતી વિધાનસભા અધ્યક્ષ નિમાબહેન આચાર્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કરશે . દર વર્ષે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ખીચડીનો ભોગની સામગ્રી રાજ્યના મુખ્ય મંત્રી તરફથી આપવામા આવે છે . આ વખતે ભુપેન્દ્રભાઇ પટેલ કોરોના સંક્રમિત થતા તેઓના સ્થાને તેના પ્રતિનિધિ તરીકે શહેર પ્રભારી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તમામ વિધીઓ કરશે . વહેલી સવારે ભગવાન જગન્નાથે ખિચડીનો મહા ભોગ ધરાવામાં આવે છે .
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad jagganath rathyatra, Ahmedabad Rathyatra, Rathyatra

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन